SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર જાણું છું એટલે જ આપની પાસે કુમક માટે આવ્યો છું. કુતુબશાહી પ્રત્યેની આપની વફાદારી પણ જાણીતી છે. બાદશાહ પ્રત્યેની આપની વફાદારીમાં જરાએ ઘટાડો કરવાની મારી સૂચના નથી. મારી વિનંતિ તો આપને એ છે કે આપ બાદશાહ સલામતના દિલમાં મહારાજ માટે પ્રેમ ઉત્પન્ન કરો અને કર્ણાટકની ચડાઈમાં એ મહારાજને મદદ કરે એવી ગોઠવણ કરે.” રઘુનાથપંતની વિવેક અને વિનયથી ભરપુર વિનંતિ સાંભળી માદપંતને અતિ આનંદ થયો અને આ વિનંતિના સંબંધમાં એમણે એની સાથે બહુ ચર્ચા કરી. વાટાઘાટ થયા પછી આખરે માદરણુપતે રઘુનાથપતને એમણે કરેલી વિનતિના સંબંધમાં ઘટતું કરવાનું વચન આપ્યું. કુતુબશાહ સુલતાનની મુલાકાત કરાવવા માટે રઘુનાથપંતે માદરણાપંતને વાત કરી. માદરણાપતે હણમંતની આ માગણી ઉપર ઊંડે વિચાર કર્યો. ચારે તરફનો વિચાર કરતાં માદણાપંતને પણ લાગ્યું કે રધુનાથપંતને બાદશાહની મુલાકાત કરાવવી અને એના વિચારો અને વિનંતિ બાદશાહ આગળ રજૂ કરવાની તક આપવી. માદણાપતે રઘુનાથપંતની બાદશાહ સાથે મુલાકાત ગોઠવી. જેમ માદરણુપંતને રધુનાથપંતે પોતાની વકતૃત્વ શક્તિથી, દલીલથી અને વાદવિવાદની શૈલીથી છક કરી નાંખ્યા હતા, તેવી જ રીતે એણે કુતુબશાહી સુલતાન તાનાશાહને પણ છક કરી નાંખ્યો હતો. સુલતાને હણમતિની મુલાકાત લીધી. અરસપરસ ચર્ચા થઈ. આખરે એણે રઘુનાથપંતની વિનંતિ ઉપર પૂરતું ધ્યાન આપવાનું વચન આપ્યું. કર્ણાટક જતી વખતે ભાગાનગર થઈને જવાનું વાતાચીતમાં નક્કી થયું.. ૪. શિવાજી મહારાજની કર્ણાટક ઉપર સવારી. શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપરથી આપણે જોઈ શકીશું કે એમણે એમના જીવનમાં અનેક મુલાકે ઉપર અનેક ફેરા ચડાઈ કરી. એ બધી ચડાઈઓ તપાસતાં આપણને કહેવું પડશે કે કર્ણાટકની ચડાઈ એ એમના જીવનમાં કરેલી બધી ચડાઈઓમાં સૌથી મોટી, સૌથી વધારે મહત્ત્વની અને ચિરસ્મરણીય હતી. મહારાજના મુત્સદ્દીપણુના, એમની દીર્ઘદૃષ્ટિના, એમની પહોંચ અને કાબેલિયતના, એમના દિલદારપણુના, એમના વિવેક અને વિનયના અનેક દાખલાઓ આ ચડાઈને વર્ણનેમાંથી મળી આવે છે. મહારાજની યશસ્વી કારકીર્દિના મંદિર ઉપર રત્નજડિત કળશ ચડાવનારી કર્ણાટકની ચડાઈ હતી. શિવાજી મહારાજના જીવનના દરેક બનાવે એમની કીર્તિ વધાર્યું છે પણ કર્ણાટકની ચડાઈએ તે એમની કીતિને ઠેઠ ટોચે પહોંચાડી. શિવાજી મહારાજ માંદા પડ્યા હતા. એમને પૂરેપુરા આરામની જરૂર હતી તેથી વિદ્વાનોની સલાહ અને સરદારો તથા સ્નેહીઓના આગ્રહથી એમણે આરામ માટે અનુકૂળ ઠેકાણે મુકામ કર્યો અને થોડી મુદત માટે ભારે કામકાજ બંધ રાખ્યું. મહારાજનું શરીર આરામ લેતું હતું પણું મગજ તે ભારે કામ કરી રહ્યું હતું. મગજને નહેાતે આરામ કે નહેતે થાક. હિંદુત્વના રક્ષણ માટે, રાષ્ટ્રીયત્વની ભાવના મજબૂત કરવા માટે, પ્રજાનાં દુખે દૂર કરવા સ્થપાયેલા નવા રાજ્યને વધારી મજબુત કરવા માટે મહારાજનું મગજ અનેક યોજનાઓ જી રહ્યું હતું. કો મુલક જીત, કયા મુલકને જીતવાથી દુશ્મન સત્તાઓ આ નવી સ્થપાયેલી સરકારના મૂળ ઉપર ઘા ન કરી શકે એને વિચાર મહારાજ ચાવીસે કલાક કરી રહ્યા હતા. આદિલશાહી, કુતુબશાહી, મુગલાઈ વગેરે સલ્તનતેની ખાનગી બાબતે જાણવા માટે મહારાજનું હેરખાનું (નજરબાજખાતું) બહુ સુંદર કામ કરી રહ્યું હતું. મુગલ સલ્તનતની ખરી સ્થિતિ કેવી છે, બાદશાહતમાં ક્યાં ક્યાં શાન્તિ છે, ઝગડા કયાં ઉભા થયેલા છે, અસંતોષ કયાં ફાટી નીકળ્યો છે, કયા મુલકમાં બાદશાહના જુલમથી પ્રજાના આગેવાનોમાં અસંતોષ ફેલાયો છે, કયા પ્રાન્તમાં સત્તાના છલને લીધે સત્તા પ્રજામાં અપ્રિય થઈ પડી છે, કયા ભાગના માણસે ત્રાસીને સત્તાને ઉખેડવા મરણિયા થયા છે, કયા ભાગના માણસે સત્તાની મૂંસરી ઉખેડવાની તૈયારી સાથે તકની રાહ જોઈ રહ્યા છે અથવા કયા ભાગના માણસો મહેનત કરે મરણિયા થાય એવા છે, વગેરે બાબતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy