________________
[૬૦]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
તે રૂધિરનું તિલક પૃથ્વીસિંહને કર્યું. પૃથ્વીસિંહે માંચ અનુભવ્યું. કમળાદેવીને તેણે જ્યારથી જોઈ હતી, ત્યારથી જ તેની ભેદક દષ્ટિએ પૃથ્વીસિંહનું હૃદય ભેદી નાખ્યું હતું જ. તે સહજ અસ્વસ્થ થયેલ હતું. તેમાં એ વળી તેની આવી વિચિત્ર કૃતિથી પૃથ્વીસિંહ સહજ ગભરાયે પરંતુ પિતાના અંતઃકરણની વિષમતા વ્યક્ત ન થઈ જાય, એ હેતુથી અમરસિંહ અને કમળાને સંબોધીને બે ” આવું પવિત્ર તિલક મહારા કપાળમાં થવાથી હું હને ભાગ્યશાળી હમજું છું.
ત્યારપછી બીરબલ અને માનસિંહને રક્ત તિલક કર્યા પછી કમળા બોલી: “મહારા સત્વમય રૂધિરને ભાર તમે એ તમારા કપાળ પર લીધે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થયા સિવાય એ ભાર હલકે થનાર નથી કેમ પૃથ્વીસિંહ?”
“અલબત્ત ” પૃથ્વીસિંહ બોલ્યા: “હવે રકતબંધનથી આપણા અંતઃકરણ સંકળાઈ ચુક્યાં છે. પરંતુ આપણું કાર્યની શરૂઆત કરતાં પહેલાં મહને એક પ્રશ્ન પૂછવાની અગત્ય જણાય છે. અકબર બાદશાહ રાજપૂતે પ્રત્યે છળકપટ કરવા ઈચ્છે છે, એવું તમે શા ઉપરથી માને છે? રાજ્યમાં બનતા બધા બનાવે પ્રત્યે ખુદુ બાદશાહ કેવી રીતે
ધ્યાન આપી શકે? કદાચ રાજપૂતો ઉપર થતા અત્યાચારે સંબંધી અકબર કંઈ જાણતા પણ ન હોય ! આથીજ અકબર પ્રત્યે દ્વેષભાવના રાખવી એ સર્વથા અનુચિત ગણાય ! વળી તમે હારી મુખમુદ્રા પ્રત્યે બારિકીથી જુઓ ! હારી અને અકબરની મુખમુદ્રામાં સામ્ય એટલું બધું છે કે તમે કવચિત હુને રાજપૂત શત્રુ અકબરજ હમજશે. !” " આટલું બોલીને પૃથ્વીસિંહશાન્ત રહ્યો. સર્વત્ર શાનિત પ્રસરી રહી. અમરસિંહ પૃથ્વીસિંહ પાસે ગયો અને તેની મુખમુદ્રા પ્રત્યે બારિકીથી જેવા લાગે. કમળાદેવી પણ પૃથ્વીસિંહ પ્રત્યે તાકી રહી. તેને પણ તે અકબર જેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com