SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ • મું પાણીપતની લડાઈમાં શાહબુદ્દીન ઘોરીએ ઈ. સ. ૧૧૦૩ ની સાલમાં દિલ્હીના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો ત્યારથી જ હિંદમાં હિંદુઓની પડતીની શરૂઆત થઈ અને હિંદુ પ્રજા ઉપર, હિંદુ ધર્મ ઉપર અને હિંદુ દેવમંદિર ઉપર મુસલમાનનાં આક્રમણ શરૂ થયાં. જુદા જુદા વંશના મુસલમાન પાદશાહએ હિંદમાંથી હિંદુ ધર્મ અને હિંદુત્વની જડ બેદી કાઢવાના ઘણા પ્રયત્નો ક્ય, ઘણાં મંદિરો તેડ્યાં, અસંખ્ય મૂર્તિઓ ભાગી, હજરે હિંદુ સ્ત્રીઓને ઘસડી જઈ, જે જુલમથી એમને વટલાવી, એમના ઉપર અત્યાચાર ગુજાર્યા, ઘરડાં બાળક, સ્ત્રી, પુરષ વગેરે ઘણુઓની ધમાંધતાને લીધે કતલ કરી, પણ મુસલમાનો પિતાનું ધાર્યું કરી શક્યા ન હતા. હિંદુઓ કેવળ નબળા બની ગયા હતા. હિંદુ રાજાઓ નિર્માલ્ય બની ગયા હતા. હિંદુ રાજાઓ ધર્માભિમાનને છાંટ પણ નહિ એવા, નિ:સત્વ, નિર્બળ, નિસ્તેજ અને પૂરેપુરા નિર્માલ્ય થઈ ગયા. રાજપૂત રાજાઓએ મુસલમાનોની સત્તા સ્વીકારી પિતાની દીકરીઓ મુસલમાનોને આપી, એ તે મુગલાઈમાં જ બન્યું. મુગલ શહેનશાહના દરબાર, રાજપૂતાનાના ધણુ રાજાઓ અને રાજપૂત સરદારોથી શોભી રહ્યા હતા. મુગલ શહેનશાહતને મજબૂત કરવાનું કામ છે. મોટે ભાગે મુગલ દરબારના રાજપૂત રાજા અને ક્ષત્રિય સરદારોએ જ કર્યું છે. મુગલ શહેનશાહ શાહજહાનના દરબારમાં ઘણું રાજપૂત સરદારો હતા. તેમાં જયપુરનરેશ પણ મુગલ દરબારને શણગારનાર એક ઘરેણું બનીને બેઠા હતા. જયપુરના રાજા જયસિંહે શાહજહાનના વખતમાં મુગલ દરબારમાં સારું માન સંપાદન કર્યું હતું. પિતાની ઉંમર બાર વર્ષની હતી ત્યારે, એટલે ઈ. સ. ૧૬૧૭ ની સાલમાં જહાંગીર બાદશાહના વખતમાં રાજા જયસિંહે મોગલ શહેનશાહતમાં લશ્કરી નોકરી સ્વીકારી. ઉત્તમ . સેનાપતિ નીવવા માટે જરૂરના બધા જ સદ્દગુણો રાજ જયસિંહમાં બચપણથી જ દેખાઈ આવતા હતા. મુગલ શહેનશાહતની સેવામાં એણે પિતાનું આખું આયુષ્ય ગાળ્યું હતું. મુગલાઈની સત્તા માટે લડાઈ લડવા એ મધ્ય એશિયામાં બલ્ક મુલકમાં પણ ગયો હતો. દક્ષિણ હિંદમાં બિજાપુરના ગાળામાં પણ એણે મુગલ સત્તા તરફથી લડાઈ કરી, નામના મેળવી હતી. પશ્ચિમે કંદહાર અને પૂર્વે માંગીર સુધી રાજા જયસિહ મુગલ વાવટે ફરકાવતે ગયો હતો. શહેનશાહ શાહજહાનની કારકીર્દીમાં એક પણું વર્ષ એવું નહોતું ગયું કે આ રાજપૂત રાજાએ મુગલાઈ માટે મહત્ત્વને વિજય ન મેળવ્યું હોય. શાહજહાનના વખતમાં દર વર્ષે આ રાજપૂત રાજાને તેની સેવાની કદર તરીકે માનપાન, ઈલ્કાબ અને પગારમાં બઢતી મળતી. આવી રીતે સ્વપરાક્રમ અને બાહોશીથી રાજા જયસિંહે મુગલાઈમાં ભારે પ્રતિષ્ઠા અને ઉંચો હોદ્દો મેળવ્યાં હતાં. મુગલ શહેનશાહતના શાહજાદાઓ જે લશ્કરી હેદો ભોગવતા. તે હો આ રાજપૂત રાજા જયસિંહને આપવામાં આવ્યો હતો. જ્યારે જ્યારે મુગલાઈમાં બંડ અને બળવા થતા અને અવ્યવસ્થા તથા અસંતોષને લીધે મુગલ શહેનશાહ ગૂંચવણમાં આવી પડતા, ત્યારે ત્યારે તે તે ઠેકાણું માટે જયસિંહની નિમણૂક કરવામાં આવતી. જયસિંહ સેનાપતિ તો જન્મથી જ હતો અને જેમ જેમ એને દુનિયાને અને રાજ્ય વ્યવસ્થાનો અનુભવ થતો ગયો તેમ તેમ તે ઘડાઈને મુત્સદ્દી પણ થઈ ગયો. રાજા જયસિંહ સેનાપતિ હતો, ચોદ્ધો હત, મુત્સદ્દી હતા અને વિદ્વાન પણ હતા. એ સંસ્કૃત ભાષાને અભ્યાસી હતું. રાજા જયસિંહ ઉર્દુ, તુક અને પશિયન ભાષા બહુ સારી જાણતો હતો. રાજા જયસિંહને મુગલ શહેનશાહે “મિરઝારાજા ને ઈદ્રકાબ આપ્યો હતો. મિરઝારાજાના સંબંધમાં પ્રો. સર જદુનાથ સરકાર લખે છેઃ “ઉંમર અને અનુભવે તેને જુવાનીને જુસ્સો ઠંડે પાડ્યો હતો. હવે તે સામનો કરવામાં બળને બદલે કળને અને લડાઈને બદલે લાંચરૂશ્વતને માર્ગ સ્વીકારતે. તેની દીર્ઘદૃષ્ટિ અને મુત્સદ્દીપણું, જીભની મીઠાશ અને ગણતરી કરી કામ કરવાની નીતિ, સાચા રાજપૂતની ખાસિયત, સ્વભાવજન્ય ઉદારતા, ભારે હિંમત, નિખાલસતા અને મુત્સદ્દીગીરી વગરની બહાદુરીથી તદ્દન જુદી પડતી હતી.” દક્ષિણમાં બિજાપુર, ગેવળકાંડા અને શિવાજી એ ત્રણ સત્તા મુખ્યત્વે ઔરંગઝેબના અંતઃકરણને ખી રહી હતી. આ ત્રણમાંએ શિવાજી રાજાને ઉદય તે ઔરંગઝેબને અસહ્ય થઈ રહ્યો હતો. શિવાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy