SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર ૨૬૫ શિવાજી હવે તે બરાબર સપડાઈ ગયા છે અને શરણ થયા સિવાય એને છૂટકે જ નથી એટલે એણે ચોમાસાની પણ દરકાર ન કરતાં ઘેરે ચાલુ રાખ્યો. પડતા પાણીમાં પણ જોહરે ઘેરે ટકાવી રાખ્યો એ જઈ મહારાજને લાગ્યું કે હવે કંઈ ન બુદ્દો શોધી કાઢવો જ પડશે. હિંદુત્વના રક્ષણ માટે જેણે પિતાને જાન જોખમમાં નાંખ્યો છે એવા પ્રતાપી પુત્ર શિવાજીને ચારે તરફથી દુશ્મન દળે ઘેર્યો છે અને હજી શત્રને ઘેરો ઉઠાવવાની મરાઠા સરદારે ફરજ પાડી શક્યા નથી એ જોઈ માતા જીજાબાઈ પોતે સમરાંગણે જવા તૈયાર થયાં. માતા જીજાબાઈ રણુમાં જવાને વિચાર કરી રહ્યાં હતાં એવે વખતે સર સેનાપતિ નેતાજી પાલકર સરદાર હિલાલ સાથે આવી માતા જીજાબાઈને મળ્યા. પ્રકરણ ૫ મું ૧. સરદાર હિલાલ, ૨. અણુને પ્રસંગ. ૩, ૫નાળાગઢ તરફ ડેડ્યુિં . ૪ સંજોગોનું અવલોકન અને નિર્ણાય. ૫. સીદી જોહર અપરાધી. છે. અંગ્રેજો સાથે અથડામણ ૧, સરદાર હિલાલ, રદાર હિલાલની બહુ ટુંક ઓળખાણ આપી, પછી માતા જીજાબાઈ અને નેતાજીના સંવાદ તરફ Sછે વળીશું. હિલાલ એ મૂળ બિજાપુર દરબારને સરદાર હતો. અફઝલખાને જ્યારે શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરી ત્યારે આ સરદાર અફઝલખાન સાથે મહારાજની સામે લડવામાં હતું. પ્રતાપગઢના યુદ્ધમાં મહારાજને વિજય થયો એટલે હિલાલ મહારાજને શરણે આવ્યો અને એમના લશ્કરમાં જોડાયે. પનાળાના ઘેરામાં સ. હિલાલ શિવાજી તરફથી આદિલશાહી લશ્કર સામે લડ્યો. પછી મુગલાઈની કમાન ચડતી જોઈ હિલાલ તેમાં ભરાયે અને શાહિસ્તખાનના તાબામાં લશ્કરી અમલદાર બન્યો. મુગલાઈન અનુભવ લીધા પછી ફરીથી હિલાલ શિવાજી મહારાજની સેવામાં દાખલ થયા હતા. સર સેનાપતિ નેતાજી પાલકર સ. હિલાલ સાથે માતા જીજાબાઈની પાસે આવ્યા અને માતાને અદબથી પ્રણામ કર્યા. આ સરદારોના પ્રણામ સ્વીકારી માતા જીજાબાઈ બહુ ગંભીરતાથી બોલ્યાં. “હિંદુ ધર્મના ઉદ્ધાર માટે જેણે હથેલીમાં માથું લીધું છે, હિંદુસ્થાનમાં હિંદુઓ ઉપર અત્યાચાર કરી રહેલી મુસલમાની જુલ્મી સત્તા તેડી હિંદુ પ્રજાને નિર્ભય અને સુખી બનાવવા માટે જેણે પોતાના પ્રાણ સાંધા કર્યા છે, એ મારે શૂરવીર શિવબા આજે ૫નાળાગઢના પાંજરામાં પુરાયેલું છે. એને પાંજરામાં પૂરી મુગલે એની પ્રજાને બહુ સતાવી રહ્યા છે. તમે એના હાથ પગ છે, તમે એની હિંમત છે, તમે એણે ઊભા કરેલા કાર્યના આધારસ્થંભ છે, તમે એના સુખમાં અને દુખમાં પડખે રહેનાર સાથી છે. તમે તમારા એ પારા રાજાને પાંજરામાં ક્યાં સુધી સાંખશો. હિંદુ પ્રજાને મુગલે પીડી રહ્યા છે, દેવળે ભ્રષ્ટ કરવાને સપાટે એમણે ચલાવ્યો છે, ધોળે દિવસે સ્ત્રીઓની ઈજજત લૂંટાય છે. આપણું મુલકના પૂના પ્રાંતની બહુ ખરાબ દશા મુગલેએ કરી છે. મુગલ અત્યાચાર નીચે પ્રજા પિલાઈ રહી છે. નેતાજી ! તમે અત્યાચારની ઘાણીમાં પિલાતી પ્રજાના રક્ષણ માટે જાઓ. હું પણ સીદી જૌહરની સામે સમરાંગણમાં સમશેર ચલાવીશ. હિંદુત્વના રક્ષણ માટે પાંજરે પુરાયલા મારા તે લાડકવાયા શિવબાને છૂટે કરવા માટે હું રણાંગણ ઉપર શત્રુ સૈન્યને સંહાર કરીશ. દુશ્મન દળ ઉપર મરણિયો હુમલે થયા સિવાય તમાશ રાજા છૂટ નથી થવાને. આજે હિંદુત્વને તારણહાર, પિડાતી હિંદુ પ્રજાને વાલી, રેસાતા હિંદુ કોને બેલી, 84 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy