SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું] છ, શિવાજી ચરિત્ર દાબીને અને મુગલ શહેનશાહને ખંડણથી મનાવીને મહારાજે મુગલોને કામચલાઉ બંદોબસ્ત કર્યો. આવી રીતે મુગલો સાથે તહનામું કરીને મહારાજે કર્ણાટકની ચડાઈ દરમિયાન મુગલો એમના મુલકને ન સતાવે તે માટે ઘટત બંદોબસ્ત કર્યો. | મુગલોને મનાવ્યાથી જે બંદેબસ્ત થયો તે પૂરતા ન હતા. દુશ્મનની પાસેથી કામ લેવું હોય ત્યારે બહુ ઊંડે વિચાર કરવાનો હોય છે. દુમનની સાથે સલાહ અને સમાધાની થાય અને તે એકલી બીના ઉપર આધાર રાખીને કાર્યક્રમ ઘડવામાં આવે તે પશ્ચાત્તાપ કરવો પડે છે. તેવા સંજોગોમાં દીર્ધદષ્ટિ અને ઊડી બુદ્ધિવાળો મુત્સદ્દી સાવચેત રહીને અને વિચાર કરે છે અને બંને સંજોગોમાં ઉપયોગી નીવડે એવી વ્યવસ્થા કરે છે. શત્રુ સાથે કરવામાં આવેલી સુલેહ અને સમાધાની જો શત્રુ તેડે તે તે વખતે સંજોગોને પહોંચી વળવા માટે શા શા પગલાં પહેલેથી જ ગોઠવી રાખવાં એને વિચાર પહોંચેલ મુત્સદ્દીઓ કર્યા વગર રહેતા નથી. પિતાની ગેરરાજરીમાં રાજ્યને બંદેબસ્ત કરતી વખતે એમણે મુગલ સાથે કરેલી સુલેહ નજર સામે રાખી હતી અને મુગલે કરેલી સુલેહ તોડી નાંખે તે શું કરવું તેને પણ વિચાર કર્યો હતો. મુગલે આપેલા વચન પાળે તે તેનો પ્રશ્ન જ ન હતો પણ મુગલે સલાહ તેડીને મરાઠા મલક ઉપર ચડાઈ કરે છે તેવા સંજોગોમાં મરાઠા રાજ્યના રક્ષકે પિતાની ગેરહાજરીમાં રાજ્યનું રક્ષણ સુંદર રીતે કરી શકે તેવો બંદોબસ્ત મહારાજે કરવા માંડયો. પિતાના બધા કિલ્લાઓને અન્ન સામગ્રી તથા દારૂગોળાથી સાધનસંપન્ન કરી મહારાજે પ્રસંગ આવી પડે છે તે માટે તૈયાર કરી રાખ્યા. પિતાની સરહદ ઉપર ઢોરા (ફલટન)થી પહાળા સુધી વરધનગઢ, ભૂયંગગઢ, સદાશીવગઢ, મચન્દ્રગઢ નામના નવા કિલ્લાઓ પણ બાંધવા માંડયા હતા, તેનું કામ આ વખતે જ પૂરું થયું હતું. તે બધા કિલ્લાઓ સાધનોથી ભરપૂર કર્યા. આવી રીતે મહારાજે પોતાની ગેરહાજરી દરમિયાન રાજ્ય ઉપર દુશ્મન હલો ન કરી શકે એ પાક બંબસ્ત કર્યો. પિતે કર્ણાટકની ચડાઈમાં રોકાયા હોય ત્યારે મુગલોની ચિંતા મહારાજને હતી તેવીજ અને તેથી પણ અધિક ચિંતા એમને સીદીની હતી. સીદી કંઈ સંવાળી સંગઠન ન હતું એ મહારાજે અનુભવથી જાયું હતું. મહારાજની ગેરહાજરીને લાભ લઈને મરાઠા મુલકમાં તેફાન મચાવે એ એ છે એની પૂરેપુરી ખાતરી હેવાથી તે તરફને બંદેબસ્ત કરવાને મહારાજ વિચાર કરવા લાગ્યા. મહારાજ લશ્કર સાથે કર્ણાટકમાં રોકાયાની ખબર સીદીને મળી કે તે તરતજ કાંકણપ્રાન્ત કબજે કરવા માટે આસમાન પાતાળ એક કરી દેશે એની મહારાજને જરાએ શંકા ન હતી એટલે એને સામને કરવાની જવાબદારી મહારાજે પોતાના વિશ્વાસપાત્ર અમલદાર સ. અણાજી દો સચિવને શિરે નાંખી. આ અમલદારના તાબામાં જબરું લશ્કર આપી કલ્યાણથી ફડ સુધીના કિલ્લાઓનો કબજે એને સાંપ્યા. મુગલ સત્તાની માફક સીદીને પણ એમણે બંદેબસ્ત કરી દીધું. પિતાની ગેરહાજરી દરમિયાન પ્રજાને વેઠવું ન પડે માટે સાવધાનીનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. શિવાજી મહારાજે ૧૬૭૬માં કર્ણાટક ઉપર ચડાઈ કરી તે વખતની તે કર્ણાટકની ચતઃસીમામાં અને આજની ચતુઃસીમામાં ફેર છે. તે વખતે તે કેરમંડળ અને મલબાર કિનારાની વચ્ચેના મુલકને કન્નડ અથવા કર્ણાટક પ્રાંત કહેવામાં આવતા. કર્ણાટક ઉપર ચડાઈ કરવાનો નિર્ધાર કરતાં પહેલાં મહારાજાએ વિચાર કર્યો કે “આદિલશાહી આજે નબળી બની છે પણ અનુકૂળ સંજોગોમાં જે પુરુષ દુશ્મનને લંગડે કરવામાં અથવા બને તે તેને પૂરા કરવામાં ઢીલ કરે છે તે તેમાં ભારે ભૂલ કરે છે. આજે આદિલશાહીને લંગડી કરવા માટે મારે કર્ણાટક જીતવાની ખાસ જરૂર છે. સંજોગે જેમ જેમ બદલાતા જાય તેમ તેમ માણસે પિતાની હિલચાલના રસ્તા બદલવા જોઈએ. ગમે તેવા આકરા અને પ્રતિકૂળ સંજોગે આવી પડે તે પણ પિતાનું ધ્યેય નજર સામેથી જે માણસ દૂર નથી કરતા તે વહેલે મોડે પણ ધારેલ ઠેકાણે જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy