SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું તે વખતનું પૂના. તે વખતનું પૂના એ આજના પૂના જેવું નહતું. પૂનાને તે વખતનો દેખાવ કંઈ જુદા જ પ્રકારને હતે. આજ આશરે પોણા બે લાખની વસ્તીવાળું પૂના શહેર તે વખતે તે મૂઠા નદીની જમણી બાજુએ આવેલા કેટલાક ઝુંપડાઓનું બનેલું હતું. આ ઝુંપડાઓની વસ્તીથી આશરે એક માઈલને છે. મૂઠા અને મૂળાને સંગમ હતે. શિવાજીના બચપણમાં પૂના એ તે તદ્દન નાનું ગામડું હતું. તે જમાનામાં અહમદનગર, બિજાપુર અને મુગલ બાદશાહતને ઝગડે, મલીકબર, સિંહાજી અને ખાનઝમાનની ઝપાઝપીઓ, એક સત્તાને બીજી સત્તા સાથેનો વિગ્રહ, એક બાદશાહના સરદારને બીજા રાજ્યના સરદાર સાથે વિરોધ, દક્ષિણની આબાદીના જબરા દુશ્મન નીવડ્યા હતા. એક બીજાની પ્રજાને સતાવવાની, રંજાડવાની, દુખ દેવાની, કનડવાની તેમણે અખત્યાર કરેલી રીતને લીધે આખો દક્ષિણ દેશ ખરાબખસ્ત થઈ ગયો હતો. દુશ્મનનાં ધાડાં પાકને નાશ કરવા તથા તૈયાર થયેલા પાકને લૂંટવા ક્યારે ઊતરી પડશે એ કાઈ જાણતું નહિ. તીડનાં ટોળાંની માફક એકદમ આ કાળ તીડ એકાએક ઊતરી પડતાં અને જે ગાળામાં એમનાં પગલાં પડતાં તે ગાળાને તે વરાન કરી મૂકતાં. આવી સ્થિતિ હોવાથી દક્ષિણના મુલકમાં ખેડૂત મન મૂકીને ખેતી કરી શકતો ન હતો. દરેક ખેડૂતને અને પ્રજાના બીજા બીનખેડૂત માણસને પણ જીવન મરણની ચિંતા સતાવી રહી હતી. તે જમાનામાં પોતાના ખેતરમાં સુંદર, આંખને ઠારે એ પાક ઉછેર એ ખેતર ઉપર અને ઘર ઉપર - તથા બાળબચ્ચા ઉપર ભારે સંકટને આમંત્રણ કરવા જેવું હતું કારણ કે ખેતરમાં સુંદર પાક નજર પડે કે દુશ્મનનાં લશ્કરી માણસેએ એ ખેતરનો પાક લૂંટી લઈ વેરાનખેરાન કર્યું જ સમજવું. ખેતરની ખરાબી અને પાકની પાયમાલી કરીને જ દુશ્મને સંતોષ પામતા નહિ પણ ખેતરના માલીકને મારી નાંખતા. કેટલીક વખતે મુસલમાન સરદારના સિપાહીઓ ખેતરને ખરાબ કરીને અને તેમના માલાકને મારી નાંખીને પણ જપતા નહિ. તેમને સતિષ થતો નહિ. એટલે બધા અત્યાચાર અને જુલમ કર્યા પછી પણ એ લેહી તરસ્યા જુલમગારની તરસ છીપતી નહિ. એવા અત્યાચારીઓ તે એ ખેતર ખેદાનમેદાન કરતા તથા માલી કેને મારી નાંખતા. ઘરમાં દાણે દુણી લૂંટી જતા, ચીજ વસ્તુ વિષ્ણુ જતાં અને એથી પણ વધારે ઘાતકી કત્યો કરવા એ અત્યાચારીઓ ચૂકતા નહિ. ગામના નાના - બાળકે છોકરા અને છોકરીઓને પણ એ પકડી જતા. આ દુખના ડુંગર બિચારા ગામડાના લેકે ઉપર તૂટી પડતા. ઉપર જણાવેલા અત્યાચાર અને જુલમોને પણ ઘડીવાર ભુલાવે એવા, માણસને કંપારી છુટે એવા, ઠંડામાં ઠંડા માણસને પણ સાંભળતાની સાથે લેહી ઊકળી આવે એવા બંદ કત્યો કરી ઘાતકીપણું ગુજારવામાં આવતું. ગામની જુવાન છોકરીઓને અને પરણેલી સ્ત્રીઓને બળજબરીથી ઘસડી જતા, તેમને જોર જુલમથી વટલાવી મુસલમાન બનાવતા. આવી પડી ગયેલી સ્ત્રીઓ ઉપર દુષ્ટો જાસ્તીગુજારતા. અહમદનગરના સ્થાપકના પિતા અને ગોવળકાંડાના પહેલા રાજાને બહુ જ બળજબરીથી કેદ પકડીને જોરજુલમથી મુસલમાન બનાવવામાં આવ્યા હતા ( કિ કેડ. પારસની સ. ૧૨૭). હૃદયને ખનારા, કલેજાને કરનારા અને મગજના લેહીને ઉકાળનારા તે જમાનાના કેટલાક ધમધોએ ગુજારેલા અત્યાચાર અને જુલ્મોનું વર્ણન અત્રે ન આપતાં જે લખ્યું છે તે ઉપરથી જ તે જમાનાની કલ્પના કરી લેવા અને વાચકોને વિનંતિ કરીએ છીએ. તે જમાનાના મહારાષ્ટ્રમાં એક સંસારી હિંદુનું જીવન બહુ દુખી અને દયા ઉપજાવે એવું હતું. હિંદુ ગૃહસ્થના ઘરમાંથી તેની જુવાન સ્ત્રીને બળજબરીથી ઊંચકી જવી અથવા ખેંચી જવી, તેને જોર જુલમથી વટલાવવો, તેની મરજી વિરુદ્ધ તેને મુસલમાને ભ્રષ્ટ કરે. બીબી બનાવે એ બનાવે છે તે જમાનામાં સહજ વાત જેવા થઈ પડ્યા હતા. આવી રીતે કેટલાયે હિંદુઓનાં ઘર ભાંગી એમના સંસારની ધૂળધાણી કરી કેટલીયે હિંદુ બાળાઓને મુસલમાનોએ જાલમથી ભ્રષ્ટ કરી હતી. શિવાજીના જમાનાના મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શ્રી રામદાસ સ્વામીએ તે જમાનાના મહારાષ્ટ્રના હિંદુનું ગૃહજીવન ચીતર્યું છે તેનો ખ્યાલ નીચે ની લીટીઓ ઉપરથી વાચકને આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy