SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ મું ચણા દૂર થઈ. એ ગઢ હાથમાં આવ્યાથી મુગલાને અહમદનગર સુધીના માર્ગ ખુલ્લા થઈ ગયા. આ બનાવ બનવાથી મરાઠાઓનું મુગલેને વારંવાર સતાવવાનું શસ્ત્ર જરા ઢીલું પડયું.જિંદગીની જરુરિયાતની ચીજો પણ મુગલાને ન મળે, અને તેથી એ કાયર થઈ જાય, તે માટે મરાઠાઓએ વારવાર પ્રયત્ના કર્યાં હતા અને તેમાં ઘણી વખતે એ ક્ાવ્યા પણ હતા. અહમદનગર સુધીને રસ્તા મુગલે માટે તદ્દન ખુલ્લા થવાથી મરાઠાઓ પોતાની એ બાજીમાં ફાવે એમ હતું નહિ. નવાબ શાહિસ્તખાનના મુકામ મૂઠા નદીને કિનારે પૂના શહેરમાં પડયો હતા. ખાન પોતે પૂનામાં લાલમહાલ કે જે ધરમાં શિવાજી મહારાજે દાદાજી કાંડદેવ પાસેથી પાઠ શીખીને જ્ઞાન મેળવ્યું હતું અને માતા જીજાબાઈની વાતા અને ગીતા સાંભળી ધર્માભિમાન કેળવ્યું હતું તે ધરમાં રહેતા હતા. પૂનામાં રહીને ખાને શિવાજી મહારાજની દરેક હિલચાલ ઉપર નજર રાખી હતી. પૂનામાં રહ્યો રહ્યો ખાન શિવાજી મહારાજનું વધતું જતું જોર અટકાવી શક્યા હતા, એટલું જ નહિ પણ એ શિવાજીના વેગ પણ ધીમા પાડી શક્યા હતા. શિવાજીનું જોર આગળ ન વધે તે માટે પૂતે બેસીને ખાન જરુરી ગોઠવણા કરી રહ્યા હતા. શિવાજી ઉપરાંત એની આખામાં બિજાપૂર અને ગેાવળકાંડા પણ ખટકી રહ્યાં હતાં. મુગલ શહેનશાહ ઔર'ગઝેબના દિલને જે ત્રણ સત્તા દુખ દર્દ રહી હતી તે શિવાજી, બિજાપૂર અને ગેાવળકાંડા. એ ત્રણેતે ખાતે દાઢમાં બ્રાહ્યાં હતાં. એની કાકદિષ્ટ આ ત્રણેની ઝીણામાં ઝીણી હિલચાલ તપાસી રહી હતી. બિજાપુર અને ગેાવળકાંડાની છાતી ઉપર ચડી બેસવાની એ તક ખાળી રહ્યા હતા. શિવાજીના તાપ જ્યારે અલી આદિલશાહને બહુ સખત થઇ પડયો અને શિવાજી એને જમીનદોસ્ત કરી નાખશે, એવી જ્યારે એને બીક લાગી ત્યારે એણે ઔરંગઝેબની મદદ માગી હતી. મુગલોએ બિજાપુરને મદદ આપી હતી. એ મદદ માટે બિજાપુરે મુગલને પારડાના કિલ્લા આપવાનું જણાવ્યું હતુ. પણ હજી આપવામાં આવ્યેા ન હતા. ખાતે પૂતેથી એ કિલ્લાનો કબજો લેવા માટે સરદાર કરતલબખાનને મેકલ્યા. કરતલખખાને એ કિલ્લાને કબજો બિજાપુર સરકાર પાસેથી ઈ. સ. ૧૬૬૦ માં લીધા. ગેાવળકાંડાના સુલતાને મુગલાને ખંડણી આપવાનું કબૂલ કર્યું હતું. એ ખંડણીને સવાલ ઝધડામાં પડયો હતા. ખંડણી નક્કી થઇ ત્યારે અને તે પછી તેની ભરપાઈ રૂપિયાથી થતી. હવે મુગલા રૂપિયાને બદલે જીના હૈાન (નાણું) ખ`ડણીમાં માગવા લાગ્યા. નવા અને જૂના હેાનમાં ફેરફાર થયા હતા. જાના ૧૦૦ હેાનના નવા ૧૨૮ હાન થતા હતા. એ ખંડણીને બહાને ગાવળકાંડા ઉપર ત્રાપ મારવાના મુગલો મનસૂખે કરી રહ્યા હતા ગેવળકાંડા અને મુગલ પ્રતિનિધિ વચ્ચે પતાવટ થઈ. ઈ. સ. ૧૬૬૧ માં મુલાખીએ પેન નજીકને દહીરગઢને કબજો લેવા માટે તેને ઘેરા ઘાલ્યા પણુ મહારાજના વિશ્વાસુ અમલદાર કાવજી કાંઠાળકરે તે ઘેરા બહુ બહાદુરીથી તાડયા. ત્યાર પછી નવાબ શાહિસ્તખાનની સૂચનાથી મુગલ સરદાર જામદારખાન લશ્કર સાથે પેન આવ્યેા. શિવાજી મહારાજ અને જામદારખાનની વચ્ચે પેન આગળ લડાઈ થઈ. આ લડાઈમાં શિવાજી મહારાજે પેન લૂંટયું. ખૂનખાર લડાઇ થઈ, તેમાં મહારાજના વિશ્વાસુ વાધાજી તૂપે મરાયા અને ધણા સૈનિકા ધાયલ થયા. શિવાજી મહારાજના મળતિયા સરદારા, દેશમુખા વગેરે ઉપર દબાણુ લાવી, તેમને મુગલાના મળતિયા બનાવવાને ભારે પ્રયત્ન ખાન કરી રહ્યો હતા. પુના જિલ્લામાં પણ શિવાજી મહારાજના મળતિયા દેશમુખા ઉપર ભારે સખ્તાઈ ખાનની સૂચનાથી મુગલ અમલદારાએ શરૂ કરી દીધી હતી. એમને અનેક રીતે સતાવી શિવાજીથી દૂર કરવાનું ખાતે પાતાના કાબેલ અમલદારાને સાંપ્યું હતું. મુગલ અમલદારાને તે આ જોઈતું જ હતું. એમણે પ્રજાને અનેક રીતે સતાવવાનું શરૂ કર્યું. પ્રજા ત્રાસી ગઇ અને મુગલેએ આ રસ્તા કેમ લેવા માંડયા છે, તે સમજી ગઈ. મુગલ અમલદારાએ શિવાજીનાં માણસાને તેમનાથી જુદા કરવા માટે અનેક યુક્તિઓ અજમાવી પણુ એમાં એ ફ્રબ્યા નહિ. પોતાના માણસોને મુગલ તાવે છે, એની ખબર મહારાજને પડી. મહારાજ વિચારમાં પડી ગયા. અલાના કેવી રીતે ખચાવ કરવા, એના ઉપાય શોધવા માંડજો, પણ બચાવ પણ અમલદારે। અનેક રીતે આવા સંજોગામાં એ માટે કાઈ રસ્તા જડયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy