SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું ] છે. શિવાજી ચરિત્ર સિંહાના કામથી પૂર્ણ સંતોષ થયો. આ ચડાઈમાંથી પાછા ફર્યા પછી સરદાર રણદુલ્લાખાને બાદશાહ આગળ સિંહાજીનાં ખૂબ વખાણ કર્યા અને આવા વીર યોદ્ધાની કદર કરીને તેને પિતાને કરી રાખો જોઈએ એવું એણે તથા મુરારપતે આગ્રહથી કહ્યું. બાદશાહે સિંહાજીના શૌર્યની કદર કરી અને તેને કર્ણાટકમાં કોલ્હાર, બંગલોર, ઉસકેટ, બાલાપુર અને શીરે એ પાંચ પ્રાન્ત, કવ્હાડ પ્રાન્તમાં ૨૨ ગામની દેશમુખી. ઈન્દાપુર, બારામતી અને માવળ ભાગમાં કેટલાક મુલકની જાગીરી વગેરે આપી. કર્ણાટકમાં કરેલા દિગ્વિજયથી પ્રસન્ન થઈ બિજાપુર બાદશાહે સિંહાને કર્ણાટકમાં બેંગલોર વગેરે જે મુલક આપ્યો તેની વાર્ષિક આવક પાંચ લાખ હેનની હતી. આવી રીતે બિજાપુરની બાદશાહતમાં સિંહાજીનો પ્રભાવ પડ્યો (મ. રૂિ. ૧૫૭). દરબારમાં ઘણું સરદાર એની તરફેણમાં હતા. પણ સિંહાજીની જિંદગીમાં જ્યારે જ્યારે એના વિજયનાં વખાણ થયાં છે ત્યારે ત્યારે તેજોદ્વેષ અને ઈર્ષાથી એના દુશ્મન ઊભા થયા છે. આ વખતે બિજાપુર દરબારમાં પણ એમ જ બન્યું. બિજાપુર દરબારમાં સિંહાજી તેષ કરનાર સરદાર ઘેર પડે અને અફજલખાન ભટારી, દાવ આબે વેર વાળવા કટિબદ્ધ થઈ તૈયાર જ રહ્યા હતા. ઈ. સ. ૧૬૩૮ ની સવારીમાં ૨-૩ વરસ ગાળ્યા બાદ રણદુલ્લાખાન બિજાપુર પાછો આવ્યો અને સિંહાજી જ કર્ણાટકમાં બિજાપુર બાદશાહને મુખ્ય અમલદાર રહ્યો. શરૂઆતમાં સિંહા બેંગલેરમાં રહેતા હતા અને પછી બેંગલરથી બદલીને કેલાર રહેવા ગયે. સિંહાએ કર્ણાટકને સુવ્યવસ્થિત કરવાનું કામ હાથમાં લીધું. એ મુલકમાં ખૂબ અસંતોષ અને અવ્યવસ્થા ફેલાઈ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં અમલમાં આવેલી જમીન મહેસૂલની પદ્ધતિ એ પ્રાન્તમાં સિંહાજી દાખલ કરવા ઈચ્છતા હતા. સિંહાએ કામને માટે મહારાષ્ટ્રમાંથી દેશમુખ, દેશપાંડે, કુળકણું, કારકુન, શિરસ્તેદાર વગેરે માણસે એ પ્રાન્તમાં લઈ ગયો હતો. જે તક મળી જાય અને સમય અનુકુલ થઈ જાય તે કર્ણાટકમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપી દેવાની સિહાજીની ઈચ્છા હતી ( મ. રિ. ૧૫૮), કર્ણાટકની પ્રજા તરફ સિંહાએ ખૂબ માયા બતાવી હતી. એ ગાળાની પ્રજા સિંહાજી ઉપર ફીદા હતી. સિંહાજી ધન સંચય કરવાના કામમાં જરાપણુ ઢીલો કે કાચ નહતો પણ એ એ કુશળ અને હિકમતી હતો કે એ પ્રજાને દુભાવ્યા સિવાય, એમને દુખ દીધા સિવાય, પ્રજાને રાજી રાખીને ધન સંચય કરતે. સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની સિંહાજીની ઉત્કટ ઈચ્છા હોવા છતાં ઉતાવળા થઈને એણે એ સાહસ ખેડીને ભવિષ્ય બગાડયું નહિ એમાં જ એની દીર્ધદષ્ટિ દેખાઈ આવે છે. અનકળ સમય ન આવવાથી સિંહજીએ એ ગાળામાં સ્વતંત્ર રાજ્ય ના સ્થાપ્યું. એની ઉત્કટ ઈચ્છા એના પુત્રે પૂરી કરી. ૬. થોડી જરૂરી માહીતિ અને તે વખતનું પૂના ચરિત્ર નાયકની બાળલીલા અને બચપણનાં ક જાણતાં પહેલાં તે સમયની પૂનાની સ્થિતિ જાણવી જરૂરની છે. પાછલા પ્રકરણમાં જણાવવામાં આવ્યું હતું કે સિંહાજીએ પિતાની જાગીર પૂના મૂકામે એના વિશ્વાસુ નિમકહલાલ કારભારી દાદાજી કેન્ડદેવની દેખરેખ નીચે પિતાની સ્ત્રી જીજાબાઈ, તેની એક છોકરી અને આપણું ચરિત્ર નાયક તે વખતના બાળક શિવાજીને રાખ્યાં હતાં. સિંહાજીના કુટુંબનાં બીજા માણસો તે તેની પાસે જ રહેતાં પણ આ ત્રણ જણ સિંહાની પાસે જતાં આવતાં પણુ રહેતાં તે પૂનામાં જ. ચરિત્ર નાયકને જન્મ ઈ. સ. ૧૬૨૭ માં શિવનેરી કિલ્લામાં થયા પછી ઈ. સ. ૧૬૭૭ સુધી જીજાબાઈ એને લઈને મહારાષ્ટ્રના જુદા જુદા કિલ્લામાં રહી હતી. પછી ચરિત્ર નાયક પૂનામાં રહ્યા અને જે પૂનામાં સ્વામિનિણ દાદાજી કેનદેવની દેખરેખ નીચે તેમને તાલીમ મળી તે પૂના તે વખતે કેવું હતું, તેની વસ્તી કેવી હતી, આબાદી કેવી હતી વગેરે બાબતે જાણવાની વાચકેને સહજ ઈચ્છા થાય તેથી તેને ચિતાર બહુ જ ટૂંકમાં નીચે આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy