SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ] કુતુબશાહી અને મુગલાઈની જામી. શિવાજી મહારાજે કર્ણાટક ઉપર ચડાઇ કરી તેની ખબર જ્યારે ઔરંગઝેબને મળી ત્યારે તે ઉપર અણે ખૂબ વિચાર કર્યાં અને વિચારના અંતે એને લાગ્યું કે · કર્ણાટકમાં એની દાળ ગળવાની નથી. લડતાં લડતાં થાકી જશે. મુલક તદ્દન અજાણ્યા હૈાવાથી એને અડચણા નડશે. લશ્કર પણુ અનેક હાર અને અપયશને લીધે કાયર થશે અને એવી રીતે નાસીપાસ થયેલા લશ્કરને કચડી નાંખવાનું મુગલાને ઠીક ક્ાવશે. ઔરંગઝેબની આ માન્યતા હતી પણ એણે ધાર્યું તેનાથી ઉલટું પરિણામ આવ્યું એટલે ઔરંગઝેબની ચિંતા ચારગણી વધી. હવે એને લાગવા માંડયું કે ' શિવાજી બહુજ ખળીએ બની ગયા છે અને ખળ અને યુક્તિથી જો એ અંદર અંદરના કલેશ અને કંકાશથી સડી ગયેલી, કુટુંબકલહ અને કજીયાથી સખળ ડખળ થઈ ગયેલી, દરબારના સરદારાના બિંદ્વેષ અને વેરને પરિણામે ક્ષયરાગથી ભરણુ પથારીએ પડેલી આદિલશાહીને રામશરણુ કરી દેશે તે શિવાજીની સત્તા આખા મહારાષ્ટ્રમાં પ્રબળ થઈ પડશે, એની સામે મુગલેને પણ ટકવું મુશ્કેલ થઈ પડશે અને મુગલ શહેનશાહતની સત્તા દક્ષિણમાંથી નાબૂદ થઈ જશે. આ માન્યતાને લીધે ઔરંગઝેબે શિવાજી કર્ણાટકમાં ગુંથાયેલે હતા તે વખતે દક્ષિણુના મુગલ અમલદારને કુતુબશાહીને ખાખરી કરવા તાકીદના હુકમા છેાયા. શહેનશાહની ઈચ્છા મુજબ મુગલ લશ્કરે કુતુબશાહીનું ગુલમર્ગો જીતી લીધું. બહાદુરખાને તથા સરદાર દિલેરખાને બાદશાહને આ જીતના ખૂશ ખબર મેાકલ્યા. બાદશાહ તેથી જરાએ રાજી ન થયા. એણે જણાવ્યું કે ‘ ગુલબર્ગા જીત્યાથી મને જરાએ સતાષ નથી થયું! શિવાજીને પેાતાના મુલકમાંથી સહીસલામત જવા દેવા માટે તથા તેને મદદ કરવા માટે શહેનશાહને એ રૂપિયા એક કરાડ ગુતેગારીના ભરે તાજ સુલતાનને જતા કરાય. ' ઔર'ગઝેબની સૂચનાઓ ધ્યાનમાં રાખી બહાદુરખાન અને સ. દિલેરખાને કુતુબશાહ પાસે ગુનેગારીના ૨ કરોડ રૂપિયા અને ૨૦ હજાર ઉત્તમ ધેાડાની માગણી કરી અને રોખમીનાજીએ મુગલાને છેતર્યાં હતા અને તેણે કુતુબશાહીમાં આશરા લીધા હતા, તે મુગલાના ગુનેગાર હેાવાથી મુગલ શહેનશાહને હવાલે તાકીદે કરી દેવા જણાવ્યું. કુતુબશાહી સુલતાન આગળ આ માગણીઓ મુગલાએ મૂકી. સુલતાનને આ માગણીઓ બહુ ભારે અને ગેરવાજબી લાગ્યાથી એણે તે સ્વીકારી નહિ એટલે મુગલાએ પેાતાની શરતા જરા હલકી કરી અને ૧ કરાડ રૂપિયા તથા ૧૦ હજાર ધાડા કુતુબશાહી સુલતાનને આપવા જણાવ્યું. સુલતાન તાનાશાહે લડાઇ અને કડવાશ ટાળવા માટે ૫ લાખ રૂપિયા આપવાનું મુલ કર્યું. મુગલેએ ખૂબ દબાણુ કર્યું અને ધમકી પણ આપી છતાં સુલતાન એ રકમથી જરાએ વધારે નહિ આપવા મક્કમ હતા એટલે મુગલો નારાજ થયા અને એમણે કુતુબશાહીને કચડી નાંખવાના નિશ્ચય કરી પોતાની માગણીએ જણાવી અને તે સંતેાષવા અથવા યુદ્ધ માટે તૈયાર ચવાની ચેત્રવણી આપી. ત્રિવીનિકાની લડાઈ. છે. શિવાજી ચરિત્ર કુતુબશાહના વઝીર માદષ્ણુાપત આવી ધમકીથી નમતું આપે એવા નહતા. એણે મુગલાએ કરેલા પડકાર ઉપાડી લીધા અને લડાઇ માટે તૈયાર થયેા. આ લડાઇમાં આદિલશાહ દરબારને તે વખતના સૂત્રધાર અથવા કરતા કારવતા અબદુલકરીમ ખહિલાલખાન હતા. તે મુગલ સરદાર દિલેરખાનને મળતી હતા એટલે એ મુગલાની પડખે રહ્યો અને આદિલશાહી દરબારને બીજો પક્ષ બહિલાલખાનના વિરાધી સરદાર સીદી મસાજ઼ખાનનેા હતા. જ્યારે મહિલાલખાન મુગલને મળ્યો ત્યારે મસાઉદખાન કુતુબશાહી સુલતાનની સાથે રહ્યો. બહાદુરશાહ અને અહિલેાલખાનના લશ્કરા કુતુબશાહી સુલતાન સાથે લડવા સજ થયા અને તેનું લશ્કર ત્રિવીનિા નજીક આવીને ઉભું સુલતાન અમુહસન અને વછર માદણ્ડાપતને આ ખબર મળતાં જ એ પણુ સામના માટે સજ્જ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy