SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારણ ૨ નું ] છે. શિવાજી ચરિત્ર ૨૩૯ આપી વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કર્યાં. ખાનના લશ્કરે મરાઠી લશ્કરના સામના કર્યાં અને યુદ્ધ ખરેખરું જામ્યું. સરદાર ખાંદલ બહુ આવેશથી પોતાના માણસોને શૂર ચડાવી રહ્યો હતા. મરાઠી લશ્કર પણ ખૂબ રંગે ચડયું હતું. સખત કાપાકાપી ચાલી રહી હતી, એટલામાં અણુાજી, રંગનાથ અને સર્જેરાવ પોતાની ટુકડી સાથે ખાંદલની કુમકે આવી પહેાંચ્યા અને ખાનના લશ્કરની ડાખી અને જમણી બગલ પર એમણે મારા ચલાવ્યા ( પ્રતાપઢ યુદ્ધ પાન. ૨૧૫). આ કુમક આવી પહેાંચી એટલે મરાઠા લશ્કરમાં પાછું નવું જોર આવ્યું. સહેજ થાકેલા મરાઠા સિપાહીઓએ પાછા જોરથી મારા શરૂ કર્યાં. મુસલમાના પણ મરણિયા થઈને લડતા હતા. રણે ચડેલા હિંમત બહાદુર હિંદુઓ પ્રાણની પરવા રાખ્યા વગર ઘૂમી રહ્યા હતા. ખાંદલ, સર્જે રાવ, અને અણુાજી રંગનાથને દુશ્મનદળમાં નાગી તલવાર વીંઝતા, દુશ્મનના રથી મહારથીને કતલ કરતા જોઈ મરાઠા રણવીરે મરણિયા બન્યા. ખાનના સેનાપતિએ પણુ પોતાના સિપાહીઓને શૂર ચડાવવામાં બાકી ન રાખી. બંને તરફના યોદ્ધાએ માથાં કારે મૂકીને લડતા હતા. ઘડીવાર તેા એમ પણ જણાતું કે આ લડાઈ લાંખા વખત સુધી ચાલશે. આ પ્રમાણે કતલ ચાલી રહી હતી એટલામાં સરદાર સીલીમકર પોતાની ટાળી સાથે મરાઠા લશ્કરની મદદમાં આવી પહોંચ્યા (પ્રતાપગઢ યુદ્ધ પા. ૨૧૭ ). સીલીમકર ખાનના લશ્કરની પાછળથી અને ડાખી બગલની બાજુથી હલ્લે લાવ્યા. આ તાજો હુલ્લા બહુજ સખત હતા. આ હલ્લાથી દુશ્મન દળમાં ગભરાટ પેઠે. મુસલમાનાની હિંમત ખૂટી, છતાં સેનાપતિએ લશ્કરને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા માંડ્યા. ખાનને ખતમ કર્યા પછી મહારાજ પ્રતાપગઢ ઉપર જવા નીકળ્યા તે વખતે તેમના બચાવ માટે હિરાજી કરજંદને તેનાં ૪૦-૫૦ માણસેાની ટાળી સાથે તૈયાર રાખ્યા હતા. તેને જની2બ આગળ જઈ ત્યાંની લડાઈમાં મદદ કરવા રવાના કર્યાં. તે પોતાના ૪૦ મરણિયાને લઈ દુશ્મનના આગળના ભાગ ઉપર જોરથી તૂટી પડ્યો (મતાપવઢ યુદ્ધ પા. ૨૧૮ ). હિરાજી ફરજ ંદના આવવાથી દુશ્મન દળમાં ભંગાણું પડયું. ખાનનું લશ્કર ભાગવા લાગ્યું, એટલામાં મારાપત પિંગળેએ લશ્કરની નાની નાની ટુકડીએ સરદાર ઢપાલે, મરાળ, ઢાર, અને માળની સાથે મદદ માટે મોકલી હતી તે આવી પહેાંચી અને એણે પણ શત્રુ ઉપર ભારે મારા ચલાવ્યો ( પ્રતાપગઢ યુદ્ધ પા. ૨૩૬ ). આવી રીતે શિવાજી મહારાજનાં ૭૦૦-૮૦૦ માણસાએ આ ૧૫૦૦ માણુસનું લશ્કર ધેરી લીધું અને ભારે કતલ ચલાવી. લેહીની નીકા જમીન ઉપર વહેવા લાગી. નવી નવી ટુકડીએ મરાઠાદળને મદદ કરવા આવી તેથી લડવૈયાઓને જીસ્સા વધતા જ ગયા અને તાજા નવાં માણસે જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ ખાનના લશ્કરની હિંમત ખૂટતી ગઈ. આ લડાઈ આશરે ૧ થી ૧૫ કલાક સુધી ભારે જીસ્સામાં ચાલી. આ લડાઈમાં ખાનના લશ્કરની પૂરેપુરી હાર થઈ. ખાનના લશ્કરમાંથી ૪૦૦-૫૦૦ માણસે માર્યા ગયાં, ૭૦૦-૮૦૦ માણુસા જખમી થયાં ( પ્રતાપત યુદ્ધ) અને બાકી રહ્યાં તેમાંના કેટલાક શરણે આવ્યા અને ખીજા પોબારા ગણી ગયા. આવી રીતે જય પામેલું મરાઠાઓનું લશ્કર કાયના પારની લડાઈમાં ઝંપલાવવા માટે નીકળ્યું પણ નીકળતાં પહેલાં સેનાપતિએ સમરાંગણ ઉપર પડેલાં દુશ્મનનાં હથિયાર, દુશ્મનનેા સરસામાન કબજે કરી, તેને નાંધી, પ્રતાપગઢ મેકલવા માટે એક ટાળીની પસંદગી કરી અને એ ટાળીને આ ખાસ કામ માટે મૂકી યિજય પામેલા લશ્કરે કાયના પાર તરફ કૂચ કરી. ખાનનાં ૧૫૦૦ માણસેામાં બંદુકવાળા પણુ ધણા હતા. અચાનક હલ્લે થાય અને દુશ્મન જ્યારે હાથેા હાથની લડાઈ શરૂ કરે ત્યારે દુકાનેા બહુ ઉપયોગ નથી થતા. શિવાજી મહારાજના લશ્કરમાં બંદુકવાળાએ બહુ જ ચેડી સંખ્યામાં હતા. એ ઉગ્રુપ મહારાજ બરાબર જાણતા હતા અને પાતાની ખેાડખાંપણ અને ઉણપને નજર આગળ રાખીને જ મહારાજે કાર્યક્રમ ગોઠવ્યો હતા. એટલે જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં અચાનક હુમલા જ મહારાજે પસંદ કર્યા છે અને દુશ્મન પાસે બંદુકા વધારે હાવા છતાં મહારાજની ગાઠવણને લીધે દુશ્મના દુકાના ઉપયાગ કરી શક્યા નથી. ખાનના લશ્કરના બંદુકવાળાઓની આશરે ૨૦૦-૩૦૦ બંદુકા, સંખ્યાબંધ તલવારા અને ભાલા જની2બની લડાઈમાં મરાઠાઓને હાથ લાગ્યાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy