________________
સૂરિ સેવા.
[૧૮૯] લઈ જાય તે કઈ ઓછી તાજુબી નથી. ચંપા, તું ખરેખરી દેવી છે.”અકબરે ચંપા પ્રત્યે લાગણી દર્શાવી.
આચાર્યશ્રીને છેડે વધારે વખત રેકી રાખવાનો ભાર હવે જેતાશાહ તથા થાનસિંહને સેંપી દેવાનું અકબરે ઠીક ધા અને તેથી હમણાજ આચાર્યશ્રી પાસે જઈને તે નિશ્ચય કરી લેવાનું જણાવી સિને રજા આપી.
પદ્મા, ચંપાને દરવાજા સુધી વળાવવા ગઈ, ને ત્યાં ગઈ રાત્રીને ઈતિહાસ ટૂંકમાં કહીને એ સર્વ સાનુકુળતા માટે પરસ્પર હર્ષિત થઈ છુટા પડયાં.
પ્રકરણ ૨૮ મું.
સૂરિ સેવા. અબુલફજલ, અકબરની આજ્ઞા પ્રમાણે બપોરના આચાર્ય શ્રી પાસે ગયે, ત્યારે જેતાશાહ તથા થાનસિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. અને સૂરિજીને રેકાવાને અરજ કરતા હતા. એટલે અબુલફજલ આ વાત સાંભળીને ખુશી થયે. તેને લાગ્યું કે નામવર બાદશાહ સૂરિજીને રેકવાને અરજ કરવા ચાહે છે, એ હેતુ પાર પાડવામાં આ પ્રસંગ બરાબર અનુકૂળ થઈ પડશે તેમ ધારી ચાલતી વાતમાં તેણે દખલગીરી કરતાં કહ્યું. “મહારાજ, જેતાશાહ તથા ચંપાદેવી અને તેના પતિ જ્યારે આપના ચરણે આવવા માગે છે, ત્યારે આપે તેમને આદર આપે એ પહેલી ફરજ છે. આપને ગુજરાતમાં જઈને પણ ધર્મની સેવા કરવાની છે, તે તેવાં સેવાના કાર્ય માટે સેવકોની વૃદ્ધિ થ તેમાં આપે ખુશીથી રેકાવું જોઈએ. નામવર શાનશાહ આપને રોકવાને આતુર છે અને તેટલા માટે આપને મળવાનો સમય નક્કી કરવા હું આવ્યો છું. તે કૃપા કરી.... જેતાશાહના ઉત્સાહને માન આપી થોડો વખત રેકાઈ જવા નિર્ણય કરશે તેમ મારી પણ વિનંતી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com