SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સિવાછ ચરિત્ર ["પ્રકરણ ૧૧મું સીદી મસાઉદ, સ. સૈયદ મુખતુમ, સ. દુલશાસ, સ. સરજાખાન વગેરે પિતાની ટુકડીઓ ઑથે નીકળ્યા અને ત્રિવીનિક આગળ ભારે સંગ્રામ થયો. માદરણાપંતની વ્યવસ્થા અને સમર કૌશલ્યની કસોટી થઈ ગવળકાંડાના થડા સૈનિકો ઘાયલ થયા છેડાની કતલ થઈ મુગલેના ૫૦૦ સિપાહીઓ કતલ થયા અને ઘણુ ઘાયલ થયા. મુગલે તરફના ૫-૬ નામીચા સેનાપતિઓ સંગ્રામમાં વીરગતિને પામ્યા. આ લડાઈમાં મુગલની હાર થઈ અને કુતુબશાહનું લશ્કર જીત્યું. આ લડાઈમાં મુગલ સરદાર બહાદુરખાનને લાંચ આપી કુતુબશાહે ફોડ્યો છે એવો વહેમ મુગલેને આવ્યો અને આ વાત ઠેઠ બાદશાહના કાન સુધી પહોંચી. - બહિલોલ ખાન અને દિલેરઆન બન્ને બહાદુરખાનને દ્વેષ કરતા હતા. આ બન્ને બહાદુરખાનની ભચાતીમાં રાજી ન હતા એટલું જ નહિ પણ એના કદા વિરોધી હતા. એમણે બહાદુરખાનના વર્તન અને વલણના સંબંધમાં બાદશાહને લખી જણાવ્યું કે બહાદુરખાન અંદરખાનેથી કુતુબશાહી સુલતાન, આદિલશાહીના દક્ષિશી પક્ષના આગેવાન અને શિવાજી રાજા સાથે મળેલો છે. બાદશાહ સલામત એને જો દક્ષિણથી દિલ્હી તરફ બેલાવી લે તે અમો કુતુબશાહીના હાડકાં તેડી જમીનદોસ્ત કરી શકશે. મૂળથી બહાદૂરખાન ઉ૫ર શહેનશાહને શક છે તે જ અને તેમાં વળી આ જવાબદાર વ્યક્તિઓ તરફથી ખાતરીનાં લખાણ ગયાં એટલે બાદશાહે બહાદુરખાનને દક્ષિણથી દિલ્હી બેલાવી લીધો. એની જગ્યાએ દિલેરખાનની નિમણુક થઈ. કાબશાહીને કચડી નાંખવા માટે મુગલે બહુ ભારે અને બર લો લાવશે એની માદરણાપંતને ખાતરી હતી એટલે કુતુબશાહી કિલાઓમાં અન્ન તથા ભાઈની સામગ્રીભરી, રે લઈ માટે : કુતુબશાહી તૈયારી રહી હતી. આ બધી ઘાલમેલ અને ધમાલમાં બિચારી મરવાને આળસે જીવી રહેલી આદિલશાહની બહુ દશા થઈ હતી. એની પડતીને લાભ લઈ દિલેરખાને મનગમતી અને બીજાપુરને શરમાવનારી શરત બહિલેલખાન સાથે કરી હતી. તે સરમાંની એક તે એ હતી કે આદિલશાહી સુલતાનની બેન “રંગઝેબના છોકરા સાથે પરણાવવી અને મુગલ શહેનશાહતની મૂંસરી સ્વીકારવી. આ શરત દિલેરખાને 'બાદશાહ તરફ દિલ્હી રવાના કરી. બાદશાહની તૃષા આવા આવા નાના વિજયથી છીપે એવી નહતી. એ કંઈ આવી શરતથી પ્રસન્ન થાય એમ નહતું. એને તે આદિલશાહીને પોતાની ઝૂસરીનીચે લાવ્યાંથી - સંતોષ થવાનો ન હતો. એને તો આદિલશાહી ગળી જવી હતી. ; ૭, માનખેઠમાં મુગલેને માર. દિલેરખાન અને અબદુલ કરીમનાં લશ્કરે ભેગાં થયાં અને એમણે કુતુબશાહીને કિલ્લો જે માલપેડમાં હતો તેના ઉપર મારો ચલાવ્યો. કિલામાંનાં માણસા તાલીમ પામેલાં હતાં. હેશિયાર અને અનુભવી માણસે એમાં હેવાથી એમણે એ કિલ્લે બહુ ખૂબીથી લડાવ્યો. કિલ્લાને બચાવ ધીમે ધીમે અંદરનું લશ્કર કરી રહ્યું હતું. એમને તે વખત કાઢવો હતા અને એમણે એ રીતે વખત કાઢ પણ ખરા. બહુ હકમતથી એ એમના બૃહમાં ફળીભૂત થયા અને કુતુબશાહી લશ્કર કિલ્લાના બચાવ માટે આવી પહોંચ્યું. પિતાના રક્ષણ માટે લશ્કર આવ્યાની ખબર મળતાંજ અંદરનું લશ્કર બહાર નીકળ્યું અને બન્નેએ દુશ્મન ઉપર મારો શરૂ કર્યો સુલતાન અબુહસને તથા માદરણુ અને આકારાએ લશ્કરને બહુ વ્યવસ્થિત રાખ્યું હતું. બન્ને દળ વચ્ચે લડાઈ શરૂ થઈ. વરસાદની ઋતુ આવતાં સુધી કુતુબશાહીએ લડત લંબાવી અને વરસાદનો લાભ લઈ દુશ્મન લશ્કરને થકવવા માંડયું. મુગલ લશ્કરે હજુ ટકી રહ્યું હતું પણ અબદુલ કરીમ બહિલખાનનું આદિલશાહી લશ્કર હિંમત હારી અવ્યવસ્થિત બન્યું. ઘણા સિપાહીઓ નોકરી છોડીને જતા રહ્યા. બહિલેલખાન માંદો પડ્યો અને આવી સ્થિતિ થવાથી દિલેરખાન પણ ઢીલે પડ્યો. એણે સુલતાન સાથે સલાહ કરવાની ઈચ્છા દર્શાવી અને તે પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy