SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું] છ, શિવાજી ચરિત્ર, એમને હરાવ્યા. ખીણમાં સંતાઈ બેસેલા માવળાઓને બીજે દિવસે મુસલમાનેએ પકડ્યા અને તેમને કિલેદારની સામે રજૂ કર્યા. કિલ્લેદારે એમને ઇનામો આપ્યાં અને શિવાજી મહારાજ તરક મેકલી , દીધા, એમની જોડે સંદેશ કહેવડાવ્યો કે “જ્યાં સુધી હું કિલ્લેદાર છું ત્યાં સુધી તમે શિવનેરી. કિલ્લાની આશા રાખતા નહિ' (શિ. રાવલએa). વ્યાજી રાજને શિવાજી મહારાજને છેલ્લે પત્ર બન્ને ભાઈઓ વચ્ચે સલાહ થઈ સમાધાન થયું, બધાંને આનંદ થયો પણ બંકાજી રાજાને પિતાને આનંદ ન થયો. એ હંમેશ ઉદાસીન રહેતો. વારતહેવારનો આનંદ પણ એના મુખ ઉપર દેખાતે નહિ. ખાવાપીવાની બાબતમાં પણ એનું દુર્લક્ષ થઈ ગયું હતું. હંમેશ એકાંતમાં બેસી રહેતા. મહારાજે રધુનાથપંતના પત્રથી શ્વેકેજની સ્થિતિ જાણી અને પિતાને ભાઈ ગમગીન રહે છે તે માટે એમને દુખ થયું. પિતાના ભાઈની ઉદાસીનતા દૂર કરવા માટે એમણે વ્યકજીને નીચેની મતલબને પત્ર મોકલ્યા. પિતાના ભાઈ ઉપરને આ શિવાજી મહારાજને છેલ્લે પત્ર હતો. “ઘણા દિવસ. થયાં તમારો પત્ર નથી તેથી ચિંતા થાય છે. રઘુનાથપત હણુમત તરફથી પત્ર : મળ્યો છે તેમાં તમારી મનોવૃત્તિના સંબંધમાં એમણે લખ્યું છે. તમે હંમેશ ગમગીન રહે, છો એ, વાંચી મારા દિલને અતિશય દુખ થયું છે. તમે તમારી પ્રકૃત્તિ અને સુખાકારીના સંબંધમાં પણ બહુજ બેદરકાર બની ગયા છે. તમે શરીરની જરાએ કાળજી નથી લેતા એ સાંભળી. મારી ચિંતા બેવડાઈ; છે. વારતહેવાર પણ તમે ઉજવતા નથી, અને ભારે દુખમાં ડૂબી ગયા છે એવું જીવન ગાળે છે એ. ખબરથી તે વજીયાત જેવી અસર મારા મન ઉપર થઈ. તમારી પાસે માટે લીધો છે. તેના ઉપયોગ કરી તમે તમારું લશ્કર વધારી શકે છે, તમે ધારે તે કરી શકે છે, તમને કેલ્કપણ પ્રકારની , ઉણપ. નથી, છતાં આવી વૃત્તિ ધારણ કરી છે તેનું કારણ શું? સંસાર છોડી, કાઈ. તીર્થક્ષેત્રમાં, વાસ કરી. જિંદગી ગાળવાની તમે વાત કરો છો એ સાંભળી મને ભારે ખેદ થાય છે. આપણું ,, પરમપૂજય સ્વ. , પિતાશ્રીના જીવન તરફ નજર નાંખશે તે તેમના જીવનમાંથી તમને ભારે બોધ થશે. એમણે કેવાં કેવાં ; કષ્ટો સહન કર્યા, કેવી કેવી અડચણો વેઠી, કેટકેટલી મુશ્કેલીઓમાંથી એમણે બુદ્ધિ અને હિંમતના જોરયી, પિતાનું ગાડું સહીસલામત પાર કર્યું. નાસીપાસી એ આપણા કુટુંબમાં તે ભારે દુર્ગણ ગણુમ. એતે, કૂળને માથે કલંક મનાય. તમે પિતાશ્રીની તાલીમમાં તૈયાર થયેલા છે. નાસીuસી તમને દેખા સુાં.. ન દઈ શકે અને તમારી સામે મારા જીવનનો આખો ઇતિહાસ ઉમે છે. અનેક સંકો અને આરતે; ઝઝુમી રહ્યાં હોય અને નજર સામે ભારે અડચણો દેખાતી હોય અને એ બધાં, મને કચરી નાંખવા, માટે મારી તરફ ધસી આવતાં હું નજરે જોતા હેલું તે પણ હું નાસીપાસ નથી થયો. પેસે નહિ, માણસ નહિ, મદદ નહિ, સલાહ નહિ, ઉત્તેજન નહિ, સહકાર નહિ અને વડીલો પૂરેપુરે આશીર્વાદ. પણ નહિ, છતાં મેં નાસીપાસીને ઠોકર મારીને નવું રાજ્ય સ્થાપન કર્યું. એ ઉપરથી તમે ધારો તો : ઘણા બધા લઈ શકે, અમારા જેવી આફતો તમારા ઉપર નથી. એવું કયું સંકટ તમારા ઉપર ઝઝુમી રહ્યું છે કે જેને લીધે તમે આ વૈરાગ્યવૃત્તિ ધારણ કરી છે? આવી વૃત્તિ ધારણ કરીને નાહત રાજ્યમાં અવ્યવસ્થા અને શરીરની બરબાદી શું કામ કરે છે? મારા જેવો મટે ભાઈ તમારી સાથે છે તે તમે શા માટે ફીકર અને ચિંતામાં શરીરની ખરાબી કરી રહ્યા છે. આપણે બંને એક પિતાના, પુત્રે ; છીએ. આપણને એક બીજાને એક બીજાને આધાર છે. વડીલ ભાઈ તરીકે હું તમને દબાણ કરીને જણાવું છું. કે આવી વૃત્તિ તમારે રાખવી નહિ. આવી વૃત્તિ રાખવાનું કારણ તમે મને. નિખાલસ, હૃદયથી લખી મોકલશે તે હું તમારી અડચણ ટાળવા તરત પ્રયત્ન કરીશ. તમે એવી વૃત્તિ રાખશો. તે લશ્કર નવરું પડશે, લશ્કરી અમલદાર તથા બીજા અમલદારો અંકુશ વગરના. થઈ જશે અને એમ. થયે પ્રજા પિડાશે અને પરિણામ બહુ જ માઠાં આવશે. તમે મારા. લખવા ઉપર બહ શાક્ત, મગજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy