SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. શિવાજી ચરિત્ર ["પ્રકરણ ૯ મુ ખડા પહેરા સે'કડા અંગરક્ષકા કરતા હતા એવા શહેનશાહ ઔરંગઝેબના મામાને એના પેાતાના રહેવાના જ મકાનમાં રાત્રે પેસીને એની ઉપર હલ્લો કરી એનાં આંગળાં કાપી, હજારા હથિયારબંધ સિપાહીએની વચમાં થઈ ને સહીસલામત ચાલ્યા ગયા તે શું ન કરે ? જે શિવાજી શહેનશાહ ઔરગઝેબ જેવા કુશળ અને પહાંચેલ મુત્સદ્દીના કબજામાંથી શહેનશાહને હાથતાલી આપીને સહીસલામત દક્ષિણમાં આવી શકયો તે શું ન કરે ? એ અજબ માણસ છે. કયે વખતે શું કરશે તેને ભરેાંસે નથી. આ માલીકે આક્તમાં મૂકયા છે. હવે આવા સંજોગામાં શું કરવું ? એતા ઠેઠ આવી પહોંચ્યા છે? એને નારાજ કરવામાં નુકસાન છે અને એની સાથે સહકાર કરવામાં ભય છે. ' આવી રીતના અનેક વિચારાથી તાનાશાહ સુલતાન ચગડાળે ચડ્યો, વચ્છર માદણ્ણાએ શિવાજી મહારાજ તરફની પાદશાહને પૂરેપુરી ખાતરી આપી. આકણ્ણાએ પણ મહારાજના સંબંધમાં સુલતાન સાથે ખુલાસાની વીગતવાર વાતચીત કરી. સુલતાનના અંત:કરણમાં ઉભી થયેલી ગેરસમજ દૂર કરી. બંને ભાઈ એ ઉપર સુલતાનને અજબ વિશ્વાસ હતા. એમણે આપેલી ખાતરી અને લીધેલી હામીથી એ ચિંતામુક્ત થયેા. શિવાજી મહારાજની ચડતી છે, એમના સિતારા સીકંદર છે. એવા બળીઆ પુરુષની સાથે મેળ કરવામાં જ ખાદશાહતનું ભલું છે, એમની એથ આ સંજોગામાં આપણને બહુ જ ઉપયેગી થઈ પડવાની છે, કુતુબશાહીને ગળી જવા માટે મુગલ રાક્ષસ માં ફાડીને તકની રાહ જોતા બેઠા છે એવે વખતે પ્રસંગ આવે . શહેનશાહની સામે આપણી કુમકે ઊભા રહેવાની જો કાઈ સત્તા હિંમત કરી શકે એમ હેાય તે શિવાજી મહારાજની છે. એમની સાથે મુલાકાત થવાથી જ દિલસફાઈની વાતા થશે અને તેનું પરિણામ સારૂં આવશે અને રુડાં વાનાં થશે, એવી આ બને ભાઈઓએ પૂરેપુરી ખાતરી કરી આપી એટલે સુલતાનની શ્રીકર દૂર થઈ. આકણ્ણા અને માદણ્ડા ઉપર પૂ વિશ્વાસ હાવાને લીધે સુલતાને એમના કહેવામાં વિશ્વાસ તો મૂકવો પણ અંતરની બીક ભાગી ન હતી. એણે માદણ્ડા વજીરને જણાવ્યું કે આપણે ભુલ કર્યાં મુજબ શિવાજીને જે કુમક જોઈએ તે વગર આનાકાનીએ આપી દઈ એ પણ બનતાં સુધી રૂબરૂ મળવાનું ટાળી શકાય તેા તમે ટાળે. આ ઉપરથી વજીર અને આકણ્ણા તથા કરી શિવાજી મહારાજના કુતુબશાહી દરબારના વકીલ પ્રછ્હાદપતે સુ. તાનાશાહની ખાતરી આપી અને એની સહીસલામતી માટે એમણે ત્રણે જણે છૂટી અને ભેગી હામી લીધી. આખરે તાનાશાહ શિવાજી મહારાજની મુલાકાત માટે તૈયાર થયા એટલું જ નહિ પણ શિવાજી મહારાજ એ સલ્તનતના માંધેરા મહેમાન છે માટે તેમને સામા લેવા જવા માટે પણ તૈયાર થયા. મહારાજના સત્કાર માટે માદણ્ડા અને આકણ્ણાએ ભારે ધામધુમ અને તૈયારી કરી. મહારાજની છાવણી માટે જગ્યા તૈયાર કરવામાં આવી. મરાઠા લશ્કરના સિપાહીઓની સર્વે સગવડે પૂરેપુરી સચવાય તે માટે ભારે ખબરદારી રાખવામાં આવી હતી. એવી રીતે કૂચ કરતા કરતા શિવાજી મહારાજ ફેબ્રુઆરીની શરૂઆતમાં હૈદરાબાદથી ૮-૧૦ માઈલ દૂર આવી પહોંચ્યા. ૧૦ માઈલ દૂર મુકામ નાંખી મહારાજની સાથેના મુખ્ય અમલદારે મહારાજના આવી પહોંચ્યાના સમાચાર સુ. તાનાશાહ તરફ રવાના કર્યાં. કુતુબશાહીનું મહાજન મંડળ, મુત્સદ્દીવર્યાં, મોટા અમલદારા, પ્રસિદ્ધ દરખારીઓ, વજીર અને સુલતાન મહારાજના સત્કાર માટે સામે આવે છે એવી ખબર વજીરે ઘોડેસવાર સાથે મહારાજ તરફ રવાના કરી. આ ખબર વાંચીને મહારાજે સવાર સાથે તાકીદે ઉત્તર વાળ્યો કે “ આવકાર અને સત્કાર માટે સુલતાન સાહેબના આભારી છું. આપ તે મારા માટા ભાઈ છે. આપ મને લેવા માટે કૃપા કરીને સામે ન આવે. નાના ભાઈના સામૈયામાં મોટા ભાઈ હાય ! મને શરમાવનારું થઈ પડે. નાના ભાઈની રીતે હું તે આવીને આપને મળીશ. ” આવી રીતને વિવેક અને વિનયથી ભરેલા જવાબ વાંચી તાનાશાહને અતિ આનંદ થયા અને એને લાગ્યું કે શિવાજી બહુ વિનયી, વિવેકી અને ડાઘો પુરુષ છે. મહારાજના આવા ઉત્તરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy