SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૦ મું ગેવળકેડા તરફથી એટલે કુતુબશાહી તરફથી કરી હતી અને આ ચડાઈને માટે નાણાં, દારૂગે, હથિયારો વગેરે યુદ્ધોપયોગી જરૂર પડતી ચીજો પૂરી પાડવાની જવાબદારી પણ કુતુબશાહીને માથે હતી. શરૂઆતમાં તે બધું ઠીક ચાલ્યું પણ જરૂરી સાધનો અને જોઈતી મદદ સુલતાને એકલી નહિ એટલે આ ચડાઈ પિતાના માથાની જ મહારાજને ગણવી પડી. કર્ણાટક પ્રાન્તમાં શિવાજી મહારાજની ધાક બહુ જબરી ફેલાઈ હતી. આ સંબંધમાં તે વખતના કોઠીવાળા અંગ્રેજોને અભિપ્રાય દર્શાનારૂં નીચે પ્રમાણેનું લખાણ મળી આવે છે? -શિવાજી મહારાજ દ્રાવિડ દેશમાં આવ્યાના સમાચાર સાંભળીને પ્રજા બહુ જ ગભરાઈ ગઈ હતી. એ બહુ જબરે અને ભયંકર પુરુષ છે અને એણે પશ્ચિમ કિનારા ઉપરના ઘણા પ્રાતે લંટયા, બાળ્યા અને ઉજડ કરી નાંખ્યા. એણે તો યવન બાદશાહને પણ તેબા તાબા પારાવી. યુવતીને દબાવનાર એ જ એક પાયો એવી એની ખ્યાતિ ચારે તરફ પ્રસરી છે. આવી રીતની વાતે એને માટે બેલાય છે તેથી કેને તે દહેશત પડી છે. ધન કોની પાસે છે અને કાના ઉપર હલે કર્યાથી દ્રવ્ય લાભ થશે એ એ રાજા દૈવી શક્તિના જોરથી જાણી શકે છે. દેવની એના ઉપર મીઠી નજર છે એવી બધાની માન્યતા છે.’. સિંહાજી રાજા ભેંસલેના અંગવસ્ત્ર (રાખીને દિકરો સંતાઇ ભેંસલે લંકેજી રાજા ભેસલેની પાસે જ રહેતો હતો. એને અને વ્યંકાને વાંકું પડયું એટલે એ એની સાથે લડીને મહારાજ પાસે આવ્યો. મહારાજે સંતાઇને સમજાવીને શાંત પાડ્યો અને એ ૧૦૦૦ ઘોડેસવારના ઉપરી તરીકે નિમણુક કરી અને એને એક મહાલય પણ આપે. ૮. બે બંધુને અણબનાવ, મેળાપ અને વિદાય. કર્ણાટકના નાયકે, રાજાઓ, સંસ્થાનિકે વગેરે પાસેથી ખંડણી લેવાના સંબંધમાં વાટાઘાટ ચાલુ હતી. આ સંબંધી કામને બે બહુ ભારે હતું એટલે મહારાજે જવાબદાર માણસ ચૂંદીને કામની વહેચણી કરી દીધી. સરદારો, વકીલે અને મુત્સદ્દીઓની કામ કરવાની શક્તિ અને કુનેહ જોઈ ન દરેકને કામ વહેંચી આપ્યાં. આ બધી વાટાઘાટ ચાલુ હતી ત્યારે શિવાજી મહારાજ શ્વેકેજી રાજાની સાથે કેવી રીતે પટાવટ કરવી તેના વિચારમાં હતા. આખરે મહારાજે નીચેની મતલબને પત્ર બંછ રાજા ઉપર લખે – આપણા સ્વ. પિતાશ્રી એ સંપાદન કરેલી મિલકતનો મારા હકને અરધો ભાગ તમારે મને આપ પડશે. તમે જૂના ભરોંસાના માણસને કાઢી મૂકયા એ ઠીક ન કર્યું. એ કૃત્ય ડહાપણભરેલું નથી એટલું જ નહિ પણ નુકસાનકર્તા છે એ તમારે જાણવું જોઈએ. આપણું ભાગની વહેંચણીના સંબંધમાં કોઈપણ જાતને ઝગડે ન પ જોઈએ. તમે જે સમજીને સમાધાન માર્ગ કાઢશો તે ઠીક થશે નહિ તે અમારે ત્યાં આવવાની ફરજ પડશે. સલાહસંપથી આ વહેંચણી પતી જાય તે માટે મસલત ચલાવવા તમારે ત્યાંથી સમજુ અને ડાહ્યા માણસોને મારી પાસે મોકલે. તમારા કારભારી ગોવિંદપંત ગોસાવી, કાકાજીપંત, નિળપંત નાયક, રંગોપંત નાયક અને ભીમાજી નાયક અથવા તમને પસંદ પડે એવા તમારાના માણસોને તાકીદે આ બાબતની પતાવટ કરવા તમે સૂચનાઓ આપીને મોકલે. શિવાજી મહારાજને પત્ર અને સંદેશે બંકોજી રાજાને મળ્યો. એમણે પિતાના દરબારના ડાહ્યા મુત્સદ્દીઓને શિવાજી મહારાજ પાસે મોકલ્યા. મહારાજે એમને કહ્યું – પિલાજીને સ્વર્ગવાસ થયાંને આજ ૧૩ વરસ થયાં. પિતાજી પાસેની સર્વ ધનસંપત્તિ આજે ૧૩ વરસથી બૅકેજી રાજાના કબજામાં છે. આ સર્વ સંપત્તિ પિતૃધન છે અને એ પિતૃધન છે એટલે એમાં પુત્ર તરીકે મારે અધે ભાગ છે. પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારથી જ હું અધ સંપત્તિ અને અધ આવકનો હકથી ભાગીદાર બન્યો છું. આવક અને સંપત્તિમાં મારે અરધો ભાગ હોવા છતાં આજ તેર વરસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy