SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પ્રકરણ ૧ લું]. છે. શિવાજી ચરિત્ર પરહેજ કરવાના, બાદશાહે દિલ્હીથી મેકલેલા મુઆઝમ ઉપરના ફરમાનની ખબર વખતસર મળવાથી પ્રતાપરાવ અને બીજા માણસે લશ્કર સહિત ઔરંગાબાદ છેડીને મહારાજની પાસે રાયગઢ જઈ પહોંચ્યા. પ્રતાપરાવે સર્વ હકીકત મહારાજને સંભળાવી. મુગલેના અત્યાચાર મહારાજને અસહ્ય થઈ પડ્યા હતા પણ એમના અત્યાચારમાંથી, હિંદુઓને છોડાવી હિંદુત્વનું રક્ષણ કરવા માટે ખાસ સ્થાપવામાં આવેલી સત્તાને મજબુત કરવાની જરૂર હતી તેથી મહારાજ મુગલે સાથે અથડામણમાં આવતાં અટક્યા હતા. મુગલ જેવી જામેલી અને મજબૂત સત્તાને ઉખેડવા માટે જોઈતી તૈયારી મહારાજ કરી રહ્યા હતા. ઔરંગઝેબ ધર્માધ હતા અને શિવાજી મહારાજ ધર્મચુસ્ત હતા. ઔરંગઝેબ બીજા ધર્મો પ્રત્યે કેવળ અસહિષ્ણુ હતા. હિંદુઓ ઉપર અત્યાચાર અને જુલમ કરીને એ ઈસ્લામને ફેલાવે કરી રહ્યો હતો. શિવાજી મહારાજ ચુસ્ત હિંદુ હતા. એમણે હિંદુધર્મના અપમાન માટે વેર લેવાની તૈયારી કરી પણ મુસલમાન ધર્મનું કે કોઈ બીજા ધર્મનું અપમાન કદી નથી કર્યું. ઔરંગઝેબે હિંદુઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો. મહારાષ્ટ્રની સમરભૂમિ ઉપર મુસલમાનોને મહારાજને સામનો કરવો પડ્યો એનાં અનેક કારણે છે, તેમાં શહેનશાહે હિંદુ દેવળે અને મંદિરોના કરેલાં અપમાન એ પણ એક કારણ છે. એક ચુસ્ત અને અભિમાની હિદુ તરીકે શિવાજી મહારાજને હિંદુ ધર્મ ઉપરના ઔરંગઝેબે કરેલા અત્યાચાર આખર સુધી સાલ્યા છે. મુગલ સાથેનાં જંગમાં પ્રવેશ કરતાં પહેલાં ઔરંગઝેબે હિંદુ મંદિરો, દેવાલયો, પવિત્ર પ્રતિમાઓ, વગેરેનાં જે અપમાને કર્યો છે તેના સંબંધમાં આ પ્રકરણમાં સહેજ ઈસાર કરી પછી મહારાજના જીવનને પછીને ભાગ લખવામાં આવે તે વાંચકોને મહારાજના જીવનનો ઈતિહાસ સમજવાનું સહેલું થઈ પડશે એમ ધારીને આ પ્રકરણમાં ઈ. સ. ૧૬૫ થી ૧૭૦૭ સુધીમાં બનેલા લેહી ઉકાળનારા, ઔરંગઝેબના ધમધપણુના અનેક બનાવો પૈકી કેટલાક નમૂના તરીકે અત્રે રજૂ કરીએ છીએ. દરેક બનાવને જૂના લેખેને આધાર છે એ વાંચકોને ધ્યાનમાં લેવા વિનંતિ છે. ઔરંગઝેબ જેવા શહેનશાહના આ અત્યાચારથી શિવાજી મહારાજ જેવા હિંદુત્વના તારણહારના હૃદયને શું થતું હશે તેની કલ્પના કરવાનું અમે વાંચકોને જ સોંપીશું. શહેનશાહ ઔરંગઝેબની કારકિર્દીમાં હિંદમાં હિંદુ ધર્મની કેવી સ્થિતિ હતી તેની કલ્પના અથવા ઝાંખી નીચેના દાખલાઓ ઉપરથી થશે. ૧. ઔરંગઝેબ નાનો હતો ત્યારથી જ તેનામાં ધમાંધપણું હતું. હિંદુસ્થાનમાં હિંદુધર્મ ઉપર સત્તાના જોરે અનેક જુલમી બાદશાહએ અનેક પ્રકારના અત્યાચાર કર્યા છે. મુગલવંશના બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર પાછલા અનુભવથી ડાહ્યા બન્યા હતા, પણું ઘણું વરસ પછી વળી પાછા ઔરંગઝેબ ધમધ સત્તાધારી પેદા થયો. ગાદી ઉપર આવતા પહેલાં શાહજાદી તરીકે પણ હિંદુધર્મ ઉપર અત્યાચાર કરવાનું એણે શરૂ કર્યું હતું. હિંદુધર્મનું અપમાન કરવામાં જ ઈસ્લામ ધર્મનું માન સમાયેલું છે એવી એની માન્યતા હતી, એમ એનાં અનેક અત્યાચારી કો ઉપરથી સાબિત થાય છે. ગુજરાતમાં અમદાવાદ નજીક સરસપુરમાં એક શ્રદ્ધાળુ ધર્માત્મા શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિનું એક સુંદર દેરાસર બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબને કાને આ વાત ગઈ એટલે એણે આ મંદિર ઈ. સ. ૧૬૪૫માં પાડી નંખાવ્યું એટલું જ નહિ પણ એ દેરાસરની જગાએ મજીદ બનાવી અને તેનું નામ કવતઉલ-ઈસ્લામ રાખ્યું (મિરાતે અહમદી). સત્તાના જોર ઉપર આ શાહજાદાએ હજારો શ્રદ્ધાળ હિંદુઓના હૈયામાં આ કૃત્યથી કારી જખમ કર્યો હતે. ૨. શાહજાદા ઔરંગઝેબે અમદાવાદ અને ગુજરાતના બીજા પરગણાઓમાં હિંદુઓના મંદિરને નાશ કરવા માટે મુગલ અમલદારો ઉપર હુકમે છેડ્યા હતા. પણ પોતે ગાદીનશીન થયા પછી ખબર કાઢતાં એણે સાંભળ્યું કે એ મંદિરે તે હિંદુઓએ સમાર્યા અને ફરીથી એમાં પ્રતિમાઓ પધરાવી એની પૂજા કરે છે ત્યારે તેને ક્રોધ ચડ્યો અને ઈ. સ. ૧૯૬૫ના નવેમ્બર માસમાં એ ગાળામાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy