SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. ૧૬. પ્રસિદ્ધ ઇતિહાસકાર રાયબહાદુર ગૌરીશંકર ઓઝા પોતાના રજપૂતાનાના ઇતિહાસના બીજા ભાગમાં જણાવે છે કે ભેંસલે કુટુંબ સિસોદિયા રજપૂતાથી ઉતરી આવેલું છે. ૧૭. ખાફીખાન પોતાના ઇતિહાસમાં જણાવે છે કે શિવાજી રાજા ચિતોડના રાણાના વશજ છે. ઉપર જણાવ્યા પ્રમાણેના અનેક દાખલા અને પુરાવા ઉપરથી સાબીત થાય છે કે મહારાષ્ટ્રને ભોંસલે વંશ એ ઉદેપુરના સિદિયા રજપૂતથી ઊતરી આવેલો છે. આ સંબંધમાં હવે વધારે લંબાણુ ચર્ચા ન કરતાં ટૂંકમાં કહીએ તે શ્રી શિવાજી મહારાજનો જન્મ ક્ષત્રિય કુલભૂષણ સૂર્યવંશી શ્રી રામચંદ્રજીના વંશમાં થયેલ છે. (ટેડ રાજસ્થાન છે. ૧. પાનું ૨૪૭. ) અયોધ્યા પ્રાંતમાં રઘુના સૂર્યવંશી ક્ષત્રિય રાજ્ય કરતા હતા. અયોધ્યાના ભૂપાલ શ્રી દશરથ રાજાના પુત્ર શ્રી રામચંદ્રજીને લવ અને કુશ એ બે પુત્ર હતા. આપણા ચરિત્રનાયક લવના કુળથી ઊતરી આવેલા છે. એ લવને નામે લવકેટ નામનું નગર વસાવવામાં આવ્યું હતું. તે વખતનું લવકેટ તે જ આજે લાહેર કહેવાય છે. કાળચક્રના વારાફેરાને લીધે એ કુળના રાજવી પુરુષોની સત્તા લવકેટ ( લાહોર ) માં જામી. લવકેટની ગાદી ઉપર સૂર્યવંશી કનકસેન રાજા રાજ્ય કરતો હતો. એ કનકસેન રાજાએ સૌરાષ્ટ્રમાં આવીને ઈ. સ. ૧૪૪ માં વલભીપુરમાં ગાદી સ્થાપી. વલભીપુર એ આજના ભાવનગરની પશ્ચિમે ૧૦ માઈલ દૂર જ્યાં હાલમાં વળા છે ત્યાં હતું. (૩. ચીટણીસ. પાનું. ૪૧.) ઘણાં વરસો વીત્યા પછી એ વલ્લભીપુરની ગાદીએ શિલાદિત્ય નામનો રાજા રાજ્ય કરતું હતું. આ શિલાદિત્ય ઉપર ઇ. સ. પ૨૪ માં પાર્થિયન લેકેએ હુમલો કર્યો. (૩. ટોડ રાજસ્થાન વ. ૧. ) જબરું યુદ્ધ થયું. પાર્થિયન લેકેએ જે વખતે વલ્લભીપુર ઉપર ચડાઈ કરી તે વખતે રાજા શિલાદિત્યની રાણી પુષ્પાવતી પિતે માનેલી અંબાભવાનીની બાધા ઉતારવા માટે પિતાને પિયેર પ્રમરકુળના રાજાને ત્યાં ચંદ્રાવતી નગરી ગઈ હતી. પાર્થિયન લેકેએ શિલાદિત્યને પરાભવ કર્યો અને વલ્લભીપુર પડયું. રાણી પુષ્પાવતી આ વખતે ગર્ભવતી હતી. તેને સહીસલામતી માટે માળિયા (મલીય) નામની ડુંગરાની એક ગુફામાં રાખવામાં આવી હતી. માસ પૂરા થયે પુષ્પાવતીને પુત્ર પ્રસવ થયો. પતિ શિલાદિત્યનો સ્વર્ગવાસ આ પતિવ્રતા સ્ત્રીને બહુ સાલી રહ્યો હતો પણ ગર્ભિણી હેવાથી પતિના શબ સાથે સતી થઈ શકી ન હતી. પિતાના પુત્રને પુષ્પાવતીએ કમલાવતી નામની એક વડનગરા બ્રાહ્મણની કન્યાને સે અને પિતાના મારા પતિની પાવડીઓ સાથે રાણી પુષ્પાવતી સતી થઈ (૧ ચીટણીસ ૪૦). કમલાવતીને પિતા કાઈ મંદિરના પૂજારી હતું. આ પિતાએ પિતાની દીકરી કમલાવતીને મેંપવામાં આવેલા બાળકની બહુ બરદાસ કરી. માબાપ વગરના બાળકને મહામહેનતે કમલાવતીએ ઉછેર્યો. બહુ જતન કરી આ રાજપુત્રને આ બ્રાહ્મણ બાઈ એ સાચવ્યો, સંભાળ્યો ને મેટે કર્યો. આ પુત્રને જન્મ ગુફામાં થયું હતું તેથી તેને બધા “ગૃહ” કહીને બોલાવતા (૨ ચીટણીસ. ૪૦). વખત જતાં “ગૃહ” માટે થયો અને તેના બોબરિયા છોકરાઓમાં રમવા જવા લાગ્યા. આ છોકરાની એવી ખાસિયત હતી કે એને રમતમાં પણું બ્રાહ્મણના છોકરાઓ સાથે રમવાનું ગમતું નહિ. રમવાને વખત આવે એટલે એ ભીલના છોકરાઓમાં ભળી જતે અને બહુ આનંદથી રમતા. આ “ગૃહ” ભલેના છોકરાઓમાં તે બહુ માનીતો થઈ પડ્યો. ભીના છોકરાઓએ એને સરદાર બનાવ્યો. ભીલ બાળકોને સરદાર બન્યા પછી એક દિવસે તે રમતમાં રમતાં રમતાં ગૃહને રાજા બનાવ્યો અને રાજા તરીકે તેને ભીલ બાળકોએ તિલક કર્યું. દિનપ્રતિદિન ગૃહ ભીલબાળકને વધારે ને વધારે માનીતે થઈ પડ્યો. આવી જાતની ગમતમાં વરસ વીતી ગયાં. ગૃહ મટે છે અને એના ભીલ ગેઠિયાઓ પણ મોટા જબરા ભીલ બન્યા. ભીલ બાળકનો આગેવાન ગૃહ હવે મોટા જબરા અને બળવાન ભીલેનો સરદાર બન્યા. રાજબીજ ઢાંકયું નથી રહેતું. વખત આવે એનો પ્રકાશ થયા સિવાય નથી રહેતું. ગૃહે ગેઠિયાએની મદદથી ઈડરના માંડલિક ભીલ રાજાને હરાવ્યો અને ઈડરની ગાદી લીધી. આ “ ગૃહ રાજપુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy