SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ. ૯ મું. ] છે. શિવાજી ત્રિ ૫૩. લીધે તાનાશાહના અંતઃકરણમાં મહારાજને માટે ભારે માન ઉત્પન્ન થયું. સુલતાને પોતાના વજીર, મુત્સદ્દીઓ, મોટા મેાટા અમલદારો, સરદાર। અને નામાંકિત નાગરિકાને મહારાજના સામૈયામાં મોકલ્યા. મહારાજને મુકામે કુતુબશાહીના મેાટા મોટા અમલદારા, સરદારા અને મુત્સદ્દી આવી પહેાંચ્યા. એ લકાએ બાદશાહી મેમાનને ઝૂકીને મુજરા કરી માન આપ્યું અને હૈદરાબાદ પધારવાની વિન ંતિ કરી. આખું હૈદરાબાદ શહેર મહારાજના સત્કાર માટે શણગારવામાં આવ્યું હતું. ઘેર ઘેર આસાપાલવનાં તારણા બાંધવામાં આવ્યાં હતાં. અનેક પ્રકારના શણગારથી મકાને શણગારવામાં આવ્યાં હતાં. દરેકના આંગણામાં સાથીઆ પૂરવામાં આવ્યા હતા. શહેરમાં ઠેકઠેકાણે કમાતા ઉભી કરવામાં આવી હતી. આખુ શહેર આ મશહૂર, માનીતા અને માનવતા મહેમાન શિવાજી મહારાજનાં દર્શન માટે ઘેલું ઘેલું થઈ ગયું હતું. ધરના છાપરાંઓ અને છજા, અટારીએ અને અગાશીએ, બારણાં અને બારીઓ, ઝરૂખા અને વાડા, પુરુષ, સ્ત્રીઓ અને કરાંઓથી ખીચે ખીચ ભરાઈ ગયાં હતાં. માંધેરા મહેમાન ઉપર છાંટવા માટે ગુલાબપાણી અને અનેક પ્રકારના સુગંધી અત્તરે પ્રજાએ તૈયાર રાખ્યાં હતાં. નગરપ્રવેશ માટે વખત નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ મરાઠાઓ નગરના મુખ્ય દરવાજા આગળ આવીને ઉભા રહ્યા. જેણે એક નાની જાગીરમાંથી મેટું રાજ્ય સ્થાપ્યું, જેણે રાઈના કણમાંથી પર્યંત ઉભા કર્યાં, જેણે અફઝલખાન જેવા બળીઆને ધૂળ ફ્રેંકાવી, જેણે શાહીસ્તખાન જેવા ખંધા વીરને ચણા ચવડાવ્યા, જેણે આદિલશાહીની મજબુત ઇમારતને પાયામાંથી ડાલાવી નાંખી, જેણે જમાનાથી જડધાલીને બેઠેલી મુગલાઈ ને! મદ ઉતાર્યો, જેણે ઔર'ગઝેબના લેખડી પંજામાંથી, કાળના જડબામાંથી બહુ યુક્તિથી નાસીને, મુદ્દે ઉપર લીંબુ ઠેરવે એવા મુગલ અમલદારાના માંનાં પાણી સૂકાવ્યાં, જેણે કુતુબશાહીને નમાવી, તે હિંદુત્વના તારણહાર, પ્રજાને વાલી, રટકના એલી, ખેડૂતોને દાતા, પિડીતાના ઉગારનાર, દેશના ઉદ્ધારક, દેશને પરતંત્રતાની જજિરામાંથી કાઢવા માટે હિંદવી સ્વરાજ્યને પાયા નાંખનાર, મહારાષ્ટ્રને માનીતા વીર, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પોતાના ૭૦ હજાર સૈનિકા સાથે હૈદરાબાદના મુખ્ય દરવાજા આગળ તાનાશાહે સુલતાનની શહેનશાહી મહેમાની સ્વીકારવા માટે પૂરદમામ સાથે પધાર્યાં. મરાઠા લશ્કરના સિપાહીઓએ ના પાષાક ધારણ કર્યાં હતા. નવાં હથિયારી એમની કમરે ચમકી રહ્યાં હતાં. દરેક લશ્કરી અમલદારે પોતપોતાના હાદ્દા અને દરજજા મુજબ ભારે કિંમતના અલકા ધારણ કર્યા હતા. ભાલાવાળાઓના ભાલા ચમકી રહ્યા હતા. જરી પટકાવાળાએ પ્રજાનું ધ્યાન ખેચી રહ્યા હતા. ધણા હાથીએ, સખ્યાબંધ ઊઁટ વગેરે યુદ્ધોપયેાગી જનાવરાના શણગાર પ્રેક્ષકાને આકર્ષી રહ્યો હતા. સવારી અમલદારની ગાઠવણુ અને સૂચના મુજબ મરાઠાઓનું લશ્કર ‘ આસ્તે કદમ ’ આગળ વધી રહ્યું હતું. અંગરક્ષકા અને ખાસ માણુસા લશ્કરની વચ્ચે ઘેાડા ઉપર ધીમે ધીમે મ્હાલતા સૂચ કરી રહ્યા હતા. એવા શાભીતા અને સુંદર સરધસમાં બહુ પાણીદાર કૃષ્ણા ઘેાડી ઉપર ' બિરાજમાન થયેલી, બહુ તેજસ્વી આંખેવાળી, લાંબા અને શેાભીતા નાકવાળા, અત્યંત પ્રભાવશાળી અને દેખાવડી વ્યક્તિએ નગરના સર્વે માણુસેનું ધ્યાન ખેચ્યું હતું. તરતની જ બિમારીમાંથી એ વ્યક્તિ ઉઠેલી હાવાથી શરીરે કૃશ થઈ હતી અને લાંબા પ્રવાસનેા થાક એના માં ઉપર દેખાતા હતા. એવી વ્યક્તિ કે જેના દર્શનની પ્રજા વાટ જોઈ રહી હતી તે શિવાજી મહારાજની મૂર્તિ પ્રજાએ નજરે નિહાળી. પ્રજાએ શિવાજી મહારાજ ઉપર ફૂલાના વરસાદ વરસાવ્યેા. અનેક પ્રકારના કીમતી, સુવાસિત છ્યાના આ મહેમાન ઉપર વરસાદ વરસાવવામાં આવ્યેા. સેાના ચાંદીનાં પુષ્પ અને કેસરભીના ચેાખાથી પ્રજાએ અતિ પ્રેમથી અને હુયના સાચા ભાવથી શિવાજી મહારાજને વધાવ્યા. સૌભાગ્યવતી સ્ત્રીઓએ શિવાજી મહારાજની આરતી ઉતારી એમને લાંબુ... આયુષ્ય ઇચ્છયું. ઘણી સ્ત્રીઓએ એમના ઓવારણાં લીધાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy