SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જુ પ્રકરણ ૨ . ૧. શિવ પિતા સિતાજી. ૫. સિંહાજીનાં લગ્ન. ૨. શાહજી નહિ પણ સિહાજી. છે. શિહાજીનું શૌર્ય અને ભાતવડીને સંચામ. ૩. રંગપંચમીને તહેવાર અને ગુલાલની બહાર.. ૪. માલોજીની મદદે ભવાની. વેવિશાળની પહેલાં | : ૭. બિજાપુરની મનસબ અને બાપ બેટીને મેળાપ ના, પછી હા. ૮. શિવાજી મહારાજને જન્મ ૧. શિવ પિતા સિંહા જી. માલોજી અને વિઠજી અહમદનગરના દરબારમાં મનસબદાર તરીકે કીર્તિ મેળવી રહ્યા હતા. નાના વિઠાજીરાવને આઠ પુત્ર થયા હતા. ૧. શંભાછરાજે ૨. ખેલેછરાજે ૩. માલેછરાજે ૪. અંબાજીરાજે ૫. નાગજીરાજે ૬. ૫રસેરાજે ૭. મકાજીરાજે ૮. ત્રી'બકજીરાજે.(૧. ૨. મા. વિ, પ્રસ્તા. પા. પ૧) વિઠોજીરાવના સંતાનને વિસ્તાર ગંગાતીરે કએવાળી, મુંગી, બનશેખરી, મંજુર, કારાળ, ભાનુરે, કળસ વગેરે ગામમાં થયો હતો. (૨. લે. બ. પા. ૮). માલજીરાવને પે સંતાન ન હતું. પુત્ર વગર રાજા માજીરાવને જીવન તદ્દન ફિકકું લાગવા માંડવું. વૈભવ, વિલાસ, કીર્તિ વગેરેની અનુકૂળતા હોય તેને સંતાનને અભાવ બહુ સાલે, ભારે દુખ દે, એ કેવળ સ્વાભાવિક છે. આવા દુખની કલ્પના જેને અનુભવ હોય તે જ કરી શકે. પુત્ર માટે દીપાબાઈ ઉર્ફે ઉમાબાઈએ ઘણી માનતા લીધી, બહુ બાધાઓ રાખી. શંકરની આરાધના કરી. મહાદેવનાં વ્રત આરંભ્યાં. સૂર્યની ઉપાસના શરૂ કરી. ઘણે દિવસે દીપાબાઈની ઈચ્છા ફળીભૂત થઈ અને માજીને આનંદ થયો. सन्तानार्थी स नृपति धर्मपत्नी समन्धितः । देवदेवं महादेवमारराध महावतः ॥ ७२ ।। अथ कालेन महता देवी तस्य महौजसः । आनन्दयन्ती दयितं ससत्त्वा समजायत ॥ ७३ ॥ ततः सा दशमे मासि प्रस्फुरद्राजलक्ष्मणम् । सुमुखं शुभवेलायां सुषुवे सुतमद्भुतम् ॥ ७४ ।। शिव भारत अ.१ પુત્રની ઈચ્છા રાખનાર એ રાજા (માલજી ) પિતાની ધર્મપત્ની સાથે મેટાં મોટાં વ્રત કરીને શંકરની આરાધના કરવા લાગ્યાં. પછી ઘણે દિવસે તે મહા તેજસ્વી માલેછની પત્ની ગર્ભવતી થઈ અને પતિને ભારે આનંદ થયે. દસમે મહીને રાજ્ય લક્ષણવાળ સુંદર અને અલૌકિક પુત્ર તેને પ્રાપ્ત થયો.” માલજીરાવ ભેંસલેને પિતાને ૪૪ મે વરસે (૧. રા. મા. વિ. પા. ૪૧). ઈ. સ. ૧૫૯૪ શિક ૧૫૧૬ માં દીપાબાઈન પેટે પુત્ર જન્મ થયો. ઈ. સ. ૧૫૯૭ માં દીપાબાઈને બીજો પુત્ર થયે. ૨. શહાજી નહિ પણ સિંહાજી. માછરાજા ભેંસલેના આ બને છેકરાઓનાં નામના સંબંધમાં કેટલીક હકીક્ત ઉપર વાચકેનું અમે ધ્યાન ખેંચીએ છીએ. કેટલાક ઈતિહાસકારો એમ જણાવે છે કે અહમદનગરના પીરના નામથી માજીના પુત્રોનાં નામ “શાહજી” અને “ શરીફ” પાડવામાં આવ્યાં હતાં પણ એ નામ અમને સાચાં નથી લાગતાં. એ નામના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાજવાડેએ પંડિત જયરામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy