SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું ટાળી જુદે જુદે વેશે મથુરાથી નીકળી જરુર જણાતાં આરામ લેતી, પ્રયાગ થઈ ને શ્રીક્ષેત્ર કાશી ( બનારસ ) માં આવી પહોંચી. બનારસમાં પણ બાવાની જબરી જમાતા ભેગી થઈ હતી. આ ઠેકાણે શિવાજીને ખેાળી કાઢવાની અને પકડી લેવાની જબરી તૈયારી મુગલ અમલદારાએ કરી હતી. મહારાજની ટાળી બનારસમાં પેઠી એટલેજ એમણે જોયું કે એ સ્થળે ખૂબ સખ્તાઈ હતી. એ સ્થળે કામ આટાપી તુરત છટકી જવાના મહારાજે નિશ્ચય કર્યાં. આ સંબંધમાં જે બનાવ અન્ય તે સુરતના એક બ્રાહ્મણે કાફીખાનને કહ્યો હતા, તેનું વણુન એ નીચે પ્રમાણે આપે છે: “ હું બનારસમાં એક ગારને ત્યાં નાકર હતા. એ ગારને ત્યાં આવતા એના યજમાનાને યાત્રા કરાવવી, સ્નાન કરાવવાં, પૂજા કરાવવી, દર્શન કરાવવાં, વગેરે ધાર્મિક વિધિ કરાવી, યજમાન આપે તે દક્ષિણા લઈ, ગારને ત્યાં જમે કરાવવી એ મારું કામ હતું. મારું ગાડું હું હાંકે જતા હતા, પણ આ ગેર મને ખાવાની બાબતમાં બહુ ત્રાસ આપતા હતા. આ સંબંધમાં મારું દિલ એનાથી ઊંચુ થયું હતું. હંમેશની માક એક દિવસે પ્રાતઃકાળે હું ગંગાજી ઉપર ગયા, ત્યારે ત્યાં એક માણસ બહુ ઉતાવળા ઉતાવળે સ્નાન કરવા આવ્યેા હતા. આ યાત્રાળુએ તે સ્નાનનો મત્ર ખેલવા કહ્યું અને પાતે ઉતાવળા ઉતાવળા સ્નાન કરવા મંડી પડ્યો. એ સ્નાન કરતા હતા એ દરમિયાન ખાદશાહના એક નેાકર, શિવાજી મહારાજના નાસી ગયાના સંબંધમાં, બાદશાહને ઢંઢેરા બહુ જોરથી ધાટ ઉપર જાહેર કરી ગયા. ઘાટ ઉપરના યાત્રાળુઓ આ સંબંધમાં ચર્ચા કરવા મંડી પડ્યા. શિવાજી રાજાને પકડી આપનારને બહુ ભારે ઈનામ મળશે. શિવાજીને પકડી આપે તેનુ તેા કલ્યાણુ જ થઈ જશે. પકડી આપનારના વશર્જાનું, પુત્ર પૌત્રાદિકનું બાદશાહ કલ્યાણ કરી દેશે વગેરે વાતા ધાટ ઉપર યાત્રાળુઓ ખેલવા લાગ્યા, ઘાટ ઉપર યાત્રાળુઓના ટાળામાં ગુપ્ત પાલીસના ઘણાં માણુસા હતાં. આ યાત્રાળુ સ્નાન કરતા હતા પણુ એનું ધ્યાન ચારે તરફ હતું. એ પાણીમાંથી નીકળ્યા અને મારા ખેાબામાં દક્ષિણા મૂકી કહ્યું કે “ આ તમારી દક્ષિણા તમે સ`ભાળી લા. હુમાં તે મંત્ર પૂરા કરા પછી નિરાંત દક્ષિણા જોઈ લેજો.” એમ ખેલતા ખેલતા એ માસ બહુજ ઉતાવળા ચાણ્યા ગયા. જોત જોતામાં એ નજરથી દૂર થઈ ગયા. મેં દક્ષિણા જોઈ તા મને તેણે ૯ હીરા, ૯ કિંમતી રત્ના, ૯ મહેરા અને ૯ હૈાનની દક્ષિણા આપી હતી. એ ચાલ્યા ગયા ત્યાર પછી મેં જાણ્યું કે એ શિવાજી હતા. આ દક્ષિણા લઇને હું મારા પેલા શેઠ ગારને ત્યાં ગયેાજ નહિ. મે' સીધા સુરતને રસ્તા પકડ્યો અને આ મકાન મે... એ દક્ષિણામાંથી બંધાવ્યું છે.” બનારસમાં મહારાજને પકડવાના સંબંધમાં આટલી સખ્તાઈ હતી અને અમલદારા બહુ કડક હતા છતાં મહારાજ કાશીમાં પડિત ગાગાભટ્ટને મળ્યા હતા. દક્ષિણમાં સહીસલામત પહેાંચવાને પદ્મિત ગાગાભટ્ટની આ મુલાકાત પણ મદદરૂપ નિવડી હતી. આવી રીતે બનારસની સખ્તાઈમાંથી મહારાજ ભહુ યુક્તિથી છટકી ગયા અને આખી ટાળી બનારસથી નીકળી પટણા આવો. શિવાજી મહારાજે કાર્યક્રમ પહેલેથી ઘડી કાઢીને કેટલેક મુકામે આગળથી જ પેાતાનાં વિશ્વાસુ માણુસા માકલી દીધાં હતાં. આવી રીતે મેાકલેલો એક ટાળી આ ટાળીની ગયાજીમાં વાટ જોતી હતી. મહારાજની ટાળી પટણાથી ગયાજી જઈ પહોંચી અને આગળ મોકલેલા વિશ્વાસુ માણસે મહારાજને મળ્યા. ગયાજીમાં પશુ મુગલ પેાલીસાની બહુ સખ્તાઈ હતી. શિવાજી મહારાજને રોધી કાઢવા મુગલ અમલદારા ભારે પ્રયત્ન કરી રહ્યા હતા અને બાદશાહે મહારાજને પકડી આપનારને માટે ભારે ઈનામા જાહેર કર્યાં હતાં તથા ખીજી લલચાવનારી ઘણી શરતા જાહેર કરી હતી એ આપણૅ વાંચી ગયા. ગયા”ને મુગલ અમલદાર વધારે ચાલાક હતા અને ઝીણી નજરથી તપાસ કરનારો હતા. એને મહારાજનો ટાળી માટે વહેમ આવ્યા અને એણે આ ટોળીમાંનાં કેટલાંક માણસને પકશ્રાં. પ્રવાસ દરમિયાન આ ભારેમાં ભારે સંકટ હતું. કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાય એવું હતું. સકટ તે જબરું હતું, પણુ આવાં આવાં સટાથી મહારાજ ગભરાઇ જાય એવા ન હતા. ગમે તેવાં સ`કટો આવે તે તેને પહોંચી વળવા માટે મહારાજમાં હિંમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy