SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું]. છે. શિવાજી ચરિત્ર લાગ્યા જ કરતું હતું તેથી આપની મહેરબાની અને મિઠાશની દરકાર રાખ્યા વગર હું આપને વારંવાર દરેક બાબતમાં ટોકળ્યા કરતા હતા. આપનું હિત સાધવાના હેતુથી આપને ચેખે ચોખ્ખી વાત હું વારંવાર સંભળાવી દેત. આપને મારી શિખામણ કડવી લાગતી અને આ બધાનું પરિણામ મારે વેઠવું પડયું. આપના નવા અને માનીતા સેવકોની માફક હું આપને ગમે એવી, મીઠી લાગે એવી અને આપનું અહિત થતું હોય છતાં મારે સ્વાર્થ સાધવા માટે આપની સાથે મીઠી મીઠી વાત કરી મારી મતલબ સાધનારે ન હતો તેથી જ મારે આપના ચરણ છોડવાનો વખત આવ્યો. સ્વામીનું અહિત થાય, નકસાન થાય. અપકીતિ થાય એવું કત્ય એમને હાથે જે થતું હોય તે મારા ઉજળ ભવિષ્યને ભેગે પણ હું એવા કત્યની આડે આવીને ઉભે રહું અને માલીકનો અપ્રિય બનું. મને એમાંજ મારો ધર્મ દેખાય છે અને તે પ્રમાણે મેં કર્યું અને તેને પરિણામે મારે આપની સેવા છોડવાને વખત આવ્યો. આપે મને કાઢયો અને હું નીકળ્યો પણ આપ સત્ય કરીને માનજે કે હું આપને માટે આપનું હિત સાચવવા માટે, આપની ઈજ્જત અને આબરૂના સંબંધમાં પહેલાં હતા તેટલો જ વફાદાર છું. શિવાજી મહારાજને પગલે ચાલીને, એમનું અનુકરણ કરીને મહારાજની માફક આપ પણ પરાક્રમી વીર અને પ્રભાવશાળી યોદ્ધા બનો એવી મારા અંતરની ઈચ્છા હતી, તેથી જ તે પ્રમાણેનાં આપને હાથે જબરાં કૃત્યો થાય અને આપને ભારે યશ મળે એ માટે વારંવાર હું આપને આપ નારાજ થતા હતા છતાં પણ તેની દરકાર રાખ્યા સિવાય ટકળ્યા જ કરતા હતા. આપના નવા માનીતા સેવકો હાથ હતા, એ પોતાનો સ્વાર્થ સાધવા માટે આપને મારી વિરૂદ્ધ ઉશ્કેરતા હતા, એ ૫ણું જાણતા હતા અને આપ એમની જાળમાં સપડાઈ ગયા હતા એ પણ મેં જોયું ત્યારે મને બહુજ દુખ થયું. અને કવખતે મારું અપમાન કરવામાં આવ્યું હતું છતાં આપનું અહિત કરવાનો વિચાર સરખો પણ મારા મનમાં કદી આવ્યો નહિ. શિવાજી મહારાજને જwને મેં આપના દરબારની બધી હકીકત જણુંવી પણ આપના ઉપર એમનો પ્રેમ અજબ છે. આપને ઠેકાણે લાવવા એમણે આપને વારંવાર ઉપદેશ કર્યો પણ આપના માનીતા સેવકે એ પોતાના સ્વાર્થની ખાતર આપને અમારા બધાની સામે ઉશ્કેરાયેલા જ રાખ્યા. આપે એમના લશ્કર ઉપર ચડાઈ કરી લડાઈ કરી તેની ખબર સાંભળ્યા પછી પણ મારા પત્રમાં આપના સંબંધમાં જે ઉદગારો મહારાજે કાઢયો છે તે વાંચીને હું તે દિમૂહજ બની ગયા અને સાચે ભ્રાતૃપ્રેમ કે હોય છે તેનું મને ભાન થયું. આપ આપનું શ્રેય સાધવા ઈચ્છતા હે તે આપ સ્વર્ગવાસી મહારાજની સંપત્તિનો અરધે ભાગ શિવાજી મહારાજને આપવાનું કબુલ કરે. આ વાજબી, વ્યવહારૂ અને હકની માગણી કબુલ કરવામાંજ આપનું કલ્યાણ હું માનું છું. સૌ. દીપાબાઈએ પણ આ બાબતમાં આપને જે કહ્યું તે ખરેજ ડહાપણભરેલું છે. વડીલ પ્રત્યે બતાવેલી નમ્રતા અફળ નથી જતી એ દીપાબાઈનો સિદ્ધાંત સાચી છે. સૌ. દીપાબાઈનું ડહાપણ અને દીર્ધદષ્ટિ જોઈ મને બહુ આનંદ થાય છે. આપના કુટુંબનું ગૌરવ સાચવવાની જે વાતો એમણે કરી તે ખરે જ જબરા મત્સદીને પણ ધડે લેવા લાયક છે. દીપાબાઈ એ ભેંસલે કુટુંબનું ગૌરવ છે. આપ કૃપા કરી શિવાજી મહારાજને માટે આપના હૈયામાં જે બળતરા છે તે કાઢી નાંખો. એમનો ભાગ આપવા તૈયાર થાઓ. વડીલ માની એમના પ્રત્યે ઘટતું માન રાખો. શિવાજી મહારાજ તો ગઈગુજરી ભૂલી જવા તૈયાર છે અને એમના હૃદયમાં તે આપને માટે પ્રેમ જ છે. આપના વર્તન માટે આપને પશ્ચાતાપ થાય છે એની મને ખાતરી થઈ છે પણ આપ તે એમને જણાવશે તે એમને પણ સંતોષ થશે. સર્વે સંજોગે સ્થિતિ વગેરે ધ્યાનમાં લઈ મારું કહેવું માનશો તે સૌ રૂડાં વાનાં થશે.” રઘુનાથપંતનું બોલવું બૅકેજી અને દીપાબાઈએ શાંતિથી સાંભળી લીધું. હમતના બલવાની ઉંડી અસર બંછ ઉપર થઈ હતી. દીપાબાઈએ પણ લંકેજીને સમજાવી ઠેકાણે લાવવા માટે ભારે પ્રયત્ન કર્યા. આખરે દીપાબાઈની મહેનત બર આવી. લંકાજી રાજ સમાધાન કરવા તૈયાર થયું. સ્વ. સિંહજી રાજાએ મેળવેલી સંપત્તિનો અરધે ભાગ લંકેજીએ શિવાજી મહારાજને આપવા કબુલ કર્યું અને તે પ્રમાણે હણમતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy