SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું શહેનશાહ શાહજહાન જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ઔરંગઝેબ નિય બન્યા ન હતા અને અને હુંમેશ મનમાં લાગ્યા જ કરતું હતું કે કાઈ ખંડખાર પક્ષ ઉભા થશે અને શાહજહાનની તરફદારી કરી બંડ પોકારી વખતે પેાતાને દગા દેશે. આવા વિચારથી તે હંમેશ ભયભીત રહેતા. શાહજહાનના મરજીથી ખાદશાહને ભય દૂર થયા અને તેથી તેણે પોતાને જન્મ દિવસ અતિઆનંદથી અને નિ યતાથી ઉજવવા નિશ્ચય કર્યાં. આ વખતે મુગલસત્તા શિખરે પહોંચી હતી. દરબારના દુખ અને દમામ દુનિયાની તે વખતની કાઈપણુ સત્તાના દમામ કરતાં જરાપણ ઉતરે એવા ન હતા, એટલું જ નહિ પશુ ચઢિયાતા હશે. મુગલ દરબારના તે વખતના દમામની સરખામણી કરવા માટે ઈન્દ્રની સભાની જ યાદ આણુવી પડે. રિયાનના પડદા ચારે તરફ શાભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. સરદારાની લાયકાત અને દરજ્જા મુજબ સોનારૂપાના કઠેરામાં ખેડકાના જુદાં જુદાં વર્તુલ ગાઠવવામાં આવ્યાં હતાં. આ બધી શાભા, ઠાઠમાઠ અને દમામ મુગલ સત્તાની સાક્ષીરૂપે હતાં. જગપ્રસિદ્ધ મયૂરાસનથી તે। દિવાને આમની શોભા ટાચે પહોંચી હતી. આવી રીતે સુશોભિત કરેલા સુંદર વ્યવસ્થાવાળા દિવાને આમમાં તા, ૧૨ મી મે તે રાજ દરબાર ભરવાનું નક્કી કર્યું હતું. ઈ. સ. ૧૬૬૬ ના મે માસની ૧૨ મી તારીખના દિવસે હિંદના બે ખડુ કામેલ બળિયા અને પ્રચંડ શક્તિવાળા ઈતિહાસપ્રસિદ્ધ પુરુષા ભેગા મળ્યા. આ દિવસે આ જગપ્રસિદ્ધ બે પંકાયેલા પુરુષોએ આગ્રાના પ્રસિદ્ધ દિવાનેઆમમાં એક ખીજાને જોયા. અને તે જમાનાની જબરી વ્યક્તિઓ ગણાય. બંને બુદ્ધિશાળી હતા. ખતે અનેક રીતે અળવાન હતા. ખતે વીર હતા. અને મહાત્વાકાંક્ષી પુરુષા હતા. દુશ્મનની બાજી પારખી કાઢવામાં બને સરખા ચાલાક, ઝીણવટવાળા હતા. તેની નૈતિક ચાલચલગત સારી હતી. લીધેલે વેશ આબાદ ભજવવામાં અને પાવરધા હતા. સાહસ ખેડવાની બાબતમાં ઔરગઝેબ કરતાં શિવાજી વધારે સાહસિક હતા, ત્યારે ખુન્નસની બાબતમાં શિવાજી કરતાં ઔરંગઝેબ વધારે ખુન્નસવાળા હતા. બન્ને જખરા અને મુત્સદ્દી હતા, પણુ એ સામસામી દિશામાં વહન કરી રહ્યા હતા. આ બે પ્રસિદ્ધ વ્યક્તિએ તે ધર્માધપણાને લીધે મુગલ સત્તાની પડતીનેા પાયા નાંખનાર ઔરંગઝેબ અને ધર્માભિમાનને લીધે મરાઠા હિંદુ રાજ્યના સ્થાપનાર શિવાજી હતા. ઔરંગઝેબે ગાદી માટે પિતાને ખ'દીખાને નાંખ્યા હતા ત્યારે શિવાજીએ સત્તા સ્થાપ્યા પછી પણ એના પિતા જીવતા હતા ત્યાં સુધી પિતા તરફની પૂજ્યબુદ્ધિ અને માનને લીધે પોતે રાજા જાહેર ન થયા. અને બાપના જીવતાં પોતાના નામના સીક્કા ન પડાવ્યા. પિતા શાહજહાનના મરણુથી પુત્ર ઔર'ગઝેબને ભારે આનંદ થયા ત્યારે પિતા સિંહાજીના ભરણુથી પુત્ર શિવાજીને ભારે શોક થયા. ઔરગઝેબ વહેમી હતા અને એને કાઈ ઉપર પૂરેપુરા વિશ્વાસ ન હતા ત્યારે શિવાજી પોતાના સરદારાના ખેાળામાં માથું મૂકી સુખેથી સૂઈ રહેતા. ઔરંગઝેબે ધર્માંધ બનીને હિંદુ ધર્મનાં વારવાર અપમાન કર્યાં. શિવાજીએ ધર્માભિમાની બનીને પોતાનેા ધ બરાબર સાચભ્યા. અને ખીન્ન ધર્મનું કદીપણુ અપમાન ન કર્યું. ઔર'ગઝેબ ધર્માંધ મુસલમાન ગણાયા ત્યારે શિવાજી હિંદુધર્મના તારણુહાર મનાયા. ઔરંગઝેબ પેાતાનાં દુષ્કૃત્યથી પ્રશ્નમાં અપ્રિય થઈ પડડ્યો. શિવાજી પેાતાના સત્નથી પ્રજામાં પ્રિય થઈ પડયો. શિવાજીના સદ્ગુણાએ એને આખા હિંદુસ્થાનમાં પ્રસિદ્ધ કર્યાં અને હિંદના હિંદુએ તે એને અવતારી પુરુષ માનવા લાગ્યા. ખીજા ધર્માંના ઉચ્છેદ કર્યાથી મુસલમાની ધર્મની સાચી સેવા થાય છે એવી માન્યતા ઔરંગઝેબતી હતી, ત્યારે કાઈપણ ધર્મનું અપમાન ન કરવું, એ હિંદુધર્મની આજ્ઞા છે એવી માન્યતા શિવાજીની હતી. આવી પ્રકૃતિના ખતે મહાન પુરુષાને આગ્રાના દિવાનેઆમમાં ભેગા થવાનું નક્કી થયું. ૩૯૬ તા. ૧૨ મી મે તે દિવસે દિવાનેઆમમાં દરબાર ભરાયા હતા. જેણે અફઝલખાનને પૂરા કરી બિનપુરની બાદશાહતને ઢીલી કરી નાંખી હતી, જેણે સરદાર શાહિસ્તખાનનાં આંગળાં તેની છાવણીમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy