SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૩ મું જવાબદારીમાંથી રામસિંહ મુક્ત થયા. થડે કાળ વીત્યા પછી ઔરંગઝેબે પિતાને વિચાર બદલ્ય અને શિવાજી મહારાજને રામસિંહને હવાલે કરી, એના સંબંધીની બધી જવાબદારી એને જ માથે નાંખવાનો વિચાર કર્યો. બાદશાહના આ વિચારની મિરઝારાજાને જાણ થઈ એટલે એણે પિતાના પુત્રને નીચેની મતલબને પત્ર લખ્યો. “તારા ઉપર નાંખવામાં આવેલી જવાબદારી પૂરી થઈ ગઈ હતી, એમ હું માનતો હતો, પણ હમણાંજ બાદશાહને પત્ર મને મળ્યો તે ઉપરથી જણાય છે કે બાદશાહને ઈરાદો શિવાજીને તારા તાબામાં સેંપવાનો છે. આટલા દિવસ રાહ જોઈ તેવીજ રીતે ચેડા દિવસ સુધી થોભ. મેં ગુજારેલી અરજનો જવાબ પણ આવી જશે એને તે આવ્યા પછી શિવાજીના સંબંધી થી વિનંતિ કરવી તે નક્કી કરીશું. મેં બાદશાહ આગળ અરજ ગુજારી છે કે “એક તે મને દક્ષિણના સંપૂર્ણ અધિકાર સેપી દો અને મને જોઈએ તેટલી કમક મેકલે; તેમ બને એમ ન હોય તે મને બાદશાહ સલામત પાસે પાછા બોલાવી લે.” તને આગ્રા ફોજદાર બનાવીને શિવાજીને ફરી પાછા તારા જ કબજામાં રોપવાને બાદશાહનો વિચાર છે એ તારા પત્રથી જાણ્યું. તે સંબંધમાં તને જણાવવાનું કે આજ સુધી બાદશાહી દરામાં જ રહેલો છે એટલે આ વખતે પણ દૌરામાં જ તને સાથે રાખવાની બાદશાહને વિનંતિ કરજે.” બાદશાહ પોતે જે ચડાઈ ઉપર નીકળવાના હોય તે શિવાજી રાજાને આગ્રે રાખવા એ જ વધારે સગવડભરેલું થઈ પડશે અને જે એમ જ બને તે એમને આશ્વાસન આપીને જણાવવાની જરૂર છે કે દરબાર દક્ષિણમાં પહોંચશે કે તરતજ એમને દક્ષિણમાં બેલાવવામાં આવશે. બાદશાહની સાથે જ દૌરામાં રહેવું એજ હાલના સંજોગોમાં તારે માટે તે ઈષ્ટ છે” (હાપ્ત અંજુમન. ૫. સા. લ. નં. ૧૧૩૦). ઔરંગઝેબ બાદશાહે શિવાજી મહારાજને પરહેજ કર્યાથી મિરઝારાજાની ચિંતા બહુ જ વધી પડી હતી. મિરઝારાજા વચનને બહુ જ સાચો હતે. શિવાજી મહારાજને તેમની સહીસલામતી માટે મિરઝારાજાએ વચન આપીને દક્ષિણથી દિલહી મોકલ્યા હતા અને બાદશાહે તેમને દરબારમાં બોલાવી કેદ કરી લીધા એટલે મિરઝારાજા બેચેન બન્યા. શિવાજીનો વાળ વાકે નહિ થાય અને એમનું માને દરબારમાં જળવાશે એની હામી જયસિંહ રાજાએ ભરી હતી, એટલે હવે શું કરવું એ વિચારમાં એ પડયા. એમણે જુન માસમાં ભોજરાજ કચ્છવાને પત્ર લખી કુમાર રામસિંહને સંદેશો કહેવડાવ્યો કે “શિવાજીની બાબતમાં બાદશાહી સત્તાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થતાં મારાં અને તારાં આપેલા વચને પળાય એવી રીતનું વર્તન તું રાખજે.” મિરઝારાજાના પત્રમાંના ઉપલા સંદેશાના શબ્દો ઉપરથી એમના મનની મૂંઝવણુ કેટલી હતી તેનું અનુમાન થઈ શકે છે. મિરઝારાજાની મૂંઝવણ એક પછી એક વચ્ચે જ જતી હતી અને તેમાં વળી દરબારના એના તેજેષીઓ અને ઇર્ષાને સિંહને એના દરેક કામ માટે દોષ દઈ એની નિદા કરવાને ધધે જ લઈ બેઠા હતા. શિવાજી મહારાજે દક્ષિણ છોડ્યા પછી દક્ષિણ મામલે વધારેને વધારે બગતિ જ રહ્યો હતે. આદિલશાહી અને કુતુબશાહીએ મુગલની સુસ્તી ઉડાવી દીધી હતી અને તેથી કરીને મુગલ સત્તાધારીઓનાં આંખનાં પડળ ઉઘડી ગયાં હતાં. આજ સુધી મુગલાઈની બાંધી મૂઠી હતી તે હવે દક્ષિણમાં ખુલ્લી થઈ જવાને પ્રસંગ આવી પહોંચ્યા હતા. આવા સંજોગોમાં જે શિવાજી દક્ષિણમાં આવે તે મુગલાઈનાં મૂળ દક્ષિણમાંથી ઉખડી જાય, એ ભય હતા. શિવાજી દક્ષિણમાં ન આવે એવી મિરઝારાજાની ઈચ્છા હતી, પણ શિવાજીને નારાજ કરવાથી એના અમલદારે મુગલ સત્તા સામે ઉશકેરાઈને આદિલશાહીને મળી જાય તે મુગલાઈને જબરેશ ધક્કો લાગવાનો સંભવ હતું તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy