________________
એકાન્તવાસમાં આપત્તિ દર્શન. [૯] ત્યારે કંઈ પણ પ્રાણુના હદયને દુઃખ ન થાય એવું જીવન ગાળવું એ જ તમારા ધર્મને સાર છે ને ?”
અલબત્ત.”
ત્યારે તમારા લીધે કેઈપણુ મનુષ્ય-પ્રાણી દુઃખિત થતું હોય તે તમારે તેનું દુઃખ ટાળવું તે તમારો ધર્મ ખરે કે?”
મારા લીધે?—હું કેઈને દુઃખ આપવામાં કારણભૂત હાઉં તે તે માટે મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ.”
ત્યારે તમારા લીધેજ દુઃખ પામતી વ્યક્તિનું દુઃખ દૂર કરવાનું વચન આપે તે તે વાત હું તમને જણાવી દઉં.”
પરંતુ કેઈપણ વાતને મર્મ જાણ્યા સિવાય હું વચન કેમ આપી શકું? તમે સ્પષ્ટ રીતે જે કહેવાનું હોય તે કહે એટલે હું હારાથી બનતું કરીશ.”
હું” પેલી વ્યક્તિ ડીવાર કંઈપણ બોલ્યા સિવાય ઉભી રહી. અને સ્વગત વિચારવા લાગી. “આ આમ સહેલાઈથી માની જાય તેમ લાગતું નથી. ઠીક છે, અને ત્યાં સુધી તે સમજાવીને કામ લઈશ. નહિતર પછી–એટલું વિચારતાં વિચારતાં તેની મુખમુદ્રા રક્તવર્ણ થઈ ગઈ. | ચંપા શાન્ત ચિત્તે ઉભી ઉભી તે વ્યક્તિની ચર્ચા જઈ રહી હતી. પોતાની સામે ઉભેલી વ્યક્તિના સંબંધમાં તેના મનમાં વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક થતા હતા. ઘડીમાં તે તેના સામે જેતી હતી તે વળી ઘડીમાં તે નીચું જોતી હતી. પરંતુ એટલામાં પોતાની સામે ઉભેલી વ્યક્તિએ પોતાના અંગ પર શ્યામવર્ણ ઝબ્બે કાઢી નાંખે. તેને જોતાની સાથે જ ચંપ ગભરાએલા સ્વરે બોલી: “કેણ, શાહજાદા સલીમ? અત્યારે આમ એકાન્તમાં હારી મુલાકાત લેવાનું કંઈ પ્રજન?”
પ્રોજન એજ કે હારા જેવી એક સન્દર્યમયી રમણને આ દુઃખદાયક કારાગ્રહવાસમાંથી મુક્ત કરીને તેને રાજમહાલય નિવાસીની બનાવવા ચાહું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com