SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૩૦ બાદશાહની ચિંતા દૂર થઈ નહિ. શિવાજી મહારાજે દક્ષિણના હિંદુએમાં હિંદુત્વના જીસ્સા ઠીક ઠીક ખીલવ્યેા હતેા એ બાદશાહની જાણુ બહાર ન હતું. શિવાજી એક ચુસ્ત હિંદુ છે અને બાદશાહના વફાદાર હિંદુ સરદારના હૈયામાં પણ દાખલા દલીલાથી હિંદુત્વને જુસ્સા જાગૃત કરી શકે એવી શક્તિ એ ધરાવે છે, એની પણ એને જાણુ હતી. શિવાજી વખતે મિરઝારાન્તની ધાર્મિક્રવૃત્તિને જાગૃત કરી એને પોતાના લાભમાં કુમળા અનાવી દે અથવા બન્ને હિંદુએ હિંદુત્વ રક્ષણને બહાને એક ખીજા સાથે મળી જાય તેા મુગલાઈ તે ભારે ધક્કો લાગે એવી શકા બાદશાહના હૈયામાં ઊભી થઈ અને એ પા મુઝવણમાં પડ્યો. મિરઝારાજા જયસિદ્ધ જેવા હિમતવાન, કસાયેલા, અનુભવી, અનેક લડાઈ એમાં વિજય પામેલા અને કસાટીએ ઉતરેલા બીજો સરદાર આ કામ માટે આ વખતે મુગલાઇમાં ન હતા, એટલે આખરની પસંદગી ઔરંગઝેત્રે મિરઝારાજાની કરી હતી, પણ એના ઉપર છૂપા ચેકીપહેરા રાખવાની યુક્તિ રચી. રાજા જયસિંહની સાથે દક્ષિણની ચડાઈમાં તેના હાથ નીચે મુસલમાન સરદાર દિલેરખાનને માકલવાને ઔરંગઝેબે વિચાર કર્યો. સરદાર દિલેરખાન ઉપર પણ બાદશાહને પૂરેપુરા વિશ્વાસ તો હતો જ નહિ, પણ બન્નેને એક બીજા ઉપર ચાકીપહેરા તરીકે વાપરીને પેાતાનું કામ કાઢી લેવાનું ખાદશાહે નક્કી કર્યું અને મિરઝારાજા જયસિ’હની સરદારી નીચે માટું બાદશાહી લશ્કર આપી સરદાર દિલેરખાનની મદદનીશ તરીકે નિમણૂક કરી. દક્ષિણ ઉપર ચડાઈ કરવાના બાદશાહે નિશ્ચય કર્યાં. ઈ. સ. ૧૬૬૪ ના સપ્ટેંબર માસની ૩૦ મી તારીખે ઔરગઝેબ બાદશાહની વરસગાંઠ હતી, તેની ખુશાલીમાં મુગલાઈના પાટનગરમાં ભારે દરબાર ભરાયેા હતો. સલ્તનતના મેટા માટા અમલદારા અને અધિકારીઓની ફેરબદલીએ તથા વર્ષ દરમિયાન અમલદારા અને સલ્તનતના સેવા અને તેાકરાએ કરેલાં ભારે પરાક્રમ અને ઉઠાવેલી આદશ સેવાએ ધ્યાનમાં લઈ, તે માટે તેમને આપવામાં આવી ખક્ષિશ તથા ઈલ્કામા ઔરગઝેબ બાદશાહ પોતાની વગાંઠના દરબારમાં જાહેર કરતા. દર વર્ષની પદ્ધતિ મુજબ ફેરબદલીઓ, બહાલી, બઢતી, ઈનામ, ઈલ્કાબ વગેરે સંબધમાં બાદશાહનાં ક્રમાને જાહેર થયા પછી શિવાજીને કચડી નાખવા માટે દક્ષિણ ઉપર ચડાઈ લઈ જવા શહેનશાહી અમલદાર તરીકે મિરઝારાજા જયસિંહની નિમણૂક કર્યાનું બાદશાહે જાહેર કર્યું. રાજા જયસિંહના હાથ નીચે તેને મદદ કરવા માટે સરદાર દિલેરખાન, સરદાર દાઉદખાન કુરૈશી, સરદાર રાજા રાયસિંહજી સિસાયિા, સરદાર શેખજાદા, સરદાર બખાન, સરદાર રાજા સુજસિંહ ખુદેલા, સરદાર રાજા નરસિંહ ગૌડ, સરદાર પુરણુમલ છુંદેલા, સરદાર કીરતસિંહ, સરદાર મુલ્લાં નવાયતખાન વગેરેની નિમણૂકા જાહેર કરી. ચારે તરફના ઊંડા વિચાર કર્યાં પછી ઔરંગઝેબ જેવા વહેમી સ્વભાવના બાદશાહે મિરઝારાજા જયસિંહની બહુ મહત્ત્વના અને ભારે કામને માટે નિમણૂક કરી હતી. ૨. મિરરાજા જયસિંહ. મિરઝારાજા જયસિંહની પિછાન આપતાં અંબેરના કચ્છવાઓનું ઓળખાણ તે વાંચકાને આપવું જ જોઈ એ, અખેર એ જયપુરની ગાદીનું અસલ સ્થાન છે અને મિરઝારાજા જયસિંહ ત્યાંના રાજા હતા. રાજા જયસિંહ એવા કુટુમ્બના રાજપૂત હતા. જેવી રીતે મેવાડના સિસોદિયા અયોધ્યાના રાજા રામચંદ્રજીના પાટવી પુત્ર લવથી ઊતરી આવેલા છે, તેવી જ રીતે કચ્છવા રામચંદ્રજીના ખીજા પુત્ર કુશથી ઊતરી આવેલા છે. શ્રીરામચંદ્રજીના પુત્ર કુશ તથા નૈષધ દેશના નળરાજા વગેરેના વંશજ હાવાનું માન અંખેરના વાઓ ધરાવે છે. પેાતે સૂવશના ક્ષત્રિયેા છે એની યાદ તરીકે અંબેરના કચ્છવા કુટુમ્બના રાજા સૂર્યની ઉપાસના કરે છે અને દર વર્ષે સૂર્યના રથ મંદિરમાંથી આઠ ઘેાડા જોડીને જયપુરમાં ફેરવે છે. આ સમારંભ ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. જયપુરની ગાદી ઉપર ઘણા નામીચા રાજા થઈ ગયા. કચ્છવા મૂળની કીર્તિ વધારનાર જયસિંહના જન્મ ઈ. સ. ૧૬૦૫ માં થયા હતા. 43 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy