________________
[૧૧૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. કમળ અને જીર્ણસિંહના સંવાદથી તેને સહજ કંટાળો આવ્યો. પૃથ્વીસિંહ માટે કમળાની કાળજી જોઈને તે પતાના મનમાં ચઢાવે. પૃથ્વીસિંહને તે પિતાના પ્રિયપાત્રના ' પ્રતિસ્પદ્ધિ તરીકે માનવા લાગ્યા. પૃથ્વીસિંહ કોણ?દરબારમાં તેનું આટલું બધું વજન શાથી? તે કયાં રહે છે? પિતાના નિવાસસ્થાન સંબંધીની માહિતી તે કોઈને કેમ આપતું નથી? વગેરે બાબતેના વિચારની ચળવિચળ તેના મનમાં અત્યારે ચાલી રહી હતી.
આ વખતે મેદાનમાં બીજા વૃક્ષ નીચે કાજી પિતાના એક માણસ સાથે ઉભે હતું. તેણે પિતાના હાથમાંની માળા ફેરવતાં એકવાર મેર દષ્ટિપાત કરીને પોતાના સાથીદારને કહ્યું:-“ગઈ કાલે રાત્રિએ જુલેખાં અને ફાજલ ભયરામાંથી પલાયન કરી ગયાં છે. માટે હવે આપણે પડદે ખુલે તે પહેલાં કંઈક કરવું જ જોઈએ?”
પણ તે છોકરી બુદ્દાને લઈને કેવી રીતે હારી ગઈ?”
“તે ગમે તેમ હોય !” પિતાના સાથીદારના પ્રટનને વિશેષ મહત્વ નહિ આપતાં કાજી બેઃ “આજે અકબરને આપણે હાથ બતાવો જ જોઈએ. કારણ કે તેઓ અવશ્ય આપણું કારસ્થાન ઉઘાડું પાડ્યા વગર રહેશે નહિં એવી હવે ભીતિ લાગવા માંડી છે. ગફુર હારે હારું આટલું કાર્ય કરવું જ જોઈએ.”
“પણ ખુદ બાદશાહને અલ્લાના અંશરૂપ અકબરને!” ગફર પોતાના હાથમાંની કટારી પ્રત્યે તાકી રહેતા ધીમે સ્વરે બેલ્યો. તેનું સોંગ કંપી ઉઠયું.
શું કહે છે ? બાદશાહ અલ્લાને અંશરૂપ છે!” કાજી આવેશપૂર્ણ સ્વરે બોલ્યા: “સ્વધર્મને નાશ કરવા ઉક્ત થયેલા અકબરને તું અલાનો અંશ માને છે કે?નહિ, બીલકુલ નહિ. અલ્લાએ જહને આ આજ્ઞા કરી છે. ” એટલું બોલીને પિતાના બલવાની અસર ગફુરના મનપર કેવી થઈ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com