________________
[૧૬] ધમાં જીજ્ઞાસુ અકબર. બન્યું છે. મારા જીવનક્ષેત્રમાં અનેક પ્રસંગે ધર્મબોધ માટે આપના જેવા નેક ફકીરની બહુ જરૂર જણાય છે. માટે આપઅહીંજ હમેશાં રહે તેમ ચાહું છું. શું આપને અહીં વસવામાં કંઈ અગવડ જણાય છે? કૃપા કરી આપને જે કંઈ અડચણે પડતી હોય તે જણાવશે, તે હું તેને દુર કરવાને પ્રયત્ન કરીશ” અકબરે હીરવિજયસૂરિને વિનય ભાવે પૂછ્યું.
નહિ, બાદશાહ અમારે સાધુને જગતની કોઈ જંજાળ આડે આવી શકતી નથી. તે પછી તમારા પાસે રહેવામાં કંઈ અગવડે નડતી હશે તેમ આપે માનવાને કે ચિંતા કરવાને જરૂર નથી. પરંતુ અમારે એકજ સ્થળે સ્થિરવાસ કરવાની અમારા ધર્મમાં મના છે અમારે ઘરબાર કે સગા સંબંધીને સ્નેહ ક્ષણિક અને માયાવી જાણીને ત્યાગવા છતાં ઈતર વસ્તુમાં મમત્વ શા માટે જોઈએ? અમારું કામ તેભૂતમાત્રથી નિરાળા રહી આત્મકલ્યાણ સાધવાનું છે, ને તેમ કરતાં બની શકે તેટલું જનકલયાણ કરવાનું છે. તે પછી અહીં સ્થિર રહેવું, તે અમારા આચાર બહારની વાત છે. આપજ વિચાર કરે, કે મારા અહીં નિત્યના વસવાટથી તમારા સાથે રાગ વધે, તમારા બહુમાનથી મદને અવકાશ રહે અને સ્થિર શાંતિથી પ્રમાદ ઘર કરે; એટલે અમે જે જે શત્રુઓને નાશ કરવાને સાધુ થયા છીએ તેજ બલાઓને અમે હાથે કરીને નોતરૂં કેમ આપી શકીયે?
અમારે તે હિંસા, મૃખાવાદ, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી દુર રહેવાનું છે. રાત્રીજન ન કરવું, પૃથ્વી, પાણી, તેજ, વાય, વનસ્પતિ, અને ત્રસ જીવેને તકલીફ ન પડે એ અમારે જેવાનું છે. રાજપીંડ અમારે ન કરે, તે રાજાને પ્રેમ ક્યાંથી જ કલ્પી શકે? કાંસા કે ધાતુપાત્ર, પલંગ એવા મોહના કે આરામના સાધનો અમારે શું કામનો ? ગૃહસ્થના ઘરે પણ * આ બાબતમાં ઋષભદાસ કવિએ લખ્યું છે કે
સ્ત્રી પહિયર વર સાસરઈ સંયમિયા સહિવાસ;
એ ત્રિને અલવામણું, જે મંડઇ ચિરવાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com