________________
[ ૧૦૮ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
હું હુવેથી તેવી મામતમાં પડવા ઇચ્છતા નથી. મ્હનેતેસ્ત્રી કાઇ પવિત્ર દેવી સમાન લાગે છે.” સલીમ એટલુ બોલીને માન રહ્યો. જગતમાં કેટલાંક મનુષ્યા એવાં હેાય છે કે જે કેવળ પોતાના સ્વાર્થ સાધવાની ખાતર અનેક નિર્દોષ વ્યક્તિઓના ગળા રેસવામાં પણ પાછી પાની કરતાં નથી. એવા નોચ મનુચેાની દૃષ્ટિ પેાતાના જ સ્વાર્થ તરફ વળે છે. મેટા માણસાની ખુશામત કરીને પેાતાના સ્વાર્થ સાધી લેવા માટે તેઓ નિર તર તૈયાર જ રહે છે. ગમે તેવાં ભયંકર પાતકાથી પણ તેવાં મનુષ્યા સહેજ પણ આંચકા ખાતાં નથી. જમાલ એક નીચ મનુષ્ય હતા. ખરૂ કહીએ તેા શાહજાદા સલીમને દુરાચારી બનાવવામાં તેના જ મુખ્ય હાથ હતા. શાહજાદા સલીમ ભેાળા સ્વભાવના તેમ જ પાપભીરૂ હતા. અને તેથી જ જમાલ ક઼ાખ્યા હતા. પરંતુ સલીમના સ્વભાવ હઠીલે।—જક્કી હતા, એ વાત જમાલ સારી રીતે જાણતા હતા. જ્યારે અમુક કાર્ય નહિ કરવાની તે હઠ પકડતા ત્યારે જમાલ તે વાત એટલેથી જ ટુંકી કરી નાંખતા હતા. કારણકે શાહજાદાની આજ્ઞા વિરૂદ્ધ વવાની તેનામાં શક્તિ નહેાતી.
ત્યારપછી સલીમ કપડાં પહેરીને તૈયાર થયા અને રાજમહાલયની બહાર ચાલ્યા ગયા.
*
ધીમે ધીમે સ્હાંજના ચાર વાગ્યાના સમય થયા. જે મેદાનમાં મુસલમાન ઘેાડેસ્વારાને શિક્ષા કરવાની હતી, ત્યાં માણસેાની મેદની ભરાવા લાગી. મેદાનની વચ્ચેાવચ્ચ એક સુંદર ગાલીચા મીછાવવામાં આવ્યેા હતેા. તેમજ ત્યાં પુરસીએ હારબંધ ગોઠવી દેવામાં આવી હતી. મધ્યભાગમાં ખાઃશાહ અકબર માટે એક સિહાસન ગાઢવી દેવામાં આવ્યુ હતું અને સિંહાસનની જમણી માજુમાં શાહવદા સલીમ માટે તથા ડાખી બાજુએ બીરબલની ખુરસી રાખી હતી, ને તે પછી રાજા માનસિંહ વગેરેની ખુરસી ગાઠવવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
"