SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું 1 છે. શિવાજી ચરિત્ર મને અનુભવ છે. હું આ તરફના ધોરી રસ્તા, પગદંડી તથા જંગલોનાં રસ્તાને ભોમિયો છું તે મને સાથે રાખવા મહેરબાની કરશો. આ પ્રવાસમાં હું ઉપયોગી નિવડીશ.” કૃષ્ણજીનું કહેવું બધાએ શાંતિથી સાંભળી લીધું અને સંભાજીને કૃષ્ણાજીના ભાઈઓને સંપી કૃષ્ણાને સાથે આવવા જણાવ્યું. મહારાજનો હુકમ થતાંની સાથે જ કૃષ્ણજી પણ બીજાઓ જેવો બાવો બન્યો અને મથુરાથી જ આ બાવાની ટેળીમાં ભળી ગયે. આ પ્રવાસ દરમિયાન ઘણુ અવનવા બનાવો બન્યા. ઘણું ચમત્કારો થયા. મહારાજ અને એમની ટાળી અનેક વખતે સંકટમાં સપડાઈ પણ મહારાજની તીવ્ર સમયસૂચકતા દરેક વખતે કામ લાગી. આ પ્રવાસ દરમિયાન મહારાજના અનેક સદગુણોની કસોટી થઈ. હિંમત, સાહસિકપણું, ચપળતા વગેરે ગુણે માં પ્રવાસમાં મહારાજમાં પૂરેપુરા ઝળકળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન બનેલા બનાવો પૈકી નીચેના બનાવો મહારાજમાં વસી રહેલા અનેક સાગુણની વાંચકને ખાતરી કરાવશે. શિવાજી મહારાજ મથુરામાં હતા ત્યારે એમના સંબંધમાં નીચે પ્રમાણે એક બનાવ બન્યાએક દિવસે મહારાજ અને તેમની સાથેના ભગવાધારીઓ ઘાટ ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે મથુરાનો એક ગેબો આ વાત સાંભળી રહ્યો હતે. આ ટેબીને ખબર ન હતી કે કોઈ એમની વાત રસથી સાંભળ્યા કરે છે. એ વાત દરમિયાન શિવાજી મહારાજે કહ્યું કે “આ યમુના નદીના નહાવા ધોવાના ઘાટ તદન જીર્ણ થઈ ગયા છે. ખરાબ દશામાં આવી ગયા છે. આ ઘાટોને મરામતની ખાસ જરૂર છે. કોઈ એના તરફ ધ્યાન પણ દેવ નથી. પોતાનાં તીર્થસ્થાનોની હિંદઓને કંઇજ પડી નથી. પોતાનાં ક્ષેત્રે પ્રત્યે હિંદુઓ આટલા બધા બેદરકાર બન્યા છે, એ તે બહુજ ખેદકારક છે.” વગેરે કહી મહારાજે જણાવ્યું કે આવી આવી રીતે આ ઘાટનું સમારકામ થઈ શકે. આ સંબંધમાં મહારાજે જરા લંબાણથી વાત છેડી. આ બાવાની આવી વાતો સાંભળી, પેલે ચાબો બેલો ઉઠયે કે “ આ માણસ કોઈ ખરો બાવો નથી. આ કોઈ વેશધારી બાવો લાગે છે.' આ ચબાના શબ્દો સાંભળો બધા મનમાં ચમકી ઉઠયા. નિરાછ રાવજીએ આ ચબાને બોલતે અટકાવ્યો અને એના કાનમાં કંઈક કહ્યું. ચાબ બોલતા અટકયો અને તરતજ આવીને મહારાજને નમ્યો અને માફી માગી ચાલ્યો ગયો. મહારાષ્ટ્રમાં ગયા પછી મહારાજે આ બાને મથુરાને પોતાનો રાજગોર બનાવ્યું. ૨. ક્ષેત્ર કાશીમાં હિંદુત્વને તારણહાર. - સાધુ, સન્યાસી, બાવા, જોગી, વગેરેની હજારે ટેળીઓ મથુરામાં ભેગી મળી હતી તેમાં આ ટાળી ભળી ગઈ હતી એટલે પકડાઈ જવાની જરાએ દહેશત ન હતી. મથુરામાં દહેશત ન હતી છતાં, ઝાઝા દિવસ ત્યાં પડી રહેવામાં સલામતી ન હતી એમ આ ટેળીને લાગ્યું એટલે ટાળીએ કૃષ્ણની સાથે મથુરા છોડી ગયાજીને રસ્તે લીધે. આ ટળી લગભગ સો બાવાની તી. નિરાજી રાવજીને બહુ ભાષા આવડતી હતી એટલે એને આ ટોળીને મહંત બનાવ્યો. આ ટોળા રસ્તામાં ભજનો ગાતી જરૂર પડે ત્યાં મુકામ કરતી ગયાજી તરેક ચાલી જતી હતી. સા પુષ્કળ ધન લીધું હતું. પગનાં પગરખાંમાં ચામડાં નીચે મહેરો સંતાડવામાં આવી હતી. પ્રવાસમાં મેટી મટી ડાંગ, પ્રવાસીઓએ સાથે રાખી હતી. એ ડાંગ પિલા વાંસની હતી, અને તેના પિલાણુમાં હીરા, માણેક, મોતી, વગેરે ઝવેરાત ભરી બહુ ખૂબીથી એ ડાંગનાં માથાં બંધ કરી દીધાં હતાં. ભજન ગાવાના એકતારા આ ટોળીનાં ધણું બાવાઓએ રાખ્યા હતા. આવા એક્તારાના પિલા કંડામાં પણ ઝવેરાત ભરવામાં આવ્યું હતું. કેટલાકે તે પહેરવાની રૂની બંડીઓમાં બહુ ખૂબીથી અનેક જાતનાં કીમતી રત્ન છપાવ્યાં હતાં. આ ટોળી ઉપરાંત આમાંનાં કેટલાક માણસાએ વેશ બદલને ગગાજળના કાવડિયાઓને વેશ લીધે હતે.. આવી રીતની તૈયારી અને સાવધાનીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy