SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ કર છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સું પશુ હજી આપની મદદની જરુર છે. દિલેરખાન બિજાપુરના કાટની તદ્દન નજીક આવી પહોંચ્યા છે અને જો આપની કુમક ન આવી પહોંચે તા વિપરીત પરિષ્કામ આવશે. આ પ્રસંગ આણી ખાણીના છે. આદિલશાહીની મદદ કરવા આપ તરત જ તાકીદે ભારેમાં ભારે મદદ મેાકલા તે જ પરિણામ રૂડું આવશે. અમને તેા ગળા સુધી પાણી આવી પહેાંચ્યું છે. અમારા હૃદયની વેદના માલીક સિવાય બીજો કાઈ નહિ કલ્પી શકે. ' શિવાજી મહારાજના મન ઉપર આ પત્રથી બહુ ઊંડી અસર થઈ. મહારાજ આગલાં પાછલાં વેર ભૂલી ગયા હતા અને આદિલશાહીને બચાવવા માટે મનથી પ્રયત્ન કરી રહ્યા હતા. એમણે બિજાપુર બચાવવા માટે તૈયારી કરી અને મેરેાપત પિંગળેને માટું લશ્કર (પાયદળ) આપ્યું અને બિજાપુરની દિવાલા નજીક બહાર છાવણી નાંખીને પડી રહેલા . મુગલ દળ ઉપર હલ્લે કરવાના હુકમ આપ્યા. હુબીરરાવ મેહિત સંગમનેરના સંગ્રામમાં ધવાયા હતા તે સહેજ સારા થયે હતા. એને ધાડેસવારની પલટણ આપી મારાપતની સાથે બિજાપુર તરફ જવા ફરમાવ્યું. મહારાષ્ટ્રના માનીતા, મરાઠા લશ્કરના મહારથી બિજાપુરને ઘેરામાંથી છેડાવવા, દુશ્મનના જડબામાંથી બહાર કાઢવા અને નાશના ભયમાંથી મુક્ત કરવા મહારાજના ફરમાનને શિરે ચડાવી બિજાપુર તરફ ચાલ્યા. મહારાજ તે પન્હાળા તરફ જવા નીકળ્યા. પન્હાળે જતાં રસ્તામાં એમને યુવરાજ શ`ભાજી મહારાજ નાસીને મુગલા પાસે ગયાના દુખદ સમાચાર મળ્યા. ૩. યુવરાજ શંભાજી દુશ્મનાના ઢાસ્ત થયા. શભાજી મહારાજ એ રાણી સઈરાખાઈથી થયેલા શિવાજી મહારાજના પાટવી કુંવર હતા એને યેાગ્ય શિક્ષણ આપી નમૂનેદાર રાજા બનાવવા મહારાજે બહુ પ્રયત્ના કર્યા હતા પણ મહારાજના ઉજળા નામને દિપાવે એવા આ પાટવી કુંવર ન નીકળ્યેા. પિતાને વૃદ્ધાવસ્થામાં આ પુત્ર દુખદાતા નીવડયો. વૃદ્ધાવસ્થામાં પિતાને દુખ દેનારા પુત્રા મુગલ વંશમાં એક પછી એક ધણા પાયા. અકબરને તેના દીકરા જહાંગીરે બહુ દુખ દીધું હતું જ્યારે એને વખત આવ્યા ત્યારે એને શાહજહાને સતાવ્યો અને શાહજહાનને તેનાં કૃત્યોને બદલે તેના પુત્ર ઔર'ગઝેબે તેને બંદીવાન કરીને આપ્યા. ઔર'ગઝેબને પણ એના દિકરા અકબરે સતાવ્યા. પિતૃદ્રોહી પુત્રા મુગલવંશમાં ખૂબ પાકયા, મરાઠાના ઇતિહાસમાં પુત્ર પિતૃદ્રોહી પામ્યાના શભાજીના આ એકજ દાખલા છે. આ દુર્ગુણુ એનામાં ક્યાંથી આવ્યે તે કાણુ જાણે ? સેનાની થાળીમાં રૂપાની મેખની માક શ'ભાજી શિવાજી મહારાજને હતા. આ યુવરાજ શંભાજી મહારાજથી નારાજ થઈ ને પન્હાળેથી નાસીને દિલેરખાન પાસે ગયે।. આમ નાસી જવાનું કારણ જાણુવા વાંચકો બહુ આતુર હેય એ સ્વાભાવિક છે એટલે નીચે એનું કારણ આપવામાં આવે છે. પુત્રને સદાચારી, સદ્ગુણી અને વિવેકી બનાવવાના મહારાજે બહુ પ્રયત્ને કર્યો પણ એ બધા પ્રયત્ના મિથ્યા નીવધ્યા. ભવિષ્યમાં શંભાજીરાજા વિષયી અને ઉન્મત્ત નીવડશે એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. અને સત્સંગથી સુધારવાના હેતુથી ઘણી ફેરા મહારાજ એને સંતસમાગમ કરાવતા પણ એના ઉપર જરાએ અસર થઈ નહિ. એક વખતે રાજમહેલમાં હળદર કંકુને સમારંભ હતા. કિલ્લા ઉપરની સર્વે સુવાસિનીઓને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. અમલદારા, અધિકારી, સરદારા અને પ્રજામાંના નામાંક્તિ તથા પ્રસિદ્ધ માણસા અને આગળ પડતા પુરુષાના ઘરની સૌભાગ્યવતી શ્રિયા આ હળદર કંકુ લેવા માટે મહેલમાં આવી હતી. હળદર કંકુ માટે આવેલી સ્ત્રિયામાંની એક બ્રાહ્મણ યુવતી બહુ દેખાવડી હતી. એનામાં લાવણ્ય તરી આવ્યું હતું. તારૂણ્ય છલકાઈ રહ્યું હતું. આ દેખાવડી, ખૂબસુરત, માહક અને નાજુક કામિની વિનયથી અધિક શાભી રહી હતી. આવી આક યુવતી જોઈ શભાજીની મતિ બગડી. એ દાનત ભ્રષ્ટ થયા. એ પાગલ બની ગયા. એ સ્ત્રીને એ પેાતાના દિવાનખાનામાં લઈ ગયા અને એના ઉપર બળાત્કાર ગુજાર્યું. આ અત્યાચારની વાત જ્યારે મહારાજના સાંભળવામાં આવી ત્યારે એમને વીજળીના આંચકા લાગ્યા. એમને ભારે આધાત પહેાંચ્યા. એમણે શભાજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy