SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર રેટ હાજર હતા. મેળાપન વિધિ પૂરો થયા પછી શિવાજી મહારાજે આંખમાં આનંદાશ્રુ સાથે પિતાના પગમાં માથું મૂક્યું. સિંહજી રાજાનું હૈયું ભરાઈ આવ્યું. આવા પરાક્રમી પુત્રને ઘણાં વર્ષો પછી અનેક આપદા અને આફતમાંથી પસાર થયા પછી ભેટવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું, તેથી પ્રભુને પાડ માન્યો. પિતાએ પુત્રને પગ આગળથી ઉઠાડી છાતી સરસો ચાંટવો. પિતા પુત્રે એક બીજા સામે ભીની આંખે જોયું. સિંહાએ શિવાજીના મેં ઉપર હાથ ફેરવ્યો અને પોતાના શેલા વડે એની આંખો લૂછી. મહારાજથી બોલાતું ન હતું. કંઠ ભરાઈ આવ્યો હતો. સિંહાજી રાજાએ મહારાજની પીઠ થાબડી શાબાશી આપી અને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. ત્યાર પછી સૌ જીજાબાઈ સાથે વાત કરી બધાના સમાચાર પૂછ્યા. ત્યાર પછી સૌ. સઈબાઈ અને સૌ. સાયરાબાઈ, પૂજ્ય સસરાને પગે લાગ્યાં. શિવાજી મહારાજ પિતાની ઓરમાન માતા સૌ. તુકાબાઈને પગે લાગ્યા અને સાવકા ભાઈ બૅકેજીને પ્રેમથી આલિંગ્યા. અંબાના દેવળમાંનો આ વિધિ આટોપ્યા પછી જેજુરી ગામમાં જવાનું હતું. ત્યાં સિંહજીના સત્કાર માટે સુંદર શમિયાન તૈયાર કરાવ્યો હતો. સર્વ બાદશાહી ઠાઠ કર્યો હતો. મુગલ બાદશાહને શોભે એ વૈભવ હતો. બધાં ત્યાં જવા માટે નીકળ્યાં. વાજતેગાજતે બાદશાહી દમામથી સિંહાજીની સવારી નીકળી. સિહાજી રાજાને ઉત્તમ પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા. શિવાજી મહારાજ ન તો પિતા સાથે પાલખીમાં બેઠા કે ન તે ઘોડેસવાર થયા પણું શિવાજી મહારાજે તે પિતાના જોડા હાથમાં લઈને પિતાની પાલખી સાથે પગે ચાલવા માંડયું. શિવાજી મહારાજની પિતૃભક્તિ જોઈ સર્વ ચકિત થઈ ગયા. બધા શમિયાની નજીક આવી પહોંચ્યા, સર્વ પિતપોતાને સ્થાને શમિયાનામાં બેસી ગયા પછી. સિહાજી રાજા પાલખીમાંથી નીચે ઊતર્યા. એમના જેડા શિવાજી મહારાજે પોતાના હાથમાં લીધા અને પિતા સાથે ચાલવા માંડયું. સિંહા રાજા શમિયાનામાં દાખલ થયા એટલે બધાએ એમને માન આપ્યું અને ચારે દિશાથી જયજયકારના પોકારો થયા. સિંહાજી ઉચ્ચાસને બિરાજ્યા અને મહારાજ સામે બહુ આદરપૂર્વક ઊભા રહ્યા. શમિયાનામાં શાંતિ પથરાઈ ગઈ હતી. શિવાજી મહારાજે ગદગદ્દ કઠે પિતાને કહ્યું, “પિતાજી! આ અપરાધી પુત્રને ક્ષમા કરો. મેં આપને ભારે અપરાધ કર્યો છે, બિજાપુર સરકાર સાથે મારે ઝઘડવું પડયું. મારાં કૃત્યોથી આપને ભારે ત્રાસ વેઠ પડો છે, મારા ઉપર દાબ મૂકવા માટે બિજાપુર સરકારે આપના ઉપર ભારે અત્યાચાર ગુજાર્યા છે. મેં નમતું ન આપ્યું તેને લીધે આપને અતિશય કષ્ટ વેઠવું પડયું તે માટે મને બહુ લાગી આવે છે. પુત્રે પિતાને સુખ આપવું જોઈએ તેને બદલે મારાં કૃત્યથી આપને દુખ વેઠવું પડયું છે. પિતાજી! મને ક્ષમા કરે. મારાં કોને લીધે આપને ત્રાસ થાય. આપને સહન કરવું પડે એ વિચાર મને દુખ દે છે. પિતાને ત્રાસદાયક નીવડે એ પુત્ર શા કામનો ? મારા અપરાધે હું આપની આગળ કબૂલ કરું છું. આપ જે શિક્ષા કરો તે સહન કરવી એ જ પ્રાયશ્ચિત હોઈ શકે.” એમ બોલતાં બોલતાં મહારાજ ગળગળા થઈ ગયા. આંખમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. એવી સ્થિતિમાં મહારાજે પિતાના ચરણમાં પિતાનું મસ્તક મૂકયું. સિંહાએ પુત્રને ઉઠાડ્યો અને ભારે દબાણ કરીને પિતાની પાસે બેસાડયો. બહુ આગ્રહ થવાથી મહારાજ આદરપૂર્વક પુત્ર તરીકે પોતાની મર્યાદા સાચવીને સિંહાજી રાજાની પાસે બેઠા, પુત્રની પીઠ ઉપર હાથ ફેરવી સિંહા બેલ્યા “બેટા શિબવા ! તું દુખી ન થા. તારે જરા પણ અપરાધ નથી. કર્તવ્ય બજાવતાં જે બનાવ બને તે સહન કરવા બધાએ તૈયાર રહેવું જ જોઈએ. હું તારાં શાં શાં વખાણ કરું? મારું જીવતર તે ધન્ય કર્યું છે. બચપણથી સિસોદિયાકુળનું તું અભિમાન રાખો હતે તે પ્રમાણે તે એ કૂળને શેભે એવાં જ પરાક્રમો કર્યા છે. હિંદુત્વ સાચવવા, સ્વધર્મનું રક્ષણ કરવા, પ્રજાની પીડા દૂર કરવા, સ્વરાજ્ય સ્થાપવા તે ભગીરથ પ્રયત્ન ક્યાં છે. વિજયી નીવડ્યો છે. તમે ધન્ય છે, યવનોના ત્રાસમાંથી હિંદુ પ્રજાને છોડાવવા માટે તે અનેક સંકટ સહન કર્યા છે. અનેક વખતે તેં જાન જોખમમાં નાખ્યો છે. અનેક વખતે તેં જમ સાથે બાથ ભીડી છે. તું હિંદુ ધર્મને સાચે તારણહાર બન્યું છે. તારાં દુખ આગળ મારાં દુખ શા હિસાબમાં ? જેણે દેશનાં દુખે દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy