________________
જીજીઆરને જુલમ. [૩૧] ઉપર્યું. તેઓ બધા એકી અવાજે બોલી ઉઠ્યા: “આથી વધારે ભયંકર કૃત્ય કર્યું? તેમણે ત્રણ મનુષ્યના પ્રાણ હર્યા છે! તેમને કાપી નાખે ! તેમનું રૂધિર પાન કર્યા સિવાય અમારા મન શાન્ત થશે નહિ.”
એ ત્રણ રાજપુત સ્વારેને જોતાની સાથેજ અમરસિંહના હૃદયમાં તેમના માટે આદર ઉપ હતો. તેમના ઘેડા અને તેઓ પોતે વરસાદથી ભીંજાઈ ગયા હતા. તે યવન સરદા રેને પકડવાથી તેઓ પરાક્રમી હતા એ તે સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. તેમજ તે ત્રણે સ્વારે પૈકી આગળ આવીને બેલનાર સ્વારનું ગાંભીર્ય, સરળપણની સાક્ષી આપનારા તેના લાગણી ભર્યા શબ્દ, હાવભાવ આ સર્વ જોઈને અમરસિંહ મોહિત થયો. તે રાજપૂત સ્વારના છેવટના પ્રનને લીધે ઉત્પન્ન થયેલે કેલાહલ શાંત કરીને તેણે તે રાજપૂત સ્વારને સર્વ હકીક્ત સંક્ષિપ્તમાં કહી સંભળાવી અને હવે શું કરવું?” એ પ્રશ્ન તેને પૂછ્યું.
“ઈન્સાફની અદાલતમાં તેમના માટે ફરીયાદ કરવાથી આપને દાદ મળી શકશે. કાપાકાપી કરવાથી શે વિશેષ ફાયદે થવાનો છે?” તે રાજપૂત સ્વારે પોતાને અભિપ્રાય દર્શાવ્યા.
અમરસિંહને આ સલાહ પસંદ પડી અને તે. યવન સરદારના નામ ઠામ નેંધી લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા; પરંતુ તેટલા સમયમાં તેમના શરીર પર લાત અને પાટુના અનેક પ્રહાર થયા વગર રહ્યા નહતા.
હવે માત્ર અમરસિંહ અને તે ત્રણ રાજપૂત કે વારે ત્યાં રહ્યા. તેમણે બધાયે ઝુપડીમાં પ્રવેશ કર્યો. ઝુંપડીમાનો દેખાવ ખરેખર હદય ભેદક હતો. અમરસિંહ રાઘજીને ઓળખતે હતે. માતા, પિતા અને બાળક એ ત્રણેને સાથે મૃત્યુ પામેલાં જોઈને સંર્વના અંત:કરણ દુઃખિત થયાં.
અરે! અરે ! આવા અત્યાચાર થયા કરે ત્યાં સુધી પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com