SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર કરમાન છોડી જણાવ્યું હતું કે –“ શિવાજી દિલહી આવતાં જ્યાં જ્યાં મુકામ કરે ત્યાં ત્યાં મુગલ અમલદારોએ તેમને બાદશાહી મેમાન ગણીને તેમની સરભરા કરવી. એમની સાથેના લશ્કરની બધી સગવડો સાચવવી. એમનાં ઘડા તથા બીજાં જાનવરના ચંદીચારાની પણ ગોઠવણ રાખવી. શિવાજી રાજા જ્યાં જ્યાં મકામ કરે ત્યાં ત્યાં બાદશાહી કટુંબના શાહજાદાને જે માન આપવામાં આવે છે તે માન તેમને આપવું.” આવી વ્યવસ્થા રાખવામાં આવી હતી એટલે બાદશાહ માટે મહારાજને જરાએ વહેમ રાખવાનું કારણ ન હતું. રાજગઢથી નીકળી મહારાજ ઔરંગાબાદ ગયા ત્યાં મિરઝારાજાને મુકામ હતું. મુગલના મેમાન તરીકે દિલ્હી દરબારમાં જવું હતું એટલે શિવાજી મહારાજની સવારીને ઠાઠમાઠ અને દમામ પણ તેવો જ હતો. ભારે મુલ્યના અલંકાર અને કીમતી વસ્ત્રોથી સજ્જ થએલા સરદારે અને ઉત્તમ પોષાક પહેરેલા મહારાજના લશ્કરના સૈનિકે આગે જવા નીકળ્યા એ દેખાવ બહુ સુંદર હતો. શિવાજી મહારાજ રાજગઢથી નીકળી પૂને આવ્યા અને પૂનથી કેરેગાંવ, ભીમ, રોજગાંવ, વગેરે ઠેકાણે થઈ અહમદનગર આવ્યા. નગરથી સતારે થઈને ઔરંગાબાદ નજીક પોતાના લાવ લશ્કર સાથે આવી પહોંચ્યા. આ વખતે ઔરંગાબાદને મુગલ સરદાર શફી શિખનખાન હતા. મહારાજ ઔરંગાબાદ આવી પહોંચે છે તેની એને ખબર આપવામાં આવી હતી. શિવાજી રાજા તે એક મરાઠા જમીનદાર છે તેથી એને માન આપવા માટે પિતે જવાની જરૂર એને ન જણાઈ. એણે મહારાજને લેવા માટે પોતાના ભત્રીજાને સામે મોકલ્યો અને પોતે દરબાર ભરી મહારાજની વાટ જોતો બેઠે. શશી શિખનખાન બહુ તારી અને મગજમાં રાઈ રાખનારો મુગલ અમલદાર હતા અને મહારાજને માન આપવા સામે નહિ જવાના ફાંકાને લીધે એ જાતે ગયો ન હતો પણ એણે એના ભત્રીજાને મોકલ્યો હતો, એની ખબર શિવાજી મહારાજને મળી ગઈ હતી. ઔરંગાબાદના અમલદારની આ મગરૂરી જેઈમહારાજ ગુસ્સે થઈ ગયા અને એમને લેવા માટે સામે આવેલા શિખનખાનના ભત્રીજાને ચેખે ચોખું સંભળાવી દીધું. પિતાનું અપમાન થએલું માની મહારાજે પિતાનો વિચાર માંડી વાળ્યો અને શિખનખાનને મુકામે ન જવાને વિચાર નક્કી કર્યું. શિવાજી શિખનખાનના ભત્રીજા સાથે ન જતાં સીધા મિરઝારાજાને મહેલે ગયા. ત્યાં ગયા પછી મહારાજને શકી શિખનખાનના માણસે વિનંતિ કરી કે “ સરદાર સાહેબ દરબાર ભરીને આપના સ્વાગત માટે ખોટી થઈ રહ્યા છે. આપ ત્યાં પધારવા કપા કરો. બધાએ આપની રાહ જોઈને બેઠા છે.” આ શબ્દો સાંભળી મહારાજે ગુસ્સામાં જવાબ આપ્યો કે “ આ શફી શિખનખાન કેણુ છે? ક્યા હેદ્દા ઉપર છે? એ જે આ ગાળાને જવાબદાર અમલદાર હોય તે એણે મને મળવા આવવું જોઈતું હતું. એ કેમ ન આવ્યો? કેમ એમને આવતાં શરમ આવી?” એમ બોલી મહારાજે શશીના માણસને પાછા કાઢો. શકીને મહારાજ ગુસ્સે થયાના સમાચાર મળી ગયા એટલે એ સાંજે પોતાના હાથ નીચેના અમલદારને લઈને મહારાજને મળવા મિરઝારાજાને મહેલે આવ્યો. મહારાજે એને અને એની સાથેના બીજા અમલદારોને તેમના હોદાને ઘટે અને છાજે. એવું માન આપ્યું અને તેમને સત્કાર કર્યો. શિખનખાને મહારાજને બહુ આગ્રહ કર્યો એટલે બીજે દિવસે તેઓ શિખનખાનને મહેલે ગયા. મુગલ પ્રતિનિધિ અને બીજા અમલદારોએ પિત પિતાની શક્તિ મુજબ શિવાજી મહારાજને સત્કાર કર્યો. બાદશાહના ફરમાન મુજબ શિવાજી મહારાજને દિલ્હી જવાની વાટખર્ચ માટે રૂપિયા એક લાખ ઔરંગાબાદની તીજોરીમાંથી આપવામાં આવ્યા અને મહારાજ ત્યાંથી નીકળવા તૈયાર થયા. મિરઝારાજાએ ફરી પાછા મહારાજને સહિસલામતી માટેનાં વચનો આપ્યાં અને જણાવ્યું કે “ તમને કોઈપણ જાતની ત્યાં અડચણ પડવાની નથી. મારા પુત્ર રામસિંહને મેં એ બાબતમાં પૂરેપુરી સૂચનાઓ આપી દીધી છે. તમે દિલ્હીથી પાછા દક્ષિણ આવશે ત્યાં સુધી હું દક્ષિણમાં જ રહીશ. મુગલ અમલદારો અને કોઈ પણ પ્રકારનું તોફાન ન કરે તે માટે મારે અહીં રહેવાની જરૂર છે. બાદશાહ સલામત આપને માન મરતબો બરાબર જાળવશે. કોઈ પણ બાબતમાં કંઈ વાંધો ઉઠે તો મારો પુત્ર રામસિંહ ત્યાં છે તે તમારી મદદે રહેશે.” મિરઝારાજાએ મહારાજની સાથે પિતાને અત્યંત ભરેસાને માણસ રામસિંહ 60. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy