SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર૭ ૧૦ મ ] છે. શિવાજી ચરિત્ર આખી મિલકતને પૂરેપુરો ઉપભગ બૅકેજી રાજા એકલા કરી રહ્યા છે. પિતાશ્રીના સ્વર્ગવાસ પછી મેં ધાર્યું હોત તે તરતજ મેં મારો ભાગ માગી લીધા હતા અને મેં તે તરતજ લીધે હેત પરંતુ છે ઘણે દૂર એટલે મેં આ ભાગને માટે બહુ ચિંતા ન રાખી. મને તે વખતે એમ પણ લાગ્યું કે બૅકેજી રાજા પણ મારો ભાઈ છે. એ પણ અડધી મિલકતનો માલીક છે. એક પિતાના અમે બન્ને પ. મારો ભાગ એ ઉપભોગ કરે તે મારે એમાં વાંધો ન લે. મારા ભાગની આવક એ ખાય તેમાં પણ મને વાંધા પડતું ન લાગ્યું. એ કંઈ કઈ પારકે નથી કે મારે તરતજ એના હાથમાંથી મારા ' ભાગ લઈને તેની જુદી વ્યવસ્થા કરવી પડે. મારા ભાઈના હાથમાં મારો ભાગ સહીસલામત છે એમ હું માનતે હતો. એ ભાગ લંકેજી પાસેથી મારી મરજીમાં આવે ત્યારે હું માગી શકું એમ છું એની મને ખાતરી હતી. આજ ૧૩ વરસ સુધી મેં મારા ભાગના સંબંધમાં બૅકેજી રાજાને કંઈ કહ્યું નથી, લખ્યું નથી, લખાવ્યું નથી. આતે હું રાજદ્વારી કામને માટે ભાગાનગર આવ્યા હતા. ત્યાંથી મારે આ તરફ આવવાનું નક્કી થયું એટલે મેં અહીં ખાસ કામ માટે આવવાનું દુરસ્ત ધાર્યું છે. હું અહીંઆ કામ માટે આવ્યો છું અને હવે મને મારે અર્ધો ભાગ જોઈએ છે. હું મારા હક " ની માગું છું. મારે તે લે છે. આ સંબંધમાં તેમની શી ઈચ્છા છે તે મને તમે સત્વર જ . બાબતમાં મારે એમની સાથે કલહ કરે પડે એ ઠીક નહિ દેખાય. આપણું ઘરના ભાગ ની વહેંચણી ઝગડે પતાવવા બીજાઓને વચમાં પડવું પડે અને બીજાઓની મારફતે એનો નિકાલ થાય એ અમારી બનેની પ્રતિષ્ઠાને શેભતું નથી. માંહોમાંહે ઝગડો થાય. કલેશ થાય. કડવાશ થાય એ હું જરાએ ઈચ્છતા નથી. અમે બન્ને એક લેહીના બાળકો છીએ. પિતાના સ્વર્ગવાસ પછી સલાહસંપથી રહીને અમારે તે બીજાઓને દાખલે બેસાડવા જોઈએ. મિલકતના ઝગડાઓએ તે જબરા કુટુંબકલેશે ઉભા કર્યા છે. એવા ઝગડાઓથી કેટલાએ કઓ નાશ પામ્યાં છે. મહાભારત તે આવા ઝગડાઓથી દૂર રહેવા પકારી પિકારીને કહે છે. ભાગની વહેંચણીના ઝગડાઓએ હિંદુસ્થાનના કેટલાએ હિંદુ કુટુંબ તારાજ કર્યો છે. તમે બધા ડાહ્યા છે, વ્યવહાર સમજે છે. લંકેજી રાજાનું ખરું હિત તમારે હૈયે છે એ હું જાણું છું. તમે એમને મારી વાત બરાબર સમજાવે. હું તમારી સાથે મારું કહેવું વૅકેજી રાજાને સમજાવવા માટે ત્રણ ડાહ્યા માણસે મોકલું છું, તમે ભેગા મળીને આ બાબતનો વિચાર કરે અને બધા મળીને બૅકેજી રાજાને સમજાવી મારો ભાગ મને આપી દેવા એમને તૈયાર કરો. બૅકેજીને મળે પણ ઘણાં વરસ થઈ ગયાં છે. એમને મળવાની ઈચ્છા છે. એમને આગ્રહનું આમંત્રણ કરવા હું માણસ મોકલું છું, એ આવશે એટલે મારા મનનું સમાધાન થશે, અને આ ભાગ વહેંચણીનો ઝગડે ન પત્યો હોય તે તે પણ રૂબરૂ વાત કરી પતાવી દઈ એ. હું મારા ભાઈને મળીને આ વાત એને સમજાવીને કહેવા બહુજ આતુર છું એમ એને મારા તરફથી જણાવજે.” શિવાજી મહારાજે આ રીતે વ્યંજી તરફથી આવેલા મુત્સદ્દીઓને પાછા મોકલ્યા અને તેમની સાથે પોતાનું કહેવું બૅકેજી રાજાને બરાબર સમજાવવા માટે ત્રણ માણસે રવાના કર્યા. બન્ને તરફના માણસેએ વ્યકેજી રાજાને બરાબર સમજાવવા પ્રયત્નો કર્યા પણ એનું પરિણામ જોઈએ તેવું સંતોષકારક ન આવ્યું. મહારાજે રૂબરૂમાં મળવા આવવા માટે આગ્રહનું આમંત્રણ મોકલ્યું હતું તે સંબંધમાં એમના દરબારના મુત્સદ્દીઓએ બૅકેજી રાજાને શિવાજી મહારાજને મળવા જવાની સલાહ આપી પણ લંકેજી રાજ મુસલમાન દોસ્તોની ચુંગાલમાં ફસાયેલ હતો અને એમના દબાણને વશ થઈને આમંત્રણ પાછું ઠેલવાના વિચારમાં હતા, પણ દરબારના જાના માણસોએ બૅકેજી રાજાને અનેક રીતે સમજાવ્યો, મનાવ્યો અને મહારાજને મળવા જવા માટે તૈયાર કર્યો. પિતાના જૂના અનુભવી સેવ, કસાયેલા દરબારીઓ અને ઘરનાં સગાંઓએ મહારાજના આમંત્રણને માન આપી એમને મળવા જવા માટે બેંકોજી રાજા ઉપર દબાણ કર્યું. સર્વેનું માનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy