________________
[ s ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
આ રકઝક ચાલતી હતી, ત્યારે ચ પાના ઓરડાના દ્વારની આજીએ બહારના ભાગમાં એક વ્યક્તિ લપાઈને ઉભેલી હતી. સલીમની સ્વચ્છંદતા જોઈ તેણે પેાતાની સમશેર પર હાથ ભૂખ્યા અને જેવા સલીમ ચંપા તરફ ધસ્યા એટલામાં તેણે એકદમ અંદર ધસી આવી સલીમના શરીર પર જોસ પૂર્વક એક ઢાંસા લગાવી દીધા કે તરતજ તે જમીન પર પટકાઇ પડયા, ચંપા પણ ભયને લીધે ગભરાઈને ધરણી પર ઢળી પડી અને બેશુદ્ધ થઈ ગઈ.
સલીમ પણ અલ્પ સમયમાં જ એઠા થઇ ગયા અને ઉભા થઈને જુએ છે તે તેણે પોતાની સામે પેાતાના પિતાને ઉભેલા જોયા. “ યા અલ્લા, ખુદ બાદશાહુ ” એટલુ ધીમે સ્વરે એલીને તે શરમથી નીચું જોઇ રહ્યો.
'
66
કુલાંગાર ! ” અકબર ગાજી ઉઠ્યો: “ જા, ત્હારૂં કાળું કર ! દેવી સમાન પવિત્ર સ્ત્રી પ્રત્યે દષ્ટિ કરતાં હ્યુને સહજ પણ શરમ ન આવી. નીચ, અહીંથી સત્વર ચાલ્યેા જા ! ” સલીમ ત્યાંથી કંપતા ક ંપતા ચાલ્યા ગયા. અકબર વિચારમગ્નાવસ્થામાં ઉભા હતા, એટલામાં તેને કઇક યાદ આવ્યું. તે ઓરડાના દ્વાર પાસે આવ્યો અને બુમ પાડી ઉઠ્યો: ફાતમા ! ફાતમા !
""
''
(6
“ જી, હુજૂરે આલિ ” કરતી ફાતમા દોડી આવી અને બાદશાહને ઘુટડીએ પડીને કુર્નિસ મજાવી.
પર
ફાતમા ” અકબર તેના પ્રત્યે ધગધગતા અવાજે ખેલ્યા. “ મ્હારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર યાતા તે પ્રત્યે બેદરકારી ખતાવનારને હું વિના વિલ ંબે શિરચ્છેદ કરૂ છું એ વાત તુ જાણે છે કે ? ”
cr
હાજી જહાંપનાહ ! ” ફાતમા નીચુ જોઇ રહી.
“ ત્યારે સલીમે અહિં શી રીતે પ્રવેશ કર્યાં ? ”
66
હું અલ્લાના કસમ ખાઈને કહું છું કે આ બાબતમાં મ્હને કંઇ જ ખબર નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com