SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ સું] છે. શિવાજી ચરિત્ર મહારાજને આ પ્રસંગે ગળામાંના ડેરા જેવા થઈ પડ્યો. બન્ને તરફના સિપાહીઓએ સામસામી કતલ ચલાવી હતી. સ`ગમનેરના સગ્રામ બહુ ખૂનખાર થઈ પડ્યો. મુગલ અને મરાઠાઓએ એકબીજા ઉપર જખરા હલ્લા કરવા માડયાં. દરેકના ખળની, યુક્તિની અને સમરકૌશલ્યની કસોટી થઈ રહી હતી. અન્ને તરફના સંખ્યાબંધ સિપાહીએ રણમાં પડયા ને ખરી કતલ ચાલી. સૂર્યાસ્ત થતાં લડાઈ બંધ થઈ પણ કાઈ જાતનું પરિણામ ન આવ્યું. રાત્રે શિવાજી મહારાજે પેાતાના લશ્કરને ખુબ શૂર ચડાવ્યું. રણમસ્તખાને પણ સિપાહીઓને ઉત્સાહ ચડાવ્યો. સવારે પાછી લડાઈ શરૂ થઈ. રણમસ્તખાને મરાઠા લશ્કરની પાછળ હલ્લા કર્યાં. સીધાજી નિબાળકરે એના સામનેા કર્યાં. આ લડાઈમાં સીધેાજીએ પાતાના શૌર્યંની અને ક્ષાત્રતેજની પેાતાના અને દુશ્મનના માણુસેને ખાતરી કરી આપી. ત્રણુ દિવસ સુધી આ લડાઈ ચાલી. ત્રીજે દિવસે સીધાજી રણમાં પડવો, ખીજે દિવસે શિવાજી મહારાજ પાતે પાતાના માણસા સાથે તૂટી પડચા. પોતાના માલીકને લડતા જોઈ મરાઠાએ ઉમ`ગી બનીને જંગમાં રંગે ચડ્યા. ભારે કતલ શરૂ થઈ. ત્રીજે દિવસે પણ મરાઠાઓએ મુગલ લશ્કર ઉપર બહુ ોરના ધસારા કર્યાં અને દુશ્મનને છક્ક કરી દીધા. આ સંગ્રામમાં સીધેાજી પવાર રણમાં પડયો અને હુબીરરાવ ધવાયા. 本 રણમસ્તખાનની મદદે મિરઝારાજા જયસિંહના પૌત્ર કેસરીસિંહૈં અને સરદાર ખાન આવે છે એવા સમાચાર મહારાજને મળ્યા. એવું કહેવાય છે કે કેસરીસિંહે મહારાજને કહેવડાવ્યું હતું કે અમે રણમસ્તખાનની મદદે આવીએ છીએ માટે તમે તરત જ પલાયન કરી જજો. ' હવે લૂંટના માલના સંખ્યાબંધ ગાડાંઓ લઈને નાસી જવાય એમ હતું નહિ એટલે મહારાજ ભારે ચિંતામાં પડયા પણ સારે નસીબે મહારાજના નજરમાજખાતાને અહીરજી નાયક સાથે હતા. એણે મરાઠા લશ્કર અને લૂટના માલ છૂપે રસ્તે જંગલમાં થઈને સહીસલામત લઈ જવાની જવાબદારી પેાતાને માથે લીધી અને મહારાજને ચિંતામુક્ત કર્યાં. બહીરજીએ પેાતાથી બનતું તે કર્યું પણ મુગલાએ આ માલ પૈકી કેટલાક માલ લૂંટી લીધા હતા. આ સંગ્રામમાં મરાઠાઓના ૪૦૦૦ ધોડેસવાર માર્યા ગયા અને લશ્કરી અમલદારા જખમી થયા. જવાબદારી લીધા પ્રમાણે બહિરજી નાયક જંગલા અને બાગલાણુના પહાડા, ખીણા વટાવીને આડે રસ્તે થઈને મરાઠા લશ્કર તથા લૂટ વગેરેને ત્રીજે દિવસે પટ્ટાના કિલ્લામાં લાઈ આવ્યા. આ કિલ્લા મારાપત પિંગળેએ બહુ મજબૂત બનાવ્યા હતા અને આ કિલ્લા બચાવતાં સવે સાધનાથી ભરપૂર હતા. મદદ માટે મસાઉદની કરી વિનંતિ. મહારાજ તથા લશ્કરનાં માણુસા તદ્દન થાકી ગયાં હતાં અને થાડા આરામની ખાસ જરુર હતી, એવે વખતે પટ્ટા જેવા મજબૂત કિલ્લામાં મુકામ થયે તેથી મહારાજને આનંદ થયા, લશ્કરને જરુર જેટલા આરામ મહારાજે આપ્યા અને પટ્ટા કિલ્લાનું નામ બદલીને વિશ્રામગઢ પાડયું. આ ફ્લા બહુ મજબૂત હાવાને લીધે મુગલાએ એને ધેરા બાઢ્યા નહિ અને એના ઉપર હલ્લા કરીએ. જીતવાના પ્રયત્ન પણ કર્યો નહિ. વિશ્રામગઢમાં મહારાજ અને લશ્કર આરામ લેતા હતા તેવામાં સીદી સસાદખાન તરફથી મહારાજને તાકીદના પત્ર મળ્યો. તેમાં સીદીએ શિવાજી મહારાજના ઊપકાર માન્યા હતા અને મુગલ મુલકમાં લૂટફ્રાટ કરી મુગલ મુલકા ઉપર ચડાઇ કરી મુગલ સેનાપતિ દિલેર ખાન બિજાપુરથી ખસે તે માટે જે જે પગલાં ભર્યાં તે માટે આદિલશાહી તરફથી ધન્યવાદ આપ્યા હતા અને વધારામાં જણાવ્યું હતું કે ‘ આપે મદદ માકલી અમારા ઉપર ભારે ઉપકાર કર્યાં છે. મુગલ લશ્કરને લઈ તે દિલેર અત્રેથી દૂર જાય તે માટે આપે મુગલ મુલક ઉપર કરેલી ચડાઇ પ્રશ્ન'સાને પાત્ર છે અને તે માટે આદિલશાહી મહારાજના અહેશાનમાં છે. આપે બનતા બધા લાજો અજમાવ્યા છતાં દિલેરખાન વેરા ઉઠાવતા નથી અને બિજાપુર મુક્ત થતું નથી. આધ્ધિશાહીને આફતમાંથી ઉગારવા આપે ઘણું કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy