SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ છ શિવાજી ચરિત્ર [ પ્રાણ ૧૩ મું ' હાડાને આપ્યો અને તેની સાથે પિતાના પુત્ર રામસિંહ ઉપર પત્ર લખી આપે. આ પત્રમાં મિરઝારાજાએ છે. પિતાના પુત્રને જ સુવ્યું હતું કે “શિવાજી રાજા આપણા મેમાન છે. એમનો માન મરતબ દરબારમાં * બરાબર જળવાશે એવું મેં એમને વચન આપ્યું છે. એમની સહિસલામતી માટે હું એમની સાથે વચનથી બધાય છું. એમની આગતાસ્વાગતા બરાબર કરજો. એમને બરાબર સાચવજે. એમની સહીસલામતીની 1 મી મેં લીધી છે. મેં મારું વચન આપ્યું છે. ન કરે નારાયણ અને કંઈ અવનવું બને તે મારું વચન રાખવા માટે સર્વસ્વનો નાશ થાય તેપણ વાંધે નહિ. સર્વસ્વને ભેગે પણ વચન તે પાળવાનું જ છે. મારું વચન જાય તો મારી પ્રતિષ્ઠા ગઈ એમ સમજવાનું અને જે પ્રતિષ્ઠા જાય તે પછી જગતમાં જીવવું નકામું છે. રાજપૂત પિતાનાં વચન પાળવા માટે સર્વસ્વને ભોગ આપવા તૈયાર હોય છે. શિવાજી રાજાની સરભરામાં ઉણપ ન આ એ માટે ખાસ ખબરદારી રાખજે. ત્યાંના સમાચાર વારંવાર જણાવતા રહેજે.” ઉપરની મતલબને પત્ર લખી, તે પિતાના પુત્ર રામસિંહને આપવા માટે મિરઝા' રાજાએ રામસિંહ હાડાને આપે. ૨. આગ્રામાં આગમન ઔરંગઝેબ બાદશાહને મળવા માટે શિવાજી મહારાજ રાજગઢથી નીકળ્યા ત્યારે તે એ દિલ્હી ' જવા માટે નીકળ્યા હતા, પણ મહારાજ રસ્તામાં હતા તે દરમિયાન ઉત્તર હિંદુસ્થાનમાં કઈક બન્યું અને બાદશાહને મળવા માટે દિલ્હી જવાને બદલે મહારાજને આગે જવું પડયું. મહારાજ ઔરંગાબાદથી ઉપડ્યાં તે ફરદાપુર, હતમબેગ, એદલાબાદ, થઈને બરાનપુર આવ્યા. ત્યાં આરામ લીધા પછી અસીરગઢ, દાઉદનગર થઈ, હાંડિયા આગળ આવી નર્મદા પાર કરી, ત્યાંથી મહારાજ શિહેર, ભેપાલ, ' કાળાબાગ આવ્યા અને ત્યાંથી ઉપડી સીપ્રી મુકામ નાંખ્યા. સીપ્રીથી ઉપડી બીજે મુકામ મહારાજે નરવરમાં કર્યો, ત્યાંથી ઉપડી મહારાજ ગાલિયર ગયા અને તા. ૯ મી મે ૧૯૬૬ ને રાજ આગ્રા નજીક આવી પહોંચ્યા. શિવાજી મહારાજ નજીક આવી પહોંચ્યાના સમાચાર બાદશાહને મળતાં તેણે - મિરઝારાજાના પુત્ર રામસિંહ અને એક મુસલમાન સરદાર મુખલીસખાનને મહારાજને લેવા માટે સામે * મોકલ્યા. મુખલીસખાન એ સાધારણ પંક્તિને મુસલમાન સરદાર હતે.' આવા સાધારણ પતિના * મુસલમાન સરદારને મહારાજને લેવા માટે મોકલવામાં આવ્યો. દિલ્હી જવાને બદલે મહારાજને આગ્રે કેમ આવવું પડયું એ જાણવાની વાંચને ઈચ્છા થાય. - એ બનવા જોગ છે એટલે એ બનાવ અત્રે જણાવીએ છીએ. ઈ. સ. ૧૬૫૮ ના જુન માસની ૮ મી તારીખે મુગલ વંશના મહાન બાદશાહ, મુમતાઝના પતિ, તાજમહાલના બંધાવનાર, જહાંગીર " બાદશાહના પુત્ર અને ઔરંગઝેબના પિતાના પિતા શહેનશાહ શાહજહાનને આગ્રાના કિલામાં કબજે કર્યા પછી એ કિલ્લાને સખત બંદોબસ્ત કરી, ઔરંગઝેબ દિલ્હી આવ્યા હતા. શાહજહાન બાદશાહ બંદીવાસમાં આગ્રામાં જ હતા. તા. ૨૨ મી જાનેવારી ૧૬૬૬ માં શાહજહાન ગુજરી ગયો ત્યાં સુધી તે આ ગયો ન હતો. શાહજહાન ગુજરી ગયા પછી ઔરંગઝેબ આરો આવ્યો અને ત્યાં જ એણે રહેવાનું નક્કી કર્યું. મકરાસન આદિ રાજચિકો એણે દિલ્હીથી ખસેડી આગે આણ્યાં મુગલ શહેનશાહતને -દિલ્હી ઠાઠમાઠ ઔરંગઝેબે આગ્રે આપ્યો હતો. હવે આગ્રા એ શહેનશાહતનું મુખ્ય નગર થઈ પડયું ' હતું. મુગલ શહેનશાહની આ રાજધાની નજીક આવી પહોંચ્યા પછી મુગલે તરફથી લેવા માટે સાધારણ આ ઉકિતને સરદાર આવેલે જઈ શિવાજી મહારાજને અપમાન લાગ્યું, પશુ સમય સમજી, મહારાજ એ એ અપમાનનો પહેલો કડવો ઘૂંટડે આગ્રાને દરવાજે ગળી ગયા. શિવાજી મહારાજને આગ્રામાં, તાજમહાલ “ અને કિલ્લાની વચ્ચે મિરઝારાજાના મહેલની નજીકમાં એક સુંદર મકાનને શિવપુરા નામ આપી તેમાં - ઉતારે આપો. ઔરંગઝેબે શિવાજી મહારાજની વ્યવસ્થા બહુ સુંદર રાખી હતી. હોશિયાર માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy