SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું.] છે. શિવાજી ચરિત્ર ગાદી સ્થાપી માટે તેના વંશજેને “ગૂહલોટ” પછીથી “પ્રહલોટ” તે પછી “ગેહલેટ” અને આખરે ઘેલોટ” એ નામથી લેકે ઓળખવા લાગ્યા (૧ ચીટણીસ પાનું ૪૧.). ઈડરની ગાદી ઉપર “ઘેલોટ” વશના રાજાઓ રાજ્ય કરતા હતા. ગૃહથી આઠમે રાજા નાગાદિત્ય નામે થયો. આ નાગાદિત્ય અને ભીલો વચ્ચે ઝગડો જામ્યો. આખરે નાગાદિત્યને મારી નાંખી ભીલોએ ઈડરનું રાજ્ય પાછું લીધું. નાગાદિત્યનો પરાજય થયો અને એણે ઈડરની રાજગાદી ખેાઈ તે વખતે તેને “ બાપા” નામનો એક ત્રણ વરસની ઉમરને છોકરો હતો ( ૨. ચીટણીસ પાનું. ૪૧ ). રાજ્યક્રાંતિને લીધે તથા દુશ્મને પ્રબળ થયા હતા તેથી આ છોકરાની જિંદગી ભારે જોખમમાં હતી. નાગાદિત્યનું નામ અને વશ રાખવા માટે ગમે તે સંકટ સહન કરીને પણ “બાપ્પાને જીવતા રાખવાને નાગાદિત્યના નીમકહલાલ માણસોએ નિશ્ચય કર્યો. કડવા ભીલની કડવાશ સામે ટકવું બહુ કઠણ હતું એટલે “ બાપા” ને કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જવાનું નક્કી કરી તેને વિશ્વાસુ અને ખાત્રીલાયક માણસે જોડે ભાનુદરાના ડુંગરાળ પ્રદેશમાં મોકલી દેવામાં આવ્યો (૩. ચીટણીસ. પાનું. ૪૧ ). વલ્લભીપુરના શિલાદિત્યની રાણી પુષ્પાવતીને કઠણ પ્રસંગે દિલાસો દેનાર અને સેવા કરનાર વડનગરા બ્રાહ્મણ પૂજારીની છોકરી કમલાવતીના વંશજોએ આ વખતે પણ “બાપા” ને બચાવવામાં ખૂબ મદદ કરી. “ઘરની લાયે વનમાં ગયા અને વનમાં લાગી લાય” એવી દશા થઈ. જે બીકથી “બાપા” ને ભાનુદરાના ડુંગરાળ પ્રદેશમાં ખસેડવામાં આવ્યો અને તેને ભાનેરના કિલ્લામાં રાખવામાં આવ્યો હતો તે બીક તે સામે આવીને ખડી થઈ ગઈ. “બાપા” ના છૂપા રહેઠાણની દુશ્મનને ભાળ લાગી અને અકસ્માત હલ્લાથી બચવાને માટે બાપાને ત્યાંથી ખસેડી પારાશર વનમાં લઈ ગયા. અહીં ત્રિકટ પર્વતની તળેટીમાં નાગૅદ્ર ગામમાં બ્રાહ્મણોની વસ્તી હતી. ત્યાં બાપાને રાખવામાં આવ્યો. નાગૅદ્ર ગામ મોટા ઉદેપુરની ઉત્તરે આવેલું છે અને નાગડા એ નામથી હાલમાં ઓળખાય છે. એ ગામમાં બાપ્પા ગામની ગાયે ચારવાને ધંધો કરતા હતા. બાપે ગોવાળિયો ઈશ્વરને ભક્ત હતે. ગામની ગાયો ચારતો અને નજીકમાં આવેલા મહાદેવના દેવળમાં જઈ રોજ મહાદેવની સેવા અને ભક્તિ કરતા. મહાદેવની સેવા ફળી અને આ ગોવાળિયાને ઉદયકાળ આવી પહોંચ્યો. બાપાને ગાયો ચારવાને ધંધે ચાલુ જ હતા. એક દિવસે જંગલમાં ગાયો ચારતાં ચારતાં બાપાને દાટેલું ધન મળી આવ્યું. ધન મળ્યું છતાં બાપ્પાની દાનત બગડી નહિ. જે બ્રાહ્મણને આશરે બાપ્પા રહેતો હતો તે બ્રાહ્મણને તેણે તે ધન બતાવ્યું. આ છોકરાની નીમકહલાલ નિષ્ઠા અને પ્રમાણિકપણું જોઈ આ બ્રાહ્મણ તે વિસ્મય જ પામ્યો, અને વિચારમાં પડી ગયો. છોકરાનું આ અજબ ખમીર અને ખાનદાની જેઈ બ્રાહ્મણે તેને તેની પૂર્વપીઠિકા પૂછી. છોકરાએ પિતાની સર્વ હકીકત જણાવી. બાપા ગોવાળિયાએ માંડીને કહેલી હકીકત સાંભળી બ્રાહ્મણની નજર આગળ બાપાનું ઊજળું ભવિષ્ય ઉભું થઈ ગયું. તક મળે તે એક સુંદર રાજ્ય આ ભાગ્યશાળી ખાનદાન છોકરા પાસે સ્થપાવવાને આ બ્રાહ્મણને વિચાર થયો. બાપ્પા રાવળના નસીબે જેર કર્યું. આ પહાડી પ્રદેશ ભીલ લેકના તાબામાં હતે. ભીલે અને બાપા વચ્ચે વૈમનસ્ય ઊભાં થયાં. આ વેરઝેર અને ઝઘડાના પરિણામે જબરી લડાઈ થઈ અને બાપ્પા રાવળ તેમાં જીત્યો. આ પહાડી પ્રદેશમાં માતા ભવાનીનું એક મંદિર હતું. બાપા ગોવાળિયાનું કામ કરતા હતા ત્યારે શિવની સેવા કરતા અને ભવાની માતાને પણ પરમ હતા. ઢોર ચારવાના કામમાંથી બાપ્પાને જ્યારે જ્યારે વખત મળતો ત્યારે ત્યારે તે પિલા કાદેવની અને આ ભવાની દેવીની પૂજા સેવા કરતે, ધ્યાન ધર અને ભજન ભક્તિ પણ કરતો. ભીલે સાથેની “લડાઈમાં બાપ્પાને જીત મળી તે છત પેલા મહાદેવની સેવાનો અને ભવાનીની ભક્તિને પ્રસાદ છે એવું બાષ્પા અંતરથી માનતો હતો. પિતાની છત પછી બાપાએ ભવાનીના મંદિરની આસપાસ એક કિલ્લે બંધાવ્યો હતો જે ચિત્રકૂટના નામથી ઓળખાયા. આ ચિત્રકૂટના કિલ્લામાં જ પેલા ઝાડીમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy