________________
[૫]
અણધાર્યો હુકૂમ. છે. હારી જીજ્ઞાસા માત્ર થોડાજ અને પૂછીને હું તૃપ્ત કરીશ. ત્યાર પછી તમને પુન: તમારા માર્ગે જવાની હું વિના વિલંબે આજ્ઞા આપીશ. પુત્રી ! તમે કોણ છે તે મને જણાવશો ? તમારું નામ શું?”
અકબરના વાત્સલ્યપૂર્ણ શબ્દ પુનઃ સાંભળતાં તરૂણીના હદયમાં આનંદની છોળે ઉછળવા લાગી. તેનું હૈયું ભરાઈ આવ્યું છતાં બની શકે તેટલું બળ લાવીને તે નમ્ર સ્વરે બોલી. “બાદશાહ સલામત! હારી પાસેથી શી હકીકત જાણવાની ઈચ્છા રાખે છે? હારૂં નામ ચંપા છે.”
ચંપા!”ટેડરમલ્લ તરફ દષ્ટિ કરી બાદશાહ પુનઃ ચંપા સામે જોતાં બોલ્યા. “ ચંપા, તમારું નામ છે તેવાજ તમારામાં સદ્દગુણ છે, એ જાણુને હને અનહદ આનંદ થાય છે. તમે છ મહિનાના ઉપવાસ કરવાની વાત હારા સરદાર ટેડરમલ દ્વારા હમણાજ હારા જાણવા માં આવી. આ હક્તિ સત્ય છે કે?” એટલું બોલીને ચંપા શો ઉત્તર આપે છે તે જાણવાની ઈચ્છાથી બાદશાહ ચંપા પ્રત્યે એકી સે તાકી રહ્યો.
નિર્મળ હૃદયા ચંપા નીચું વદન રાખીને બેલી, આદશાહ સલામતને હું દેવ સમાન ગણું છું. તેમની પાસે અસત્ય બોલવું એ દેવની સામેજ ઠગાઈ કરવા બરાબર છે. જહાંપનાહ જે વાત સાંભળી છે, તેમાં અસત્યને અંશ સુદ્ધાં નથી.”
બાદશાહ ચંપા પ્રત્યે એકીટસે તાકી રહ્યું હતું. તેના દઢતાપૂર્ણ અને નમ્રતાભર્યા વચન સાંભળીને તે આનંદ પામે, પરંતુ આ સાંભળીને તેના આશ્ચર્યમાં વધારે થયા વગર રહ્યો નહિ. હેટા જ્ઞાની અને કર્તવ્યનિષ્ઠ ફકીર કે સંન્યાસીઓ અને ત્યાગ કરીને ફલાહારથી પોતાનું જીવિત ટકાવી રહે છે, પરંતુ ફલાહાર અને અન્ન એ બન્નેનો ત્યાગ કરી કેવળ જળ ઉપરજ દેહ ટકાવી રાખવા અને છ મહિનાને સમય વીતી ગયે છતાં પણ તેની મુખમુદ્રા હજુ પણ પૂર્વના જેવીજ તેજસ્વી દેખાતી હતી, એ જોઇને તેના હૃદયમાં આશંકા ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com