________________
[ ૩૦] ધમ જીજ્ઞાસુ અકબર. હતું. કાજીએ મજીદ બાંધવા માટે માગેલી જમીન તેને નહિ આપવાની અરજ અમરસિ હજ કરી હતી અને આખરે તે માન્ય પણ રાખી હતી, એ વાચકે ગત પ્રકરણમાં વાંચી ગયા છે. બાદશાહ અકબરશાહ હવે સમરસિંહના નામથી પરિચીત થઈ ગયા હતા.
અમરસિંહને નમન કર્યા પછી સર્વ રાજપુતેએ બનેલ બનાવ તેને કહી સંભળાવ્ય જે ઉપરથી અમરસિંહે તે મુસલમાન સ્વારેને કંઈ પણ ઈજા કર્યા સિવાય પકડી લાવવાની આજ્ઞા આપી. એટલે સની દષ્ટી ઝુંપડી તરફ વળી; પરંતુ ત્યાંથી તે તે સ્વારો ક્યારનાએ પલાયન કરી ગયા હતા.
| શિકાર હાથમાંથી છટકી ગયેલે જોઈને સર્વ રાજપુતે નિરાશ થયા, પરંતુ થોડા થોડા માણસની ચાર ટેળીઓ કરીને અમરસિંહે તેમને જુદી જુદી દિશામાં જવાની સૂચના કરી. અમરસિંહને આ વિચાર સર્વને પસંદ પડ્યો અને તેઓ તેને અમલમાં મૂકવાની તૈયારીમાં હતા. એવામાં તે મુસલમાન સ્વારેને કેદ કરીને ત્રણ રાજપુતે ઘોડેસ્વારને ઝુંપડી તરફ આવતા જોઈને સર્વને આશ્ચર્ય થયું ને તે રાજપુત ડેસ્વાર ઝુંપડીની સમીપમાં આવી પહેચ્યા ત્યાંસુધી સર્વ તેમના પ્રત્યે એકીટસે જોતા ઉભા જ રહ્યા.
ઝુંપડીની નજીકમાં આવી પહોંચ્યા પછી પેલા ત્રણ રાજપુત ઘેડેસ્વારમાં એક સહજ આગળ આવ્યું અને સર્વને ઉદ્દેશીને બે: “અમે રસ્તે થઈને જતા હતા એટ લામાં અત્રે કેઈની કિકિઆરી સાંભળી. આથી અમે આ બાજુ તરફ અમારા ઘડા વાળ્યા, પરંતુ માર્ગમાંજ આ ચાર ઘોડેસ્વાજેની સાથે અમારે મેળાપ થયે અને તેમના ગભરાએલ વર્તન પરથી અમે તેમને પકડ્યા છે. તેમણે શું અહીં કંઈ અગ્ય કૃત્ય કર્યું છે?”
તે રાજપૂત સ્વારના પ્રતાપ પૂર્ણ અને સહાનુભૂતિ દર્શક સ્વરે ઉચ્ચારેલા પ્રનથી સર્વના અંતરમાં તેના માટે માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com