SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ - ૬ પહેચે છે. દક્ષિણમાં હિંદવી સ્વરાજ્ય સ્થાપી તેને મજબૂત બનાવી તે મારફતે હિંદુત્વનું રક્ષણ કરવું અને પ્રજાને સુખી કરવી એ મારો હેતુ હું નજરથી દૂર નથી કરી શકો. આ નવી સ્થપાયેલી હિંદુસત્તા બરોબર મજબૂત થઈ જાય છે જે માટે, આખી જિંદગીને હોડમાં મૂકીને હું બાજી ખેલ્યો છું તે સાધ્ય થઈ કહેવાય. મુગલેને તાપી નદી પાર હાંકી કાઢયા સિવાય મહારાષ્ટ્ર સુખી થવાનું નથી. મગલેને તાપી પાર કર્યા સિવાય એની સત્તા દક્ષિણમાંથી તૂટવાની નથી અને જ્યાં સુધી એની સત્તા નથી તૂટી ત્યાં સુધી હિંદના હિંદુઓ સુખી થવાના નથી અને ત્યાં સુધી હિંદુત્વ ભયમુક્ત થયું નથી એટલે મારે આદિલશાહીને લંગડી બનાવી હિંદુસત્તાને હેરાન ન કરે, એના ઉપર હલે ન કરે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ અને તેની તેવી સ્થિતિ થાય તે જ હિંદુસત્તા નિર્ભય બને અને દક્ષિણની સત્તાઓ એક થઈને મુગલેને તાપી પાર હાંકી કાઢી શકે. બેદનુરથી તંજાવર સુધીને ભાગ જો હું આ નવી સત્તા અથવા નવા રાજ્યમાં ન જોડી શકું તે તે હિંદુસત્તા જોઈએ તેટલી મજબૂત થઈ ન ગણાય. નવી સત્તા સ્થાપવાનું કામ થયું પણ તેને નિર્ભય અને મજબૂત બનાવવાની જવાબદારી પણ મારીજ છે તે મારે ન ભૂલવું જોઈએ. જે ચીજ મેળવવા માટે જિંદગી, આપદા, આપત્તિ, આફત, અગવડો અને સંકટમાં કાઢી તે ચીજ મળ્યા પછી તેને ટકાવી રાખવાની જવાબદારી જે માણસ ભૂલે છે તે માણસે એ ચીજ મેળવી એ ન મેળવ્યા બરોબર જ છે. મારે મુગલને દક્ષિણમાંથી હાંકી કાઢવા તે પણ આદિલશાહી અને કુતુબશાહી સત્તાઓ વખત આવ્યે જાગૃત થયેલા મરાઠાઓની ઉછરતી સત્તા જે મુસલમાનોને આંખમાંના કસ્તરની માફક ખૂંચી રહી છે, તેનો નાશ કરવા જરાપણ અચકાશે નહિ એ વાત મારે ભવી જોઈએ નહિ. આદિલશાહી અને કતબશાહી પણ નવી સ્થાપેલી સત્તાને ધક્કો ન લગાડી શકે એવી મજબૂતી મારે મારા રાજ્યની કરવી હોય તે મારે કર્ણાટકને મુલક ભારે ભોગ આપીને પણ કબજે કરજ જોઈએ. આદિલશાહીએ અનેક વખતે મુગલે સાથે મળીને મને હેરાન કર્યો છે, મને સતાવવામાં બાકી નથી રાખી. જ્યારે જ્યારે હું આફતોથી ઘેરાઉં છું ત્યારે ત્યારે સ્થિતિ અને સંજોગોને લાભ લઈ મારાં મૂળ ઉખેડવા માટે એણે બાકી નથી રાખી એ વાત હું કેમ ભૂલી શકું? આ તો રાજદ્વારી મામલે છે, એમાં બાજી ખેલેજ છૂટકો છે. બાજ ખેલવા બેઠા એટલે રીતસર ખેલવી જ જોઈએ. દુશ્મનની બાજી, યુક્તિઓ, રચના, બૃહ અને વલણ જાણ્યા પછી એને ઈલાજ જે રાજદ્વારી પુરષ નથી કરતા અને પહોંચી વળવા માટે તૈયારી નથી કરતો, ફરીથી દુશ્મન એવી યુક્તિઓ અને રચનાઓનો લાભ ઉઠાવી ન જાય તે માટે બનતી સાવધાની રાખી તેવાં કૃત્ય સામે ચાંપતા પગલાં નથી ભરતે, તે માણસ પિતાનું નુકસાન વહોરી લે છે અને દુનિયાની નજરમાં ૫ણુ બેવકૂફ બને છે. આદિલશાહીના કર્ણાટકના સરદારને કબજે કરી આદિલશાહીની કમ્મર તેડી મરાઠાઓનો સામનો કરવા માટે એને નિર્બળ બનાવી મૂકવી. મારા આ વિચારો જાહેર કરવામાં ભારે ભય છે એટલે મારે કર્ણાટક જીતવાની વાત મુગલેથી છૂપી રાખવી જ જોઈએ. રધુનાથપત હણમંતએ સૂચવેલી લંકેજી પાસે પિતાશ્રીની જાગીરને મારે ભાગ માગવા જવાની યુક્તિ આ સમયે બહુ ઉપયોગી છે. પિતાએ મૂકેલી જાગીરમાં ભાગ લેવા માટે જવાની વાત બહાર આવે મગલો ભડકશે નહિ અને ધારી નેમ પાર પાડવામાં મગલે ડખા કરશે નહિ. નિરાજી રાવજી, પ્રહાદ નિરાજી અને શામજીનાઈકે ગોવળકાંડ સાથે બરોબર ગોઠવણ કરી છે એટલે શ્રી ભવાનીની કપાથી યામ કરવાથી વિજય પ્રાપ્ત થશે જ. મારા મુત્સદીઓએ ગવળકાંડાવાળા માદરણ અને અકાણાને મળીને અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા માંડયું છે એ સુચિહ્યું છે.' ૬. કર્ણાટક ઉપર ચડાઈ કરવાને મહારાજને નિર્ધાર શિવાજી મહારાજ કર્ણાટકની ચડાઈ માટે સર્વ તૈયારી કરી રહ્યા હતા એવામાં કુતુબશાહ સાથે આ સંબંધમાં વાત કરી, કેટલીક મુદ્દાની બાબતો નક્કી કરી રઘુનાથપત હણમંત મહારાજની હજુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy