SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર # પ્રકરણ ૧ લું મંદિર તોડવાને શાહજાદા તરીકે પહેલાં કાઢવામાં આવેલા હુકમને તરતજ અમલ કરવા ફરમાન કાવું (મિરાતે અહમદી). ૩. શાહજાદો હતો ત્યારે ઔરંગઝેબને શિકારને શેખ હતે. ઔરંગાબાદ નજીકમાં શિકાર કરવા જતાં શાહજાદાની નજર મહારાષ્ટ્રના હિંદુઓને પૂજ્ય એવા ખંડેરાવ (ખંડોબા ) ના મંદિર ઉપર પડી. જેમાં વીજળી પડતાંની સાથે મકાન તૂટી પડે છે તેવી રીતે શાહજાદાની નજર પડતાંની સાથેજ એ મંદિર તેડી પાડવાનો હુકમ થયો અને મંદિર તરતજ તેડાવી નંખાવ્યું ( કલીમત. ઈ. ત). ૪. છૂટા છવાયા નજરે પડતા મંદિરો તોડાવ્યાથી બાદશાહની તૃષ્ણ તૃપ્ત થઈ નહી, તેથી ઈ. સ. ૧૬૬૯ની ૯ મી એપ્રિલે શહેનશાહે હુકમ કાઢથી કે કાફરોનાં બધાં મંદિર અને શાળાઓ જમીનદોસ્ત કરે અને તેમના ધાર્મિક શિક્ષણની સંસ્થાઓ નાબુદ કરે. ધાર્મિક સંસ્કાર વિધિ વગેરે અટકાવી દે (સર જદુનાથ સરકાર ). ૫. ગુજરાતમાં સોમનાથ મહાદેવનું મંદિર બહુ નામીચું છે. એ જ સેમિનાથનું મંદિર કે જેના ઉપર ઈ. સ. ૧૦૨૪માં મહમદ ગઝનીએ ચડાઈ કરી હતી. મહમદે જ્યારે આ મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે એની જાહેરજલાલી બહુ જબરી હતી. તેમનાથના દેવાલય જેટલું પ્રસિદ્ધ અને માનીતું દેવાલય આખા હિંદુસ્થાનમાં તે વખતે ન હતું. સોમનાથ મહાદેવની પૂજા માટે ૧૦૦૦ બ્રાહ્મણ રાખવામાં આવ્યા હતા. એ દેવાલયના ખરચ માટે ૧૦૦૦૦ દસ હજાર ગામોની આવક નક્કી કરવામાં આવી હતી. મહમદ ગઝનીએ ચડાઈ કરી ત્યારે આ મંદિરની મીલકત ઝકરીયા કઝીની નામના પરશિયન પ્રહસ્થ પિતાની ધમાં જણાવ્યા પ્રમાણે ૩૦ કરોડ રૂપિયાની હતી. મહમદ ગઝનીએ મૂર્તિ તેડી દેવળ છિન્નભિન્ન કરી નાંખ્યું અને કરોડો રૂપિયાની સંપત્તિ લઈ ગયો. ત્યાર પછી ગુજરાતના ભીમદેવ રાજાએ આ મંદિર પથ્થરથી બાંધવાનું શરૂ કર્યું, જે રાજા કુમારપાળે પૂરું કર્યું. એવા આ સોમનાથના દહેરા ઉપર ઔરંગઝેબની નજર તેની કારકિર્દીની શરૂઆતમાં પડી. એના હુકમથી એ મંદિર તેડીને મૂર્તિપૂજા બંધ કરાવવામાં આવી હતી. આ મંદિર સંબંધમાં બાદશાહને ઘણું વરસ પછી પાછી યાદ આવી એટલે એ સંબંધમાં ફરી પાછો હુકમ કર્યો કે “સેમિનાથનું મંદિર હિંદુઓએ સમરાવીને ફરી પાછી ત્યાં મૂર્તિ પૂજા શરૂ કરી હેય તે તે મદરને એવી રીતે જમીનદોસ્ત કરો કે એનું નામ નિશાન રહે નહિ અને એના પૂજારીઓને પણ એ ગાળામાંથી હાંકી કાઢે (મિરાતે અહમદી). ૬. ૧૯૬૧ના ડિસેમ્બર માસમાં મીરજુમલા કુચબિહારમાં પેઠે અને ત્યાં બધાં હિંદુ મંદિરને જમીનદોસ્ત કરી તેની જગ્યાએ મજીદો બાંધવાના કામ પર મહમદસાદીક નામના અમલદારને નીમ્યા. મિરજુમલાએ પિતે ફરસુ વડે નારાયણની મૂર્તિ ભાંગી નાખી (ટુઅર્ટકૃત ‘બંગાળા”). ૭. મથુરામાં કેશવરામના મંદિરમાં બહુ સુંદર અને સુશોભિત કીમતી પથ્થરના કઠેરાઓ દારા શેહે ભેટ આપ્યા હતા, તેની ઔરંગઝેબને ખબર મળી એટલે એ કઠેરાઓ કાઢી નાંખવાને હુકમ આપે. એના હુકમ મુજબ મથુરાના ફોજદાર અબદુલ નબીખાને ૧૬૬૬માં આ કઠેરાઓ કાઢી નાંખ્યા (અખબારત). ૮. મલાર્તાનું મંદિર તોડવાને માટે સલીમ બહાદુરને ઈ. સ. ૧૬૬૯ના મે માસમાં મેકલવામાં આવ્યો (મસીર. ઈ. આલમગીરી). ૯. હિંદુસ્થાનના હિંદુઓ પ્રાચીનકાળથી બનારસ અથવા કાશીને પિતાના ધર્મનું પવિત્ર ધામ માનતા આવ્યા છે. ઔરંગઝેબે કાશી વિશ્વનાથના આ મંદિર ઉપર હાથ નાંખવાને વિચાર કર્યો. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy