SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જાં થઈ ને મહાડ તરફ નાસી જાય તેા પારઘાટનો એકદમ કબજો લેવા અને શિવાજીને પૂર્વ દિશાથી પશ્ચિમ તરફ ધકેલવા, શિવાજીને એક તરફથી પશ્ચિમ તરફ ધકેલી, સીદીને ઉશ્કેરી તેની મદદ માગી તેની પાસેથી શિવાજીને પશ્ચિમ દિશાએથી પૂર્વ તરફ ધકેલવા અને શિવાજી દક્ષિણુ તરફ્ ન નાસે માટે વાડીના સાવંત અને શૃંગારપુરના ર્વેની મદદથી એ દિશાએથી પણુ અને નાસવા ન દેવા અને એવી રીતે શિવાજીને ચારે તરફથી ઘેરી લેવા. ” મહારાજને ચારે તરફથી ઘેરી લેવાની ખાન પેરવી કરો રહ્યા છે એ ખબર મળવાથી મહારાજે પારઘાટ ઉપર ખૂબ બંદોબસ્ત રાખ્યા અને કાયના પારનું ખાનનું લશ્કર પ્રતાપગઢ ઉપર હલ્લા લાવે તા જેધે વગેરે યોદ્ધાએ એ લશ્કર અટકાવવું અને ખાનના લશ્કરની સંખ્યા બહુ મેટી હાવાથી એ લશ્કર ઉપર મેરેતે પાતાના પાયદળ સાથે આવીને છાપા મારવા અને દુમનદળના નાશ કરવા, એવી ગાઠવણ મહારાજે કરી હતી. શિવાજી મહારાજે જ્યારે આ પ્રમાણે વ્યવસ્થા કરી ત્યારે ખાન મુલાકાતની શરતા તેડી, ૧૫૦૦ ચુનંદા માણસા પોતાની સાથે મુલાકાત મંડપે લઈ જવા માટે રાખશે અને ખાન એ ૧૫૦૦ માણસને જનીબના ડુંગર આગળ મૂકીને આગળ જશે એની કાઈ ને કલ્પના પણ ન હતી. આ તે કેવળ અકસ્માત હતા. શિવાજીના નજરબાજખાતાનાં માણસા ખાન અને તેની છાવણીમાં અને આસપાસ જુદા જુદા વેશમાં ભટકતા હતા અને બાતમીએ હર પ્રયત્ને મેળવી માલીકને પહોંચાડતા હતા. અલ્ઝલખાન ૧૫૦૦ માણસો લઈ ને વાઈથી નીકળ્યા કે તરતજ નજરબાજખાતાના અમલદારે આવીને સર સેનાપતિ મારાપત પિંગળેને તાકીદે ખબર આપી કે ખાન ૧૫૦૦ માણસા સાથે લઈને મુલાકાત મડપે ાય છે. મારાપતે આ ખબર સાંભળી અને એને લાગ્યું કે મહારાજે ગેાઠવેલા કાર્યક્રમમાં હવે એમની પરવાનગી વગર ફેરફાર કરવા પડશે. પિંગળે જરાપણ ગભરાયા નહિ, પણ દુશ્મને પોતાની ચાલમાં ફેરફાર કર્યાં, તા દુશ્મનને પહેાંચી વળવા માટે નક્કી કરી રાખેલા કાર્યક્રમમાં ફેરફાર કર્યેજ છૂટકા છે. એ વિચાર કરીને મેરેાપતે આ ઉભી થએલી નવી અડચણુને પહેાંચી વળવા માટે નક્કી કરેલી વ્યવસ્થામાં જરુર જેટલા ફેરફાર પોતાની જવાબદારી ઉપર કરવાનો નિશ્ચય કર્યો. એણે એવી ગાઠવણુ કરી કે જો ખાન ૧૫૦૦ માણુસા લઈને મુલાકાત મ`ડપે જાય તા તાપના ધડાકાની સાથેજ એના લશ્કરની એક ટુકડીએ જની2બને! ડુંગર ચઢીને ખાનના આ માણુસા ઉપર પાછળથી હલેા કરવા. આ ગેાઠવણુ કરવાનું નક્કી કરી, પિંગળે પોતાના સરદારાને તે પ્રમાણે સૂચના આપવા તૈયારી કરતા હતા એટલામાં તે નજરબાજખાતાના બીજો અમલદાર ચાક્કસ ખબર લાવ્યા કે ૧૫૦૦ માણુસ ખાન કાયનાપારની છાવણીથી પોતાની સાથે લાવ્યેા હતા તે બધાંને જનીટુંબના ડુંગર નજીકની ખીણમાં મૂકીને ખાન મુલાકાત મંડપ તરફ ગયા છે. આ બાતમીથી પાછા સંજોગા બદલાયા અને મેરેાપતે નક્કી કરેલી ગાઢવણુ રદ કરી, નવા સંજોગાને પહેાંચી વળવા ગોઠવણુમાં તે પ્રમાણે ફેરફાર કર્યો અને એ ગાઠવણુને તાપના ધડાકાની સાથેજ અમલમાં મૂકવા પોતાના અમલદારાને સખત તાકીદ આપી. આસરે પોણાપાંચ વાગે પ્રતાપગઢ ઉપર તેાપના ધડાકા થયા. મારાપત પિંગળે, નેતાજી પાલકર વગેરે દૂર દૂર તૈયાર થઈ ને તાપોના ધડાકાની રાહ જોતા હતા. ધડાકા સાંભળતાંની સાથેજ મેરાપ ત પિંગળેએ સૂચના આપ્યા મુજબ સરદાર બાંદલ ખીણમાં રહેલાં ખાનનાં માણુસા ઉપર પોતાના લશ્કર સાથે તૂટી પડ્યો. આંદલને આ હત્લા તદ્દન અચાનક હતા. અફઝલખાન મુલાકાત વખતે ક ંઈક નવાજુની કરશે અને ખાન તરફથી કંઇક હુકમ આવશે, એ વિચારથી ખાનના લશ્કરને સેનાપતિ ખાન તરફથી હુકમની રાહ જોતા હશે, સેનાપતિ અને એના હાથ નીચેના લશ્કરી અમલદારાની આંખ અને કાન પ્રતાપગઢ તરફ દોરાઈ રહ્યાં હતાં, એવી સ્થિતિમાં સરદાર બદલ પોતાની ટુકડી સાથે ખાનનાં માણુસા ઉપર તૂટી પડ્યો. વીર ખાંદલે ડાખી અને જમણી બન્ને બાજુથી તૂટી પડવાની ને વાપરી. આમ અચાનક બંને બાજુથી હલ્લા થવાથી ખાનનાં માણુસા ગૠરાયાં. ખાનના સેનાપતિએ એમને ધીરજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy