SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૭. શિવાજી ચરિત્ર ઉં કાપી, મુગલ સત્તાનું પાણી મહારાષ્ટ્રમાં ઉતાર્યું હતું, મુગલ બાદશાહ પણ પેતે જેને અસાધારણ પુરુષ માનતા હતા, જેની કીર્તિ હિંદમાં ચારે દિશાએ પ્રસરી રહી હતી, જેને હિંદુ અવતારી પુરુષ માનવા લાગ્યા હતા, હિંદુત્વના રક્ષણ માટે જેણે પેાતાની જિંદગી જોખમમાં નાંખી હતી, એવી માન્યતા જેને માટે ફેલાઈ રહી હતી, તે મહારાષ્ટ્રના શિવાજી મહારાજને જોવા માટે દરબારના દરબારીએ બહુ આતુર હતા. ઔરંગઝેબ બાદશાહ જગપ્રસિદ્ધ મયૂરાસન ઉપર બિરાજ્યા હતા. બાદશાહે અંદર અખ્તર પહેરી, ઉપર સફેદ પેાશાક પહેર્યાં હતા. શિવાજીમાં અજબ શક્તિ છે, એનામાં રાક્ષસી ખળ છે, માણુસ કલ્પના ન કરી શકે એવી લાંખી લંગ એ મારી શકે છે, વગેરે વાતા શિવાજીના સંબંધમાં શાહિસ્તખાન અને એના માણસેાએ ફેલાવી હતી, તે બાદશાહના જાણુવામાં આવી હતી. બાદશાહ મયૂરાસન ઉપર બિરાજ્યેા હતા, પશુ બહુ ચેતીને ખેઠા હતા. આજના દરબારમાં બધા દરબારીઓનું ધ્યાન શિવાજી મહારાજ તરફ ખેંચાઈ રહ્યું હતું. મહારાજને દરબારમાં નિઃશસ્ત્ર આવવાની પરવાનગી હતી, એમ તે વખતે મળી આવેલા વૃતાંત ઉપરથી તારવી શકાય છે. વખત થયા એટલે મહારાષ્ટ્રના આ વીર, હિંદુઓને તારણહાર, પાતાના સાત વર્ષની ઉંમરના પાટવીપુત્ર કુમાર શંભાજી રાજાની સાથે મુગલ દરબારમાં દાખલ થયેા. એનું માન બરાબર જળવાશે, એવું વચન મિરઝારાજાએ શિવાજી મહારાજને આપ્યું હતું, છતાં એમને લેવા માટે એક સાધારણુ પક્તિના સરદારને ઔરંગઝેબે માકલ્યો હતો, એ અપમાન મહારાજને સાલી રહ્યું હતું. આ અપમાનથી એમને ગુસ્સા પણ આવ્યા હતા. દરબારમાં ભલભલા હિંદુ રાજા અને પ્રસિદ્ધ સરદાર। બાદશાહ સામે માથું નીચું નાંખી ઉભા હતા. આ દેખાવ જોઈ ને મહારાજની લાગણી બહુ જ દુભાઈ હતી, એમને ખેદ થયા અને ક્ષત્રિયાની આ દશા જોઈ ભારે ગ્લાનિ થઈ. હિંદુઓની આ દુર્દશા એમના પેાતાનાજ દેશમાં જોઈ એમને લાગી આવ્યું. દરબારમાં દાખલ થયા પછી શિવાજી મહારાજે બાદશાહને કુરનીસ કરી કે નહિ, તે સંબંધમાં ઇતિહાસકારામાં મતભેદ છે. કેટલાક ઇતિહાસકારા જણાવે છે કે મહારાજે કુરનીસ કરી હતી. આ સંબંધમાં શિવચરિત્ર નિબંધાવલિમાં ૨૯૩ મે પાને નીચે પ્રમાણે વાકય છેઃ—“ ૫જ પરમાત્મા વા માનું તત્પુરુષ અથવા મંહપ માવિત यां सिवाय इतर ज्याने आपले कोणा पुढे डोके कर्धी हि वाकविले नव्हते तो या यवन યાદ્દા પુર્વે રોજ યાંજવિચાર સારાજાft.”(પરમાત્મા, સત્પુરુષો અથવા શ્વરરૂપ માતાપિતા સિવાય ખીજા ક્રાઈની આગળ જેણે માથું નમાવ્યું ન હતું તે આ યવન ખાદશાહ આગળ માથું નમાવવા તૈયાર થયા નહિ.) મુગલ બાદશાહે શિવાજી મહારાજને પાંચહજારી સરદારામાં જસવંતસિંહ રાજાની નીચે બેસવા હુકમ કર્યાં. શિવાજી મહારાજના જીવનચરિત્રને અંગે જે પુસ્તક અમે વાંચ્યાં છે તે ઉપરથી અમને તા લાગે છે કે શિવાજી મહારાજે સમય સમજીને કુરનીસ કરવાનું મુત્સદ્દીપણું આ દરબારમાં વા હાવું જોઈ એ. શિવાજી મહારાજે ૧૫૦૦ મહારા અને ૬૦૦૦ રૂપિયાનું નજરાણું ખાદશાહને ધર્યું. આ નજરાણું કર્યા પછી બાદશાહે કહ્યું કે “ આવેા શિવાજી રાજા આવા ” એમ કહી તેમને પાંચહજારી સરદારામાં લઈ જઈ એસાડવાની બાદશાહે ઈશારત કરી. દરબારની વ્યવસ્થા કરનાર અમલદારે તેમને પાંચહજારી સરદ્વારામાં બેસાડ્યા. પાંચહજારીની પક્તિમાં મહારાજને બેઠક આપવામાં આવી તેથી મહારાજને ભારે અપમાન લાગ્યું. એમણે રામસિંહને કહ્યું “ મિરઝારાજાએ આ અપમાન ખમવા માટેજ મને અહીંયાં માન્ચેા લાગે છે. મારા સાત વર્ષના બાળક તે બાદશાહને પાંચહારી છે. મારા સરદાર નેતાજી પાલકર તે પણ બાદશાહને પાંચહનરી છે. વચ્ચે મારી બેઠક મૂકીને બાદશાહે આ તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy