SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ છે. શિવાજી ચરિત્ર ઘેરાયા છેં. રાખીશ મહારાજ પનાળાગઢમાં રહીને શત્રુને હંફાવી રહ્યા છે. તેજ વખતે હુ· ચાકણુમાં હું શત્રુને હાવવામાં જરાપણુ કચાશ નહિ રાખું. ચાકણુ લેતાં દુશ્મનને છઠ્ઠીનું ધાવણુ યાદ આવશે. ચાકણુ તા દુશ્મનને આખી જિંદગી યાદ રહેશે એના ખેલ ખેલશે. ચાણુ તા મરાઠા બળની મુગલાને અને ખાસ કરીને ખાનને ખાતરી કરાવી આપશે. ચાકણુ સહેલાઈથી પડશે નહિ. મહારાજે ચાકણ માટે નિશ્ચિંત રહેવું. ચાકણુ મુગલાના હાથમાં જાય એવા ઈશ્વરી સમ્રુત હશે તે। તેમ થશે પણુ મરાઠાઓના સમર કૌશલ્યની પ્રતીતિ દુશ્મનને કરાવ્યા સિવાય દુસ્મન કદી પણ લઈ શકશે નહિ. ક્િર’ગાજીએ જોયું કે મુગલ લશ્કરની સંખ્યા બહુ મેટી છે, મુગલે! પાસે લડાઈના સાધના પશુ અખૂટ છે. આવે વખતે શક્તિ વેડછી નાંખવી એ મુત્સદ્દીપણું ન કહેવાય. શક્તિના ઉપયેગ કરવા કરતાં યુક્તિ આવે વખતે વધારે અસરકારક નીવડશે એમ ધારી કળેકળે કામ લઈ ધારી ઉમેદ પાર પાડવાના ફિરંગાએ નિશ્ચય કર્યાં. ઘેરા ધાલીને પડેલું મુગલ લશ્કર રાત્રે જ્યારે આરામ કરતું હાય ત્યારે ફ્િરગાજીના ચુનંદા માણસે જુદી જુદી ટાળીમાં વહેંચાઈ જઈ ફિલ્લા નીચે ઊતરી અવારનવાર મુગલ લશ્કર ઉપર છાપા મારી એમને હેરાન કરતા. તે ગાળાના મહારાજના જે માણસે ઘેરામાં સપડાયલા ન હતા તે ધેરા ઘાલીને પડેલા મુગલ લશ્કરને વારવાર છાપા મારીને સતાવતા. કિલ્લામાંના માણસા કાઈ વખત નીચે ઉતરીને મુગલ લશ્કર ઉપર રાત્રે છાપા મારતા તે ાઈ દિવસે બહારના માણસા છાપા મારતા અથવા કાઈ દિવસ કિલ્લાની અંદરની અને બહારની બન્ને ટાળીએ છાપા મારતી. મુગલ લશ્કર ઉપર આ છાપા અને હલ્લાઓની જબરી અસરે થઈ. શાહિસ્તખાન તે આ બધી યુક્તિએ અને કિસ્સાએ અનુભવીને આભેજ બની ગયા હતા. મુગલ બાદશાહના આટલા મેટા લશ્કરને શિવાજીના મૂડીભર માણસા ત્રાસ પાકરાવી રહ્યા હતા એ જોઈ ખાનને અચા થયા. ફ્રિરંગાજીએ લગભગ બે માસ સુધી કિલ્લા સાચભ્યો હતા. ખાન પણ બહુ થાકી ગયા હતા. ધેરાને ૫૬ મે દિવસે ત્લિાના એક ખુણામાં ખાનના માણસેાએ બહુ મહેનતે સુરંગ ખાદી ગાબડું પાડયું. આ બાકારામાંથી મુગલ લશ્કર અંદર પેસવા લાગ્યું. ફિરંગાજીને ખબર પડતાંજ બાકી રહેલા માણસને લઈને એ દુસ્મન દળ ઉપર તૂટી પડયો. ખાકેારામાંથી અંદર દાખલ થતાં મુગલેાને ક્િર`ગાજીએ અટકાવ્યા. આખી રાત લડાઈ ચાલી. ખીજે દિવસે સવારે પણુ લડાઈ તા ચાલુ જ હતી. મુગલ લશ્કરની સંખ્યા બહુ જબરી હાવાથી ક્રિરંગાજી મરણિયો થઈ રણમાં ઘુમવા લાગ્યો. એણે મુગલેની કતલ કરવામાં બાકી ન રાખી, પણુ મુગલાનું સંખ્યાબળ એટલું બધું વધારે હતું કે તેની આગળ ફિરંગાજીનું ન ચાલ્યું. રણુમાં ક્િર’ગાજીને મુગલાએ કેદ પકડ્યો અને ચાકણના કિલ્લા મુગલોએ કબજે કર્યાં ( ૧૪ મી ઓગસ્ટ ૧૬૬૦ ). [ પ્રકરણ ચાકણના કિલ્લો તે મુગલાએ જીત્યા પણ શિવાજીના એક નાના કિલ્લાને જીતતાં કેટલું વીતે છે તેની ખબર મુગલાને પડી ગઈ. મુગલાને જીત તેા મળી પણ બહુ મોંધી પડી. એક નાના કિલ્લા ચેડા લશ્કરચી મેટા નળ સામે બે માસ ટકી રહ્યો એ અનુભવથી શાહિસ્તખાને શિવાજીના ખળનું માપ કાઢયુ શિવાજીના સરદારેા શિર સાટે નાક સાચવે એવા છે એની એને ખાતરી થઈ. ક્િરગાળને શાસ્તિખાન સન્મુખ ખડા કરવામાં આવ્યા. ખાન એના શૌ`થી મુગ્ધ થઈ ગયા હતા. એને બહુ માન આપ્યું અને સત્કારપૂર્વક એને જણાવ્યું :- તમારું શૌય જોઈ હું બહુ ખુશી થયો છું. તમે જો મુગલ સત્તા સ્વીકારી અમારા રાજ્યની સેવા કરવા ખુશી હૈ। તે હું મુગલપતિને ખાસ લખીને તમને ભહુ ઉંચા દરજ્જાની અમલદારી અપાવું, મુગલ નેકરી સ્વીકારશા તે તમારી કદર થશે. તમારા જેવા સેવકાના શૌર્યના સદુપયેગ થાય એવી અમારી ઈચ્છા છે. ” ખાનના શબ્દોથી ફ્રિરંગાજી જરા પણ લલચાયો નહિ. એણે ખાનને ચાખે ચેકખું જણાવી દીધું કે મારા માલીકની સેવામાંજ મારું ખરું કલ્યાણુ હું માનું છું. શિવાજી મહારાજ એજ મારા માલીક છે. એણે સોંપેલું કામ C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy