SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મારા પંચપ્રાણુ હું જેને માટે કુરબાન કરવા તૈયાર છું તે મારે વહાલે દીકરે અને તમારો માનીતો રાજા આજે દુશ્મનના હાથમાં સપડાયે છે. એના વગર મહારાષ્ટ્ર સૂનું છે. મહારાષ્ટ્રના હિંદુઓ આજે નિરાધાર બની ગયા છે. નેતાજી તમે શું જોઈ રહ્યા છો? હવે કોને માટે થવાનું છે? તમે મુગલનું નિકંદન કરવા જાઓ. હું બિજાપુર બાદશાહને ઉખેડવા બહાર પડું છું. નેતાજી પ્રસંગ વિકટ છે, શ્રી તુળજા ભવાનીનું નામ દઈ હર હર મહાદેવ કરી મુગલ તરફ મોરચે ફેર, હું જોહર સામે યુદ્ધમાં ઉતરું છું.” હદયને હચમચાવી દેનાર માતા જીજાબાઈના શબ્દો સાંભળી નેતાજી સ્તબ્ધ થઈ ગયે. જીજાબાઈનું કહેવું પૂરું થયા પછી બહુ ગંભીરપણે ધીમે સ્વરે નેતાજીએ અદબથી જીજાબાઈને કહ્યું “માતા ! આપ ચિતા ન કરો. બળવાનમાં બળવાન શત્રુને પણ પહોંચી વળવાર, મહાન શક્તિ ધરાવતે અમારે માનીતો રાજા ૫નાળાગઢ ઉપર સહીસલામત છે. અમે જીવતા હોવા છતાં અમારે મહારાજાના છુટકારા માટે આપને સમરાંગણ ઉપર સમશેર ખેંચવી પડે એ તે અમને સરદારોને નીચું જોવડાવનારું છે. મહારાષ્ટ્રમાંથી હજી મરદાઈ નથી ગઈ. માતુશ્રી ! મહારાષ્ટ્રના ધગધગતા અંગારાઓ ઉપર કાળચક. ઈર્ષા. સ્વાર્થ તેજકેશ, કુસંપ વગેરેથી ઊભી થયેલી ખટપટોને લીધે રાખડી વળી છે. હજી એ અંગારા છે, એના કેયલા નથી થયા. એ રાખડી નીચે ઢંકાયેલા અંગારા આજે પણ શક્તિવાળા શત્રને બાળી ભસ્મ કરી શકે એવા છે. મહારાષ્ટ્ર સહેજ શિથિલ હશે પણ જાગતું છે. જીવતું છે અને સમય આવે પિતાનું પાણી બતાવવા તૈયાર છે. માતુશ્રી ! આપની આજ્ઞા હું શિરે ચડાવું છું. આપ નિશ્ચિંત રહે. મારા સૈન્યને એક ભાગ પિડાતી પ્રજાના રક્ષણ માટે મુગલેનો સામનો કરવા જાય છે. હું જાતે સ. હિલાલ સાથે હમણાં જ સીદી જૌહર ઉપર જાઉં છું. માતુશ્રી ! મારે રાજા આપને પ્યારે પુત્ર હોવાથી પારને લીધે એની સત્તા, શક્તિ અને સાહસનું માપ આપ નહિ કાઢી શકે. મારા રાજ ઉપર આપને વાત્સલ્ય પ્રેમ હોવાથી માતુશ્રી ! એમની મહત્તાનું માપ આપ નથી કાઢી શક્યાં. આ દેશની જબરામાં જબરી સત્તા પણ મારા રાજાને લાંબી મુદત સુધી પિતાના કબજામાં રાખી શકે એમ નથી. મારા રાજાને કઈ પણ દુમનની સત્તા પચાવી શકે એમ નથી એની મને ખાતરી છે. ગમે તેવી મુશ્કેલીઓ અને સંકટો હશે તે ૫ણુ મહારાજ મુંઝાવાના નથી એ હું અનુભવથી કહી શકું છું. એમના ફળદ્રુપ ભેજામાંથી અનેક યુક્તિઓ અને વખતે નીકળી છે અને નીકળશે. મહારાજની મહેરનજર અને આપના પુણ્ય પ્રતાપે અમ દુશ્મનને હરાવીશું. મને આપ આશીર્વાદ આપે, હું દુશ્મન ઉપર જાઉં છું.” એમ કહી નેતાજીએ જીજાબાઈને પ્રણામ કરી પોતાનું લશ્કર લઈને પનાળા તરફ પ્રયાણ કર્યું. ઘેરો ઘાલીને પડેલા દુશ્મનના દળને અનેક રીતે સતાવવાનું અને તેમના ઉપર છાપા મારવાનું નેતાજીએ શરૂ કર્યું. નેતાજીએ પિતાના જાસૂસે જોહરના લશ્કરમાં છૂટા મૂકી દીધા. જૌહરના લશ્કરની નબળાઈએ, ઘેરાના કયા ભાગમાં સિપાહીઓની સંખ્યા ઓછી છે વગેરે ખબર જાસૂસ મારફતે નેતાજીને મળતી અને એ ખબર ઉપરથી એ દુશ્મન લશ્કર ઉપર છાપે મારતે, છાવણીનું અનાજ લૂંટ અને બને તેટલા સિપાહીઓને મારી એ નાસી જતા. ઘેરે નાંખીને પડેલા હરના લશ્કર માટે આવતાં અનાજ, બળતણ તથા બીજી ચીજો નેતાજી અટકાવતા અને એવી રીતે એ લશ્કરની જેટલી અગવડ વધારાય તેટલી દૂર રહીને વધારી રહ્યો હતે. આખરે નેતાજીએ જોહરના લશ્કર ઉપર હલ્લો કરવાનું નક્કી કર્યું. નેતાજી પાલકર અને સ. હિલાલનું લશ્કર આવે છે એની ખબર સીદી બ્રહરને મળી. એણે પણ સામના માટે પોતાનું લશ્કર તૈયાર કર્યું. નેતાજીએ પનાળાને ઘેરે ઘાલેલા જૌહરના લશ્કર ઉપર હલ્લે કર્યો. ભારે લડાઈ થઈ હિલાલને છોકરો રણમાં પડ્યો. જોહરના લશ્કરે એ સખત મારો ચલાવ્યો કે હિલાલ અને નેતાજીનું લશ્કર આગળ વધી શક્યું નહિ. નેતાજીએ ફરીથી દુશમન દળ ઉપર ધસારો કર્યો. જોહરના લશ્કરે તેને જવાબ આપ્યો. આખરે નેતાજીને પાછા હઠવું પડયું, નેતાજીથી ધારેલું નિશાન ન તકાયું. નેતાજીની પીછેહઠની ખબર મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy