SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૯ મું ભાગાનગર નજીક આવી પહેઓ એટલે પિતે એકલા એક સાદા પંડિતને વેશ ધારણ કરી પિતાની સાથે ૨ ચેલાએ લઈ માદણાપંતને ત્યાં ગયા. માદણાપંતના મહેલમાં બાહ્મને જવા માટે સ્ટ હતી. સવારે સંધ્યાસ્નાન વખતે આ વેશધારી પંડિત, પંડિતના લેબાસમાં પિતાના બે ચેલાઓ સાથે માદરણપંતના મહેલમાં આવી પહોંચ્યા. ' આજે માદાપંતને મુકામે શિવ અને વિષ્ણુ માર્ગના પંડિતની સભા હતી અને બંને પિતપિતાના પંથની–માર્ગની મહત્તાના સંબંધમાં વાદવિવાદ કરવાના હતા. આજની આ ધાર્મિક સભા બહુજ મહત્ત્વની હોવાથી ઘણાં પંડિતે આવ્યા હતા. ચર્ચા સાંભળવા માટે પણ ઘણુ વિદ્વાને ભેગા થયા હતા. આજે કુતુબશાહીના પ્રભાવશાળી પ્રધાનને ત્યાં આ મહત્ત્વનો જલસો હતા, એટલે વિદ્વાને અને પંડિતોની ઠઠ જામી હતી. માદરણાપંત પોતે પણ જબરે વિદ્વાન હતા. એ વિદ્યાવિલાસી હતા. પંડિત અને વિદ્વાનોનો એ આશ્રયદાતા હતા. આજના આ જલસામાં આ નવ પંડિત ( રઘનાથપંત હણમતે પિતાના બે ચેલાઓ સાથે જઈને બેઠે. પંડિતેના વિવેચનો અને વાદવિવાદ શરૂ થયા. આવી રીતે જલસાનું કામ બરાબર રંગે ચડયું એટલે આ નવા પંડિત ઉભા થયા અને પિતાની ઉત્તમ શૈલી અને વકતત્વથી એમણે પ્રથમ શૈવ માર્ગની સર્વોત્તમતા પ્રતિપાદન કરી અને સભાના પંડિતેને અને વિદ્વાનોને છક કરી નાંખ્યા. બધાનું ધ્યાન આ નવા પંડિત તરફ ખેંચાયું. બધા એની તરફ ટગર ટગર જેવા લાગ્યા. માદરણાપંત પણ આ નવા પંડિતનું પાંડિત્ય જોઈ બહુજ રાજી થયા. હાજર રહેલા બધા આ પંડિતની પ્રશંસા કરવા લાગ્યા. વિરોધી પક્ષના પંડિતો પણ આ અસાધારણ બુદ્ધિવાળા વિદ્વાન વક્તા પ્રત્યે માને બતાવવા લાગ્યા. વિવેચને આગળ ચાલ્યાં એટલે પછી આ પંડિતે વૈષ્ણવ સંપ્રદાયની સર્વોત્તમતા દાખલા દલીલ, ઉત્તમ છટા અને આધાર સાથે પ્રતિપાદન કરી. સભામાં હાજર હતા તે બધા પંડિત આ પંડિતની વિદ્વતાથી નિત્તર બની ગયા. શ્રોતાજન એની દલીલે અને મીઠી વાણીમાં તલ્લીન બની ગયા હતા. સભાનું કામકાજ આપ્યા પછી માદાપતે રઘુનાથપંતને પિતાની પાસે ખાનગીમાં બેલાવ્યો અને એમની ખૂબ પ્રશંસા કરી અને એને પિતાને ત્યાં રોકી એની સાથે વાર્તાલાપ કરવા માંડ્યો. માદરણાપંત જેમ જેમ આ પંડિતની સાથે વાતેમાં ઊંડો ઉતર્યો તેમ તેમ આ નવા પંડિતની વિદ્વત્તાની અને હોશિયારીની ખાતરી થતી ગઈ. આખરે બહુ રાજી થઈ આ પંડિતને ખૂશ કરવા માટે કીમતી વસ્ત્રો અને આભૂષણે માદણાપતે આપવા માંડ્યા. આ જોઈને નવા પંડિતે કહ્યું. ‘વજીર સાહેબ, હું નથી પંડિત કે નથી ભિક્ષુક, હું નથી વિદ્વાન કે નથી યાચક, હું તે શિવાજી મહારાજનો સાધારણ પંકિતને પણ સાચો સેવક છું. જોકે મને રઘુનાથપંત હમ તેના નામથી ઓળખે છે.' આ સાંભળી માદાણાપંત આશ્ચર્યચકિત થઈ ગયા. રઘુનાથપંતને પિતાની પાસે બેસાડયો. હેમંતેએ આગળ ચલાવ્યું–“આપ તે શિવાજી મહારાજના વખાણનારા છે અને એમના ખાસ હિતકર્તા છે. આપની પાસે રાજકારણને અંગે હું અત્રે આવ્યો છું. હિંદુત્વના એ તારણહારની અડચણો દૂર કરવા માટે હું આપની મદદ લેવા આવ્યો છું. આપ બંને ભાઈઓએ મહારાજના અંતઃકરણમાં બહુ ઊંડે વાસ કર્યો છે. મહારાજ તે આપની તો વારંવાર પ્રશંસા કરે છે અને ઘણી વખતે કેટલીક મહત્ત્વની બાબતમાં અને હિંદુત્વ માટેની અભિમાનની બાબતમાં નવા ઉછરતા મુત્સદ્દીઓને આપને ધડ લેવા મહારાજ કહે છે. મહારાજે કર્ણાટક ઉપર ચડાઈ કરવી આ સંજોગોમાં શ્રેયસ્કર છે. મહારાજની સત્તા વધે અને એમના રાજ્યને પાયો મજબૂત થાય એ પ્રયત્નો ચાલુ છે તેમાં આ સેવક કામ કરી રહ્યો છે. મહારાજની ચડતીમાં હિંદુત્વને ઉદય છે, મહારાજની સત્તા વધારવામાં જ હિંદુઓના સુખને વધારો થવાનો છે. મહારાજની સેવા એ હિંદુત્વની સેવા છે એમ હિંદુત્વ માટેની ધગશવાળા દરેકને લાગે છે. આપ ધર્માભિમાની છે, આપ હિંદુ ધર્મનો ઉદય ઈચ્છે છે અને તે માટે આપથી બનતું; કરે છે એ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy