SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧૩ મું કામમાં મહારાજ જરા પણ કચાશ રાખશે નહિ અને એ બન્ને સત્તાઓ સર કરીને બાદશાહ સલામત તરફની વફાદારી સાબીત કરી આપવા ચૂકશે નહિ. દક્ષિણ દેશના મુગલ પ્રતિનિધિને જે જે મદદ જોઈએ તે મહારાજ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે આપવા તૈયાર છે. લશ્કરી મદદની જરૂર પડે છે તે પણ માગણી કરતાની સાથે જ શિવાજી મહારાજ મુગલ સત્તાધીશને આપવા રાજી છે. શિવાજી મહારાજને અજ રોકી રાખ્યાથી બાદશાહતને એ વધારે લાભદાયક નીવડી શકશે નહિ. મહારાજને જે દક્ષિણમાં જવાની રજા આપવામાં આવે તો તેઓ દક્ષિણના ગૂંચવાયેલા મામલા વખતે મગલ શહેનશાહતને બહુ જ ઉપયોગી થઈ પડશે. બીજું મહારાજને તેમજ યુવરાજ શંભાજી રાજાને અત્રેનાં હવાપાણી બીલકુલ માફક આવતાં નથી તેથી એમને એમના વતનમાં પાછા ફરવાની બાદશાહ સલામતે કૃપા કરીને રાજી ખુશીથી રજા આપવી” વગેરે વગેરે વિનંતિ રાધા બલાળ કરડેએ બાદશાહ સલામતને ચરણે ગુજારી અને જે રૂબરૂમાં કહ્યું તે જ મતલબની લેખી અરજી વકીલે પણ કરી જેમાં વધારામાં જણાવવામાં આવ્યું હતું કે શિવાજી મહારાજ મહત્ત્વની બાબતમાં બાદશાહ સલામત સાથે વાત કરવા ઈચ્છા રાખે છે તેથી એમને મુલાકાતની પરવાનગી મળવી જોઈએ. બાદશાહ ઔરંગઝેબ સ્વભાવે બહુ વહેમી હતો, તેમાં વળી સંજોગે વિચિત્ર હતા અને સૌથી વધારે સાવચેતી રાખવાની જરૂર હતી, કારણકે એ જાણતો હતો કે એણે નબળપચાને સામને નહોતે કર્યો. શહેનશાહે સામનો તે યુક્તિ, શક્તિહિમ્મત, વગેરેમાં પાવરધા એવા શિવાજી મહારાજનો સામનો કર્યો હતે. આવા દુશ્મનને છંછેડીને ઘરમાં રાખીને, સાચવો રહ્યો, એટલે જેટલી સાવધાની લેવાય તેટલી તે ઔરંગઝેબે લીધીજ હતી અને એનો વહેમી સ્વભાવ હેવાને લીધે વધારે પડતી સાવચેતી પણ એણે બતાવી હતી. રાધાબલાળ કરડેનું કથન બાદશાહે ધીરજથી સાંભળી લીધું અને લેખી અરજી પણ સ્વીકારી અને તેજ અરજીની પાછળ શેર કર્યો કે “ઘટિત કરવામાં આવશે.” બાદશાહે વકીલને રૂબરૂમાં જણાવી દીધું કે “ગભરાવાની જરૂર નથી, ધીરજ રાખે. આ બાબતમાં શું કરવું તે મેં હજુ નક્કી કર્યું નથી.” રાધાબલાળ વકીલ પણ સમજી ગયા કે બાદશાહે આ તે તદ્દન ઉડાઉ જવાબ આપ્યો છે. વકીલે બાદશાહની રજા લીધી અને બાદશાહને જવાબ શિવાજી મહારાજને જણાવવા તાકીદે દરબારમાંથી નીકળી મહારાજ તરફ ગયો, શિવાજી મહારાજે બાદશાહને જવાબ પિતાના વકીલ મારફતે જા. મહારાજ પ્રયત્ન કરવામાં જરાપણું ઢીલા થાય એવા તે હતાજ નહિ. એમણે બાદશાહ સલામત પાસે પિતાના સંબંધમાં વાત કરવા રામસિંહજીને સૂચના કરી. રામસિંહ તો બિચારો ગૂંચવણમાં આવી ગયા હતા. બાપનું વચન, શિવાજી મહારાજ પ્રત્યે આદરભાવ બાદશાહ તરફની વફાદારી, વગેરે પ્રશ્રોએ એને વિચારના વમળમાં ડુબાડી દીધા હતા. રામસિંહને લાગ્યું કે એના બાપનું આપેલું વચન જાય તે કછવા કુટુંબને કપાળે કાળી ટીલી ચુંટશે, તેથી કુટુંબની ઈજ્જતનું રક્ષણ કરવા એ પણ શિવાજી મહારાજની મુક્તિમાં મદદ કરવા રાજી હતા, શિવાજી મહારાજ સંબંધી ગૂંચવાએલ કેક ઉકેલવા રામસિંહ ભારે ઇંતેજાર હતે. આ કાકડું જ ઉકેલાઈ જાય તે એની ચિંતા દૂર થાય એવું એનું માનવું હતું. રામસિંહ આ બાબતમાં બાદશાહ પાસે વાત કરવા તેજાર હતા અને તેમાં વળી શિવાજી મહારાજે એને વિનંતિ કરી એટલે એ તરતજ બાદશાહને મળ્યો અને શિવાજી મહારાજ સંબંધી એણે વાત છેડી. બાદશ્નાહ તે પૂરે પહેલ હતા. રામસિંહ જેવા કેટલાય છોકરાં એણે રમાડ્યાં હતાં. રામસિહથી કંઈ વળે એમ નથી એ શિવાજી મહારાજ જાણતા હતા, પણ શિવાજી મહારાજની કામ કરવાની પદ્ધતિજ એવી હતી કે એ પ્રયત્ન કરવામાં જરાએ બાકી ન રાખે. જે બાબતને નિકાલ આ હેય તેની સાથે સંબંધ રાખતી દરેક વ્યક્તિને મળીને એની મારફતે કામ કરવાનો એ હંમેશા પ્રયત્ન કરતા. આવા મહત્વના કામમાં રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy