________________
[ ૧૮૧]
કંપની દીક્ષા. મરણ પામે તે તેની બુરાઈને બદલેજ હોય તેમ ખુલું જણાય છે. સારી જહાનપર અધિકાર જમાવવામાં એજ ખુદાની કરામત અને મહેરને જ અહેસાન માનવો જોઈએ. જે એ અજબ શક્તિની મહેર ન હતી તે પડ્યા તરફ મારી ઇતરાજી છતાં તેને અત્રે મોડી રાત્રિએ પણ મારા મહેલે આવવાની બુદ્ધિજ કેમ સુજત? હીરજી મહારાજે કહ્યું હતું કે કર અને જે ” એજ કર્મને ઈન્સાફ છે, તે વાતમાં હવે મને લેશ પણું સંદેહ રહ્યો નથી. મેં પ્રાણહિંસા બંધ કરવાનું ફરમાવ્યું તેના બદલામાં મારા પ્રાણનું રક્ષણ થયું તેમ માનવું શું ખોટું છે! તેમની નેક સલાહનું આટલું ફળ જેવા પછી મારે તેમને ભુલી જવા જોઈએ નહિ.”
અકબર ગઈ રાત્રિના બનાવ ઉપર આ પ્રમાણે અવનવા વિચાર કરી રહ્યો હતે તેટલામાં અબુલફજલ, રાજા માનસિંહ અને બીરબલ ત્યાં દાખલ થયા. તેઓએ અલ્લા હ અકબર’ કહીને કુરનસ બજાવી. અકબર, આ શબ્દ કાને અથડાતાં સચેત થયો અને તેમને સામેના આસને બેસવાને ઇસારત કરતાં બે –
“અબુલફઝલ, આજે રાત્રીના મારા ઉપરથી જે આફત પસાર થઈ છે એ વાત તમે રાજા માનસિંહ અને બીરબલથી સાંભળી હશે. આ બનાવથી મને લેશ માત્ર પણ ખેદ થત નથી. પરંતુ ખુદાની અજબ શક્તિ અને નેક ઈન્સાફને માટે માન થાય છે. હીરજીસૂરિએ ભલાં કામ કરવાનું તેટલા માટે કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે બીજાના પ્રાણે બચાવતાં મારો પ્રાણ બચે છે એમ મને લાગે છે. તેથી મારી ઇચ્છા તેમને મળીને વધારે બેધ સાંભળવાની અને તેમના ઉપકારના
મરણમાં કંઈ સેવા ઉઠાવવાની થાય છે. આટલા માટે વિચાર કરવાને અત્યારે તમને બોલાવ્યા છે તે કહે, તમારે તે સંબંધમાં શું અભિપ્રાય છે?”
16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com