________________
[૨૦]
ધમ જીજ્ઞાસુ અકબર.
- ચંપા સલીમના ઉગારે સાંભળીને ભય પામી. સલી. મના દુરાચારી વર્તનની તેને થોડી ઘણી માહિતી પણ હતી. ખુદ બાદશાહ પણ પિતાના દુરાચારી પુત્રથી અંસતુષ્ટ રહેતા હતે એ વાત અકબરની પ્રજામાં ફેલાવા પામી હતી. અકબરે પિતાના માટે આવું સુરક્ષિત ગૃહ પસંદ કર્યું હતું છતાં પણ સલીમ અહીં કેવી રીતે આવી શક્યા, એ ચંપાથી હમજાયું નહિ. પાપાત્માની પાપેચ્છા હવે તે કળી ગઈ. સલીમ પ્રત્યે તિરસ્કારસૂચક દષ્ટિ ફેંકતી તે બોલી: “શાહજાદા ! મહને રાજમહાલય નિવાસિની બનાવવાના પ્રયત્નમાં તમે ફાવી શકનાર નથી.”
“ચંપા હું હારા પર કેઈપણ પ્રકારને જુલમ ગુજારવાની બિલકુલ ઈચ્છા રાખતા જ નથી. જે, મહારું કહેવું સાંભળી લે. હારા જેવી એક સન્દર્યમયી તરૂણીએ આવા ઉગ્ર તપાચરણ કરીને શામાટે આ સુકુમાર દેહકળીને સુકાવી દેવી જોઈએ?”
“કુમાર ! હુને સંસાર સુખની લેશ માત્ર પણ સ્પૃહા નથી. તમે હિંદના ભાવિ શહેનશાહ છે. પોતાની પ્રજાને પુત્ર-પુત્રીવત્ ગણવાં જોઈએ એ પ્રત્યેક રાજકર્તાને ધર્મ છે.”
હું હારી પાસે ઉપદેશ સાંભળવા આવ્યો નથી. બોલ, હારી સાથે પ્રણયગ્રંથિથી જોડાઈને તું હારું જીવન ધન્ય કરી શકે નહિ?”
સલીમ ! તમે એક શાહજાદા તરીકે તમારા ધર્મને ભૂલે છે. હું હજી પણ વિનવું છું કે આ મિથ્યા ભ્રમને દૂર કરી દઈ અત્રેથી ચાલ્યા જાઓ, તેમાં તમારું હિત છે.”
એમ” સલીમ ડેળા ઘુરકાવતે બોલ્યા: “ચંપા! વિચાર કર; હિંદના ભાવિ શહેનશાહની ઈચ્છાનો અનાદર કરવાથી કેવાં માઠાં પરિણામ આવે છે તેનો વિચાર કર. હજી પણ વખત વહી ગયે નથી. સલીમશાહના ઝનાનખાનામાં રહે વાથી કેવાં સુખ પ્રાપ્ત થાય છે તેને વિચાર શું તું નહિ કરે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com